Friday, May 2, 2014

કવિ શ્રી યોસેફ મેકવાનને "કુમાર સુવર્ણ ચંદ્રક" એનાયત


 જાણીતા ગુજરાતી સામાયિક "કુમાર" દ્વારા દર વર્ષે કાવ્યો, ચરિત્ર, સાહિત્યિક લેખો વગેરેને ધ્યાનમાં રાખીને કોઈક વિશિષ્ટ સર્જક માટે "કુમાર સુવર્ણ ચંદ્રક" આપવામાં આવે છે. આ સંદર્ભમાં ઈ.સ. 2013નો "કુમાર સુવર્ણ ચંદ્રક" ગુજરાતી સાહિત્યના પ્રસિધ્ધ કવિશ્રી યોસેફ મેકવાનને એનાયત કરવામાં આવ્યો છે.આ અંગેના નિર્ણાયકો તરીકે  ડો. શ્રી ચિમનલાલ  ત્રિવેદી, શ્રી વિનોદ ભટ્ટ અને ડો. શ્રી ચંદ્રકાંત શેઠ હતા. 

 2012માં કવિ શ્રી યોસેફ મેકવાનને દિલ્લી સાહિત્ય અકાદમીનો બાળ સાહિત્ય અંગેનો રાષ્ટ્રીય કક્ષાનો એવોર્ડ "આવ હયા, વાર્તા કહું"  બાળ વાર્તા સંગ્રહ માટે એનાયત થયો હતો. 

 છઠ્ઠા દાયકાના ગુજરાતી સાહિત્યના આધુનિક પ્રવાહના શ્રી યોસેફ મેકવાન નોંધપત્ર સર્જક છે તેમના જાણીતા ગ્રંથોમાં 'સ્વગત' (1969), 'સુરજનો હાથ'(1983), 'અલખનો અવસર'(1994), 'અવાજના એક્ષ રે' (2000) વગેરે નોંધપાત્ર છે.

 'સબંધ વિનાના સેતુ' એ લઘુ નવલ અને વાર્તાઓ છે. 'હળવે હાથે' (વ્યંગ નિબંધો) 'કાન હોઈ તે સંભાળે'(લઘુ નિબંધ) જેવા ગધ ગ્રંથો છે 

 'પ્રાણી બાગની સેર', 'પમરાટ', 'કલરવ', 'વાહ રે વાર્તા વાહ', 'રુમ ઝૂમ પતંગીયું', 'જાદુઈ પીછું', ઢીચકું 'તોફાન', 'ડીંગ ડોંગ, ડીંગ ડોંગ' આ સંચયોને પણ ગુજરાત સરકારના ઇનામો મળ્યા છે.

 આપણી ગુજરાતની ધર્મ સભા માટે એમનું જાણીતું અનમોલ પ્રદાન તે 'સંપૂર્ણ બાઈબલ'માં આવતા સ્તોત્રો ને છંદોબધ્ધ ગુજરાતીમાં કર્યા છે.

કવિ શ્રી યોસેફ મેકવાનને "કુમાર સુવર્ણ ચંદ્રક" માટે BBN અને આપણા સૌ તરફથી હાર્દિક અભિનંદન.

- ડો. થોમસ પરમાર

2012માં જયારે તેમને દિલ્લી સાહિત્ય અકાદમીનો બાળ સાહિત્ય અંગેનો રાષ્ટ્રીય કક્ષાનો એવોર્ડ "આવ હયા, વાર્તા કહું"  બાળ વાર્તા સંગ્રહ માટે એનાયત થયો હતો ત્યારે તેમની BBN  સાથેની મુલાકાત માટે નીચે આપેલ વીડિઓ નિહાળશો 




BBN - Bhume Broadcasting Network

    

3 Add comments:

  1. That's a great news. Kavi has always been a quiet person. I'm glad his contribution to Gujarati literature keeps receiving such recognitions. Please convey my congratulations to him.
    Francis G. Parmar, SJ

    ReplyDelete
  2. Congratulations to Shri Yoseph Macwan. You are one of the leading poet of Gujarati litureture. We are proud of you. - Rajesh Christian

    ReplyDelete
  3. Congrates ! Shri shri Yosef Macwan.
    With using only few words gives impact And that wisdom can be found with year litretures, wow + I am proud of you, 'Kan hoy to sambre. Great.
    Francis Bruno

    ReplyDelete


Thank you and stay connected