Monday, April 24, 2017

BBN ફિલ્મ કલાકરોનું સ્નેહ મિલન


તા: ૨૩-એપ્રિલ-૨૦૧૭ના રોજ સાંજે કોમ્યુનિટી હોલ, ગામડી-આણંદ ખાતે BBNના ફિલ્મ કલાકારોનું સ્નેહ મિલન BBN દ્વારા યોજવામાં આવ્યું હતું.
આ શુભ પ્રસંગનો આશય BBN ટીમના આપણાં યુવાવર્ગને સન્માનિત કરી પ્રોત્સહન પૂરું પાડવાનું હતું. આ ટાણે BBN ના બાળ અને યુવા કલાકારોને તેમના કુટુંબીજનો સાથે આમંત્રણ આપવામાં આવ્યું હતું. કુટુંબની ભાવના મજબૂત બને તે અર્થે દરેક કલાકરોને તેમના હાજર કુટુંબીજનો સમક્ષ ભેટ આપી સન્માનિત કરી તેમનો આભાર વ્યકત કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે રેવ. ફા જેરી સિકવેરા (સુપિરિયર - જેસ્યુટ કોમ્યુનિટી - આણંદ), રેવ. ફા. વિનાયક જાદવ ( BBNના પથદર્શન), ડો. રસ્મિન સેસિલ ( કિલ્લોલ હોસ્પિટલ, આણંદ), શ્રી જસવંત મેકવાન ( દૂતના તંત્રી ), શ્રીમતી સવિતાબેન ચૌહાણ ( સામાજિક કાર્યકર, આણંદ), શ્રીમતી ઇન્દુબેન રાવ ( લેખિકા, દૂત તંત્રીમંડળના સભ્ય ), શ્રી મનોજભાઈ ક્રિસ્ટી (નાયબ તાલુકા વિકાસ અધિકારી અને સામાજિક કાર્યકર, નડિયાદ) , શ્રી પ્રકાશભાઈ પરમાર (સામાજિક કાર્યકર, શિક્ષક- નડિયાદ) શ્રી સંજય વાઘેલા (સામાજિક કાર્યકર, શિક્ષક- નડિયાદ) તથા કાર્યક્રમના સુકાની શ્રી શૈલેષ ક્રિસ્ટી (સબ રજીસ્ટાર- મહેમદાવાદ તથા "આપ જ આવા તો જોયા" ફિલ્મના કથા પટકથા, દિગ્દર્શન અને BBN ટિમના એક માત્ર વડીલ) આ સર્વે મહાનુભાવો હાજર રહી પ્રસંગેને વધુ રંગત ભર્યો બનાવી દરેકને જોમ પૂરું પડ્યું હતું.

આપણા આ કલાકરો માનવ જીવનમાં મૂલ્યોનું સિંચન થાય તે હેતુસર પોતાનો કિંમતી સમય આપી લઘુ ફિલ્મ માટે આગળ આવેલ હોય અમો આ યુવા વર્ગને વંદન અને આભાર માનીએ છીએ.
આ પ્રસંગના અંતે સર્વે લોકો સ્નેહ ભોજન લઇ હસતા મુખે ઘર તરફ વળ્યાં હતા.
અમોને આર્થિક મદદ કરનાર BBNના ચાહકોનો હૃદયપૂર્વક આભાર માનીએ છીએ
Special thanks to Rev. Maxim Parish Priest- St. Francis Xavier Church Gamdi-Anand) for giving us the community Hall for the program. We also thank all the parents and Rev.Fr. Ervin. Rev. Fr. Anil, Rev. Fr.Nagin Rev.Fr. Anthony, Rev. Fr. .Moison and Bro. Alpesh their presence made the program vibrant.

PLEASE CLICK FOR MORE PHOTOS
Photos : Taral Parmar and Francis Francis Anton Parmar

Related Posts:

  • આજે જન્મ્યો છે ઇસુ નાથ લોક હૈયે હરખના માય.... ગરબો- નૃત્ય _ Christmas Celebration weekWelcome to Vibrant Christmas Celebration week. Presenting the Gujarati Garbo (Dance) in video format. Please click on video. આજે જન્મ્યો છે ઇસુ નાથ લોક હૈયે હરખના માય.... ગરબો- નૃત્ય મ્યુઝિક: "તારલીયો" સીડી વિડીયો ઉપર ક્લ… Read More
  • Spiritual Exercises In Gujarati Part -3કામમાં વ્યસ્ત રહેતા લોકો માટે ધ્યાન (રીટ્રીટ) ભાગ -૩ આપણું સદ્દભાગ્ય કહેવાય  કે સમાજમાં અમુક કુટંબો છે જે આપણને પ્રભુના પ્રેમની પ્રતીતિ કરાવે છે. પ્રભુના બિનશરતી પ્રેમનો અનુભવ કરવા માટે  નીચેના વીડિઓ ઉપર ક્લિક કરશો.… Read More
  • Rt. Rev. Bishop Francis Braganza SJ passes away We are sorry to inform you about the passing away of Bishop Francis Braganza around 10.00 a.m on Wednesday 21 December 2011 at Xavier’s residence in Ahmedabad. The funeral will be held on Thursaday 22 December 2011 at … Read More
  • પુરોહિત દીક્ષા Courtesy: Gurjarvani                        Rev.Fr. Kiran Gohel  આજે ઉટેશ્વરીમાં બે નવોદિત પુરોહિતો  ર… Read More
  • Christmas celebration Mass in Anand-Gamdi.Please click to watch the Christmas celebration in Anand-Gamdi. આજે  સવારે ગામડી-આણંદ ચર્ચમાં ખ્રિસ્તયજ્ઞ માટે ઉમટેલા લોકોને નિહાળવા માટે વિડિયો  જોશો.      … Read More

0 Add comments:

Post a Comment


Thank you and stay connected