Tuesday, May 1, 2012

આણંદ પ્રેસમાં "શ્રમિક દિન"ની ઉજવણી



આજે  આણંદ પ્રેસમાં "શ્રમિક દિન"ની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણી માં દરેક કામ કરનાર  પોતાના સહ કુટુંબ સાથે  રહી શ્રમિક દિનનો મહિમા વધારિયો હતો.  આ શુભ દિને સવારે દરેક કર્મચારી  માટે ક્રિકેટનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ 11 વાગે પ્રેસમાં  રેવ. ફા. અનીલ સેવરીન એસ. જે. તથા રેવ. ફા અગ્નેલો  એસ. જે. ( મેનેજર, આણંદ  પ્રેસ)  ખ્રિસ્ત યજ્ઞ  અર્પણ કર્યો હતો. પ્રભુ ભોજન બાદ  બાળકો, બહેનો તથા ભાઈઓ માટે રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું. ઇનામ વિતરણ બાદ સર્વે બપોરના ભોજન બાદ હર્ષોઉલ્લાસ સાથે વિદાય લીધી હતી.

બ્ર.અગ્નેલો, ફા.મેક્સીમ તથા ફા. આલ્બર્ટ (પ્રિન્સીપાલ) ની હાજરીથી આ શુભ દિનની ઉજવણી વધુ આનંદમય બની રહી હતી તથા બ્ર.અલ્પેશ અને આગળ પડતા કર્મચારીઓના સાથ સહકારથી સર્વે શ્રમિક દિનની ઉજવણીનો વધુ આનંદ માણ્યો હતો.          

- બી.બી.એન.            

Related Posts:

0 Add comments:

Post a Comment


Thank you and stay connected