Please click on the video to watch the 600 women's rally in Kapadvanj, Gujarat.
ગઈકાલે કપડવંજમાં DRISTI (Don Bosco Roral Integral Social Training Institute)ડોન બોસ્કો દ્વારા મહિલાઓને માન, સન્માન અને રક્ષણ મળે તે માટે ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું . આ રેલીમાં છસોથી પણ વધારે બહેનો ગામડાઓમાંથી આવી આ રેલીને પ્રતિસાદ આપ્યો હતો . ગામડાઓમાં જયારે બહેનોને થતી જાતીય કનડગત કે પછી સમાન હક નથી મળતો ત્યારે તેની સામે વિરોધ કરવો અઘરો બની જાય છે. આ સંજોગોમાં DRISTI સંસ્થા જે કપડવંજના અંતરાળ ગામોમાં સ્ત્રીઓના ઉત્થાન માટે કામ કરે છે તે સ્ત્રીને સાથ સહકાર આપવા કાર્ય કરી રહે છે. બચત મંડળો તથા સ્ત્રી સશક્તિકરણના કાર્યક્રમો દ્વારા જન જાગૃતિ લાવવાના ધ્યેય સાથે આ સંસ્થા આગળ ધપી રહેલ છે.
રેલીની શરૂયાત પહેલા ડોન બોસ્કો કપડવંજમાં મહિલા દિન, મહિલા સન્માન દિવસની ઉજવણી પણ કરવામાં આવી હતી. આ ટાણે તેમની પ્રવૃતિનો અહેવાલ રજુ કરવામાં આવ્યો હતો. કપડવંજના અંતરાળ વિસ્તારમાંથી આવેલ બહેનો દ્વારા અહી સંસ્કૃતિક કાર્યક્રમો તથા મહિલા સશક્તીકરણનો સંદેશ આપતા શેરી નાટકો રજુ કર્યા હતા.
આ સુંદર કામ માટે અહીના ફા. આઇવન એસ. ડી. બી., ફા. મયંક એસ. ડી. બી. તથા કપડવંજ કમ્યુનિટીનો તથા હંમેશને માટે સાથ સહકાર આપતા કાર્યકરોનો ઉત્તમ ફાળો રહ્યો હતો .
Please click on the below given links and click on the photos to enlarge
Photos Of Women's Day 2013 - Don Bosco- Kapadvanj
- BBN
0 Add comments:
Post a Comment
Thank you and stay connected