Tuesday, July 10, 2012

પીઢ મિશનરી સી. મારિયા માયાનું નડીયાદના ધર્મજનો દ્વારા સન્માન


મમ્મી મારિયાના નામે ઓળખાતા એવા પીઢ મિશનરી સિ.મારિયા માયાનું નડીયાદના ધર્મજનો દ્વારા, રવિવારે સવારે સેન્ટ મેરીસ ચર્ચ ખાતે સન્માન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે સિ.મારિયા માયાને માતૃછાયા-1 ના બાળકો દ્વારા સુંદર નૃત્ય કરી વેદી આગળ લાવવામાં આવ્યા હતા, તેમને ધર્મજનો દ્વારા ફૂલહાર અને તાળીઓથી અને હાજર પુરોહિતો દ્વારા સન્માન પત્ર અને પારિતોષિક આપી વધાવી લેવામાં આવ્યા હતા. આ સુંદર પ્રસંગે ફા. અન્તોન મેકવાન અને સંદીપભાઈ પરમારના સહયોગથી સિ. મારિયા માયાની જીવનગાથા રજુ કરતી પુસ્તિકાનું  વિમોચન કરવામાં આવ્યું હતું.  

સેવા અને પ્રેમના પ્રતિક સમા મમ્મી મારિયા પોતાની આગળ બેઠેલા બાળકોને નિહાળતા આ પ્રસંગે પોતાનો મહિમા નહિ પરંતુ પ્રભુનો મહિમા થાય તે માટે પોતાનું મસ્તક પ્રભુ આગળ ઝૂકાવી દીધું હતું.

Related Posts:

0 Add comments:

Post a Comment


Thank you and stay connected