તા 21-09 2012 શનિવારના રોજ પાસટ્રલ સેન્ટર નડિયાદ ખાતે પૂજ્ય બીશપશ્રી થોમાસ મેકવાનની ઉપસ્થી સાથે ભવ્ય મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું .
આ મિટીંગમાં ધર્મજનો, પુરોહિતગણ અને સાધ્વી બહેનોની હાજરીથી મિટિંગમાં પ્રોત્સાહન આપતો માહોલ બની રહ્યો હતો. આ મિટિંગનો મુખ્ય આશય શ્રદ્ધાવર્ષની ઘોષણા અને તે માટેનું પુર્વ આયોજનનો રહ્યો હતો. મિટિંગની શરૂયાતમાં રેવ. ફા. ટાયટસ ડીકોસ્તા દ્વારા મહેમાનોનું બહુમાન કરવામાં આવ્યું હતું . આ પ્રસંગે મહેમાનોમાં નાની દીકરીઓના મધર જનરલ સિસ્ટર મેરી, રેવ ફાધર જોસ ચંગનાચેરી એસ.જે. (ઇસુસંઘ ગુજરાતના પ્રાંતપતિ) રેવ. ફા. રોકી પિંટો (વિકાર જનરલ અમદાવાદ ડીઓ) રહ્યા હતા.
આ મિટીંગમાં રેવ. ફા. વિનાયક એસ. જે. દ્વારા નામદાર વડાધર્મગુરુએ શ્રદ્ધાવર્ષની ઉજવણી કેવી રીતે કરવી તે માટે પાઠવેલ "શ્રદ્ધાના દ્વાર" પ્રેષિતિક પત્રની વિસ્તારભરી સમજુતી આપી હતી( આ પત્ર ગુજરાતીમાં ટુંક સમયમાં બી.બી.એન.માં રજુ કરવામાં આવશે)
અંતે મિટિંગ દરમ્યાન એકત્રિત સર્વે તરફથી શ્રદ્ધાવર્ષને વધાવી લેવા તેમજ ઘરે ઘરે શ્રદ્ધા સંકોરવા માટેનો એકમત મળ્યો હતો.
News and photo
BBN
| જમણી બાજુથી રેવ. ફા. ટાયટસ ડીકોસ્તા અને રેવ. ફા. વિનાયક જાદવ એસ.જે. |
News and photo
BBN

0 Add comments:
Post a Comment
Thank you and stay connected