"... હું કારાવાસમાં હતો અને તે મારી મુલાકત લીધી હતી" ( માથ્થી 25:36)
"... I was in prison, and you came to visit me"
તા. 14 એપ્રિલ 2014 ના રોજ શ્રી ડેનિયલ એમ. પરમાર ( નિવૃત્ત જમાદાર ) તથા રેવ. ફા. આલ્બર્ટ (સભાપુરોહિત ગામડી-આણંદ) તથા શ્રી જોસેફભાઈ સેવરીન, શ્રી યાકુબભાઈ જીવાભાઈ, શ્રી શાંતિલાલ સેમ્યુલભાઈ રાઠોડ, શ્રી સુરેશભાઈ મેકવાન, શ્રી ચિંતનભાઈ રાઠોડ તથા શ્રી તરલ જયંતીભાઈ પરમાર દ્વારા સબ જેલ આણંદની મુલાકાત લેવામાં હતી.
![](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEiAj07I5RHOWfurKOZvltxouWVtZAh0AT-uoJzjvKvjzkO6l4Ujadzv9QP-I5Vz801q1HcbZ7w5DJbf7LosljRKjxzdoBOQIS0x1kQu5PgYF4hKPJUB8BMXeD8y4yjQdiAvKX8rf2J21m70/s1600/IMG_3340.jpg)
![](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEi4kI0WecM38ApQF7lovptOtesJThuUJEK_2i1Cow3G4ULQAPAwILwksS0EjxHSJJXRRZglK2L3RLtqoscwA3v84KQ3UJl0BakRCDbSpC1Y1bNfr7O2MbTjg3IWDw2xGEIu_V1xpFKXniTx/s1600/unnamed+(1).jpg)
આ મુલાકાત દરમ્યાન 86 કેદીઓ સાથે વાર્તાલાપ અને તેમની સાથે રહી થોડી આત્મીયતાની પળોનો અહેસાસ કરાવ્યો હતો. ત્યાર બાદ દરેક કેદીભાઈઓ માટે પ્રાર્થના કરી સર્વેને નાસ્તો આપી આ તપઋતુ દરમ્યાન પ્રભુના પ્રેમ અને બલિદાનનો સંદેશ પાઠવ્યો હતો.
પ્રભુ ઇસુના મુલ્યો સાથે ભાત્રુપ્રેમ તેમજ સમાજના ઉત્થાન માટે કામ કરતા સર્વેને BBN અભિનંદન પાઠવે છે.
Photos: Taral Parmar
વધુ સમાચારો વાંચવા માટે ઉપર આપેલ હોમ ક્લિક કરશો.
0 Add comments:
Post a Comment
Thank you and stay connected