Saturday, May 5, 2012

લુર્ડસના માતા મારિયાની ટેકરીનું ઉદ્ઘાટન



આજે કઠલાલ તાંબાના મહીસા ગામે લુર્ડસના માતા મારિયાની  ટેકરીનું ઉદ્ઘાટન માનનીય  બિશપશ્રી થોમસ મેકવાનના વરદ હસ્તે કરવામાં આવ્યું. ગામમાં આવેલ પોળોમાંથી પસાર થયેલ બગી સાથેનું સરઘસ અને તેમાં સવાર થતા માતા મારિયાની પ્રતિમા અને બીશપશ્રી તથા જોર જોરથી ગવાતા માતા મારિયાના ભજનોથી આજે મહીસા ગામ ગુંજી ઉઠ્યું હતું  

 મેં મહિનો એટલે માતા મારિયાને વિંનતી અને અરજ કરવાનો મહિનો ધર્મસભામાં અને  શ્રધાળુંઓમાં પ્રચલિત છે. "ગુલાબમાળાનું  વર્ષ" આ અનુસંધાનમાં કઠલાલના સભા પુરોહિત રેવ. ફા. રમેશ મેકવાનના પ્રયત્ન અને મહીસા ગામના ખ્રિસ્તી શ્રધાળુંઓના  સાથ સહકારથી લુર્ડસના માતા મારિયાની  ટેકરી બનાવવામાં આવી છે.

લોકોના માનીતા માનનીય બિશપ થોમસ મેકવાનને બસ સ્ટોપથી ખ્રિસ્તી ફળિયા સુધી સામૈયું કરી નાચ ગાન સાથે લાવવામાં આવ્યા હતા.  આ સમયે મહીસા ગામના સરપંચશ્રીએ બીશપ સાહેબને ફૂલહાર  ચડાવીને આશીર્વાદ લીધા બાદ ગામમાં તેમના પાવન પગલા સર્વ ગામના લોકો માટે ભાગ્યશાળી ગણાવ્યા હતા. તેમણે માતા મારિયાની પ્રતિમાને પણ ફૂલહાર  ચડાવી વંદન કર્યા હતા. માતા મારિયાની  ટેકરી હોવાનો  આનંદ આ ટાણે મોટી સંખ્યામાં આવેલ  બહેનો -ભાઈઓ અને બાળકોમાં  જોવા મળતો હતો.

ધાર્મિક પ્રસંગો એક બીજાને  એકતાનું અને પરસ્પર પ્રેમનું  ઉદાહરણ પૂરું પાડે છે તે આજે અહી શ્રધાળુંઓમાં જોવા મળતું હતું    

Photo And Video
BBN

Related Posts:

  • Best Booth level Officer Award - બેસ્ટ બુથ લેવલ ઓફિસર લોના શ્રેયસ મેકવાન આજે તા 25 -જાન્યુ -2014 વડોદરા ખાતે રાષ્ટ્રીય મત દિનની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે  વડોદરામાં  228 વોટીંગ બુથ આવેલ છે જેમાંથી ચાર બેસ્ટ ઓફિસરોની એવોર્ડ માટે પસ… Read More
  • આદિવાસીઓના વિવિધ પ્રશ્નો અંગે મોટર સાઈકલ રેલીનું આયોજન Photo : BBN  ભરૂચ અને નર્મદા જીલ્લાના આદિવાસીઓના વિવિધ પ્રશ્નો અંગે મોટર સાઈકલ રેલીનું આયોજન તા 16 જાન્યુઆરીથી 29 જાન્યુઆરી સુધી જય આદિવાસી મહાસંઘ- રાજપીપળા (જે 75 હાજર સભ્યો ધરાવે છે) તેના દ્વારા કરવ… Read More
  • Mother Of Forsaken-Baroda - Religious get together તા 26 જાન્યુ -2014 ના રોજ ફતેગંજ વડોદરા ખાતે આવેલ નિરાધારોની માતા યાત્રાધામે ધાર્મિક મેળાની ઉજવણી કરવામાં આવી હતી. આ ધાર્મિક મેળો દર વર્ષે આ દિવસે રાખવામાં આવે છે. ધાર્મિક મેળા અગાઉ  નવ દિવસની ભક્તિનું આયોજન… Read More
  • Thousands of people participated in Adivasi Adikar Rally. Please pause the music before watching the video > find the option on right top - Play N Pause Music  Please click on the video Thousands of people participated in Adivasi Adikar Rally. They were not brought b… Read More
  • GOLDEN JUBILEE OF ZANKHVAV MISSION Please click the below given link for the celebration photos. Golden Jubilee of Zankhvav Mission Commitment To Christ and His People By Rev. Fr. Galdos S.J. 1. FIRST MISSIONARY STEPS IN ZANKHVAV AREA… Read More

0 Add comments:

Post a Comment


Thank you and stay connected