Wednesday, November 9, 2011

"એક શામ ઇસુ કે નામ"_ ભિલોડામાં યુવા વર્ષ

Please click on video


માંકરોડા-ભિલોડામાં ગયા અઠવાડિયામાં  યુવા વર્ષને  જાહેર કરી  તા. ૪, ૫,અને ૬ ત્રણ દિવસીય શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ  કાર્યક્રમને શુભ અવસર ટાણે ગાંધીનગર ડીનરીના વિકાર જનરલ ફા. રોકી ડી'સલવા ફા. રોક  (રાજસ્થાનથી)   હાજરી આપી બે બોલથી દરેકને પ્રોત્સાહિત કર્યા હતા. દરેક હાજર રહેલ ફાધર્સ અને સિસ્ટર્સ અને દરેક ગામના આગેવાન યુવાન-યુવતી સાથે મળી દીપ પ્રગટાવી " ઇસુ માર્ગ, સત્ય અને જીવન છે"  તે સુત્ર સાથે યુવા વર્ષનો પ્રારંભ કર્યો હતો.   

આ શિબિરમાં ૧૫૦ આદિવાસી યુવાન- યુવતીઓએ સક્રિય ભાગ લીધો હતો. યુવાનો અને યુવતીઓ સાથે વાત કરતા જાણવા  મળ્યું હતું કે યુવાનો માત્ર ઇસુમાં પ્રાર્થનામય  બનવા ઈચ્છાતા  નથી પરંતુ તેથી  પણ વધારે ઇસુ જેવા બની, લોકો માટે પ્રવૃતીમય બની ઇસુમય અને પ્રાર્થનામય બનવાનું ઈચ્છે  છે.

સાબરકાંઠાની આજુબાજુ તથા અંતરિયાળ વિસ્તારમાંથી આવતા આ યુવાન-યુવતીઓની ઇસુ માટેની તાલાવેલી જોઇને  ખરેખર, બે ઘડીક મન ને વિચાર કરતુ કરી દીધું હતું કે  કદાચ, આવીજ  તાલાવેલી દરેક ઇસુમય જીવનારમાં હોઈ તો આપણી  ગુજરાતની ધર્મ સભા  કેટલી ધનવાન બની જાય !

આ શુભ અવસર ટાણે કપડવંજના ફા. મયંક પરમારે અજબ-ગજબની  ઈસુને આવરી લેતી  રમતોનું આયોજન  કરી દરેક યુવાન યુવતીઓના દિલ ને જીતી લીધા હતા. એટલુજ નહિ પણ, બાઈબલ ક્વીઝ તથા ઇસુ માટે પોતાની લાગણી વ્યક્ત કરવા  ભેગા થયેલ દરેકમાં તાલાવેલી જગાડી હતી.

ફા. મયંકે "એક શામ ઇસુ કે નામ" નું બિરુદ આપી ઈસુના ફિલ્મના ભાગો બતાવી દરેક  ગ્રુપે વર્ણન કરવાનું અને માત્ર મ્યુઝીક સંભળાવીને  ભજનો ના શબ્દો શોધવાની રમતોએ  સૌને આનંદિત બનાવી પ્રથાનામય બનાવ્યા હતા.વધુમાં ફા. મયંકે પોતાની ટીમમાં આવેલ એક્ષ- આર્મીમેંન  શ્રી જોનભાઈ  રહે વાત્રક ગામ જેઓ ટૂંક સમય  પહેલા લકવાની બીમારીમાંથી ચમત્કારિક રીતે બહાર નીકળ્યા છે તેમની ઇસુ માટેની લાગણી રજુ કરી સાક્ષી અપાવી હતી જે દરેક યુવાન યુવતીને સ્પર્શી ગઈ  હતી. તેમની ટીમમાં આવેલ  શ્રી નિકુંજ પરમાર (આણંદ)નો ઉત્તમ ફાળો રહ્યો હતો.                  

યુવા વર્ષને  વધાવી લેનાર  યુવતી નેહા ખરાડી  સાથે વાત કરતા તેણીએ  જણાવ્યું હતું કે, " આ બધીજ પ્રવૃત્તિઓથી માત્ર ઇસુ સાથેનો નાતો જ જોડતો નથી પરંતુ, સાથે સાથે દરેક ભેગા થયેલનો વ્યક્તિત્વ વિકાસ અને પ્રભુ પ્રત્યેની નજીકતાનો પણ અનુભવ થાય છે. જો આવી પ્રવૃતિઓનું  વારંવાર આયોજન કરવામાં આવે તો ચોક્કસ  આવતી કાલની ધર્મ સભાના પાયા મજબુત બની શકશે." 


ત્યાં હાજર રહેલ યુવા વર્ષનું  આયોજન  કરનાર ઉત્તર ગુજરાતના યુથ ડિરેક્ટર ફા. લોરેન્સે અને ફા. ચાર્લસ એસ. જે. (યુથ કો-ઓર્ડીનેટર) અને સિસ્ટર એલીશાએ આ યુવા વર્ષે આવકારી પોતાના વક્તવ્યો  આપ્યા હતા  તે જોવા કૃપા કરી વીડિઓ નિહાળશો.              
   
આ કાર્યક્રમને વધુ ગતિશીલ અને સફળ બનાવવા માટે ફા. હેન્રી ડી'સોઝા એસ. જે., ફા. લોરેન્સ,  ફા. ચાર્લસ એસ જે. ફા. અનીલ એસ. જે. જેમણે રહેવાની અને જમવાની ઉત્તમ સગવડ પૂરી પડી હતી, ફા. વર્ગીસ  એસ. જે.,   ફા. કમલેશ રાવળ એસ.જે. (જેઓ ડીસેમ્બરની ૨૭ તારીખે દીક્ષા ગ્રહણ  ઊંટેશ્વરી, કડી મુકામે કરશે.)  અને  આવેલ સાધ્વી બહેનો વેદ્રુના સિસ્ટર્સ, એસ. એમ. એમ. આઈ. સિસ્ટર્સ,  સંત આન્ના સિસ્ટર્સ, પિલાર સિસ્ટર્સ  અને ખાસ ત્યાંના નિરંજન સાહેબનો ઉત્તમ ફાળો રહ્યો હતો.

ભિલોડામાં મિશનની શરૂઆત રજુ કરતો  રેવ. ફા. હેન્રી એસ. જે. નો વિડિઓ તથા ત્યાંની આપણી સ્કુલ જેણે ભારતને સૈનિકો આપ્યા છે તે વિડિઓ ટૂંક સમયમાં રજુ કરવામાં આવશે.

News And Photos
-  BBN

Related Posts:

  • કબ્રસ્તાન માટે ધરણા Mogri, Nr. Anand વ્હાલા ધર્મજનો, ખ્રિસ્તી સમાજ એટલે માત્ર કોઈ એક  પંથ નથી પરંતુ કેથોલિક, મુક્તિ ફોજ, પ્રોટેસ્ટંટ વગેરે પ્રચલિત અપ્રચલિત પંથથી બનેલો  સમાજ એટલે ખ્રિસ્તી સમાજ. ખ્રિસ્તી સમાજમાં ઘણા વણ ઉક્લેલ પ્ર… Read More
  • Chief Minister asks Jesuit college to upgrade to a university Chief Minister asks Jesuit college to upgrade to a university Jesuit college, Kolkata  Chief minister of an eastern Indian state has invited a Jesuit-run college to upgrade to the status of a university and “cross… Read More
  • "જળ ને પડદે" પ્રશિષ્ટ નાટક_ Jad Ne PadadeThis is the true story of a famous Gujarati poet Kant who accepted the love of Christ in his life. He lived as a Hindu Brahmin and died as a follower of Christ. "જળ ને પડદે" નામનું પ્રશિષ્ટ નાટકની ઝાંખી માટે નીચે ક્લિક કરશો. … Read More
  • Joma Charity FoundationPlease click on the photo to enlarge. Photo courtesy FB by Mr. Madhuram Macwan… Read More
  • નિરાધારોની માતાનો મેળો _ Religious get togetherમેળો જોવા માટે વિડિઓ ઉપર ક્લિક કરશો  આજે ફતેગંજ, વડોદરામાં નિરાધારોની માતાનો મેળો થઇ ગયો. લોકો ભક્તિભાવથી માતા મરિયમને ચરણે આવી વર્ષ દરમિયાન મળેલી આશિષોનો અભાર માનવા આજે અહી હજારોની સંખ્યામાં દુર દુરથી  આવી  … Read More

1 Add comments:

  1. I appreciate the progress of Bhiloda area Youth and thanks to all who served specially for youth.. keep it up.....God bless you all....Vicky Macwan.

    ReplyDelete


Thank you and stay connected