Monday, March 19, 2012

કાલવારી ડુંગરી, કાટકુવાનો મેળો



ગઈ કાલે તા ૧૮મી  માર્ચ કાલવારી ડુંગરી, કાટકુવા ગામે (જે દઢવાળા, દ. ગુજરાત તાબામાં આવેલ છે) ડુંગર ઉપર ભક્તિ મેળાનું આયોજન આજુબાજુના ગામડાઓમાં રહેતા  આદિવાસી ભાઈઓ દ્વારા કરવામાં આવ્યું હતું. કાટકુવા એક નાનકડું ગામડું જે આજુબાજુ જંગલ અને કુદરતી સૌન્દર્યથી સજાયેલ છે. ગામની બાજુ માં આવેલ ડુંગર ઉપર લોકોથી અને લોકો વડે  વેદનામૂર્તિ માતા મરિયમનું ભક્તિ સ્થાન ડુંગર ઉપર બનાવેલ છે. (વધુ વીડિઓમાં નિહાળી શકશો.)    

 અહી આદિવાસી ભૂલકાઓ,બહેનો અને ભાઈઓમાં વેદનામુર્તી માતા મરિયમ અને પ્રભુ ઇસુ પ્રત્યેનો ઊંડો ભક્તિરસ જોવા મળતો હતો. દુર દુર થી પગપાળા આવેલ માનવ મેદની જોઈ વાતાવરણ ભક્તિમય બન્યું હતું.  આ કાલવારી ડુંગર ઉપર અહીના લોકો દ્વારા મોટા ક્રોસના સ્થાનો બનાવ્યા છે જેનાથી પ્રભુ ઈસુની કાલવારીની યાત્રાની વેદના અનુભવાય છે.  દરેક ગામથી આવેલ લોકો ડુંગર નીચેથી ક્રુસના માર્ગની ભક્તિ બોલી ડુંગર ઉપર આવેલ વેદનામુર્તી માતા મરિયમના ભક્તિ સ્થાને જાય છે. આ કાલવારી ડુંગરી ઉપરથી નીચે આવેલ ગામનું દ્રશ્ય જરૂસાલેમ જેવું લાગે છે. ત્યાં નજીકમાં એક ડેમ આવેલ છે તે ડુંગરી ઉપરથી ગાલીલ સરોવર જેવું લાગે છે.  આ કાલવારી  ડુંગરી ઉપર ખાસ કરીને તપઋતુ દરમ્યાન આવતા દરેક, પ્રભુ ઈસુની વેદનામાં સહભાગી થવાનો લાહવો લે છે.

ગઈ કાલે અમદાવાદ ધર્મપ્રાંતના માનનીય બિશપ થોમસ મેકવાન દ્વારા અહી ડુંગર ઉપર ભવ્ય ખ્રિસ્તયજ્ઞ કરવામાં આવ્યો હતો. આ મેળામાં ઝંખવાવ તથા  દુરથી આવેલ પુરોહિતગણ અને સાધ્વી બહેનોની હાજરીથી મેળામાં ભક્તિરસ ઉમેરાયો હતો. આ મેળાને વધુ ભક્તિમય બનાવવામાં રેવ.ફા. જેમ્સ એસ. જે. (દઢવાળા સભા પુરોહિત) રેવ. ફા. ટોની બ્રીટો એસ. જે. ( મદદનીશ સભા પુરોહિત) રેવ. ફા ફેલિક્ષ એસ. જે. તથા રેવ. ફા. ઝેવિયર એસ. જે. નો ઉત્તમ ફાળો રહ્યો હતો.

ન્યુઝ અને વીડિઓ
બી. બી. એન.                                                     

Related Posts:

  • Birthday Of Mother Maryહું તો દોડી આવું માતા તારે આશરે Mother Mary, Mother of all is always with us to hear our hearts and minds and take our prayers to God. Today let us thank her and pray for all that she has been to us. Please click the below gi… Read More
  • Last Journey_Funeral Of Fr.Kulandairaj S.J.About 2000 people gathered for the funeral mass of Fr.Kulandairaj S.J. at St.Xavier's College, Ahemadabd, Gujarat yesterday on 01-09-2010. The Society Of Jesus has lost its valuable family member.Please click to watch his Las… Read More
  • Arch Bishop Stany (Ghandhinagar) On Media SeminarPlease scroll down to read in English.કમિશન ફોર મીડિયા એન્ડ સોશ્યલ કમ્યુનિકેશન, આર્ચડાયોસીસ ગાંધીનગર આયોજીત "સાપ્રંત સમયમાં માધ્યમોની જાગૃત ભૂમિકા" વિષયક એક દિવસીય પરિસવાંદનું આયોજન તા. ૫-સપ્ટેમ્બર-૨૦૧૦ ના રોજ જીવન વિકાસ કેન્… Read More
  • Fr. Kulndairaj S.J. Passed away ( St.Xavier's College Ahemadabad)Fr.Kulandairaj Maria Arul S.J. who was the director of St. Xavier's Institute Of Computer Application(XICA) in St.Xavier's College campus in Ahemadabad passed away yesterday morning (31-08-2010. He was born on 03-Sep-1961(Nex… Read More
  • Mother Teresa Celebration In Ahemadabadગઈ કાલે મધર ટેરેસાના 1ooમાં જન્મદિવસની ઉજવણી ગુજરાતમાં સંત ઝેવિયર કોલેજ અમદાવાદ ખાતે ભવ્ય ખ્રિસ્તયજ્ઞ સાથે કરવામાં આવી હતી. ખ્રિસ્તયજ્ઞ બાદ ગુર્જરવાની અમદાવાદ દ્વારા મધર ટેરેસાના કાર્ય ઉપર સુંદર નૃત્ય અને નાટિકા રજુ કરવામાં આ… Read More

0 Add comments:

Post a Comment


Thank you and stay connected