ગઈ કાલે ૧૫મી ઓગસ્ત અને પવિત્ર મારિયાના તહેવારના પ્રસંગ નિમિતે ભુમેલના બાળકો, યુવાનો અને વડીલો દ્વારા દેવળમાં અને કબ્રસ્તાનમાં વૃક્ષારોપણ કર્યું. આ પ્રવૃત્તિથી ગ્લોબલ વોર્મિંગ દુર કરવા માટે એક પ્રયાસ કરવામાં આવ્યો.ધરતી માતાને ફરીથી રળીયામણી બનાવવાના ધ્યેય સાથે આશરે ૨૫ લોકો સાથે ભેગા મળીને વૃક્ષારોપણ કર્યું હતું.આ પ્રવૃત્તિનો મુખ્ય ધ્યેય ધરતી માતાને ગ્લોબલ વોર્મિંગથી મુક્તિ આપવાનો છે.
આ સુંદર પ્રવૃત્તિનો શ્રેય શ્રી કાન્તીભાઈ આર. મેકવાન (જેમને આ વર્ષે રક્ષિત ખેડૂત નો અવોર્ડ ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવ્યો હતો) અને શ્રી કાન્તીભાઈ એ પરમાર (પેરીશ કાઉનસીલના સભ્ય)તથા શ્રી હસમુખભાઈ વી મેકવાન (પેરીશ કાઉનસીલના સભ્ય) તથા ભૂમેલના બાળકો અને આગળ પડતા યુવાનોને જાય છે.
આવો ધરતી માતાને ફરીથી સુંદર બનાવવાના આ સુંદર અભિયાનને આપણે સહુ ભેગા મળી આગળ વધારીએ.
માતા મારિયાના તહેવારની શુભકામના અને જય હિન્દ.

Fr.Lawrence dharmaraj s.j has sent you a link to a blog:
ReplyDeleteDear Vijay,
Congratulations for your wonderful initiative! A novel celebration of our independence day along with the feast of our Mother Mary. Convey my regards to the parish council members of Bhumel for joining in such celebrations.
Wishes from,
Fr.Lawrence dharmaraj s.j