Friday, December 2, 2011

E-Retreat in Gujarati based on Spiritual Exercises Part- 1

વિડિઓ ઉપર ક્લિક કરી હવે તમે  જાતેજ પ્રભુમય થઇ  શકો છો



પ્રભુ મારી સંભાળ રાખે છે  

સિદ્ધિઓ  મેળવ્યા પછી પણ કંઇક રહી જાય છે ? કંઇક ખાલીપણું લાગે છે?  એવું તો શું છે કે આત્મા ને શાંતિ નથી ?   આવો, ધ્યાન ધરીએ અને ચકાસણી કરીએ કે તે શું છે.

   ધ્યાનનો પહેલો દિવસ 


ઇસુ મારી કાળજી કાયમ માટે રાખે છે, ભલે આપણે  આપણી અને બીજાની કાળજી અને પ્રેમ રાખવામાં ભૂલી જતા હોઈશું પણ ઈસુની કાળજી અને પ્રેમ કાયમ માટે રહે છે. મોટા ભાગે આપણે પોતાનું અને બીજાનું મૂલ્ય પગારના આંકડાથી, ડીગ્રીના હોદ્દાથી અને કામની સિદ્ધિઓથી આંકતા હોઈએ છીએ. આપણે  કોણ છીએ તે ભૂલી જતા હોઈએ છીએ. આપણે ભગવાનના સંતાનો છીએ અને આપણી કિમંત અમૂલ્ય  છે.
     
   આ અઠવાડિયા દરમ્યાન આપણે આપણી સાચી વાસ્તવિકતાનો આત્મસાદ કરીએ તો કામની ગુણવત્તા,  દિલમાં શાંતિ, કુટુંબમાં પ્રેમ, નોકરીઓમાં પ્રગતિ સાંધી શકાશે. ભગવાનના સંતાનોને શોભા આપે એવી રીતે રહીએ ત્યારે આપણી અનુભૂતિમાં અને કાર્યમાં ગુણવત્તાભર્યા પરિણામ આવશે.

 કામમાં  વ્યસ્ત રહેતા લોકો માટે ધ્યાનના આ પ્રથમ દિવસે ઈશ્વરના મારા માટેના અઘાડ અને અંગત પ્રેમ અને કાળજી હું ફરીવાર તાજગીથી અનુભવવા માંગું છું.

આ માટે મદદરૂપ થઇ  શકે તે માટે નીચેના પાયાના મુદ્દાઓનો સહારો લઇ શકાશે  

મારા જીવનરૂપી ઘડાને આકાર આપવા માટે ઘણો બધો કાચો સમાન એમને એમ પડ્યો છે : એ કાચો સામાન મારા સબંધો હોઈ શકે અથવા મારામાં રહેલી વિવિધ સુષુપ્ત શક્તિઓ કે કળાઓ હોઈ શકે.આ બધી ચિંતાઓમાં ગળાડુબ   એવો હું એ સત્ય ને માણવા આજે  ઈશ્વર સમક્ષ આવું છું: હું ઈશ્વરનું અજોડ સર્જન  છું . હું ઈશ્વરનું  વહાલું સંતાન છું

 પ્રભુ આપણાં દરેકની સંભાળ રાખે છે તે અનુભવવા માટે  આવો થોડીવાર ધ્યાન ધરીએ અને નક્કી કરીએ કે હું પ્રભુ સાથે કેવી રીતે રહી શકું અથવા મારા કામના સમયે પણ હું કેવી રીતે તેમને મારી પાસે રાખી શકું કેવી રીતે હું તેમની  સાથે રહી શકું તે ધ્યાન ધરી તપાસીએ. વધુ માહિતી માટે ઉપર આપેલ સુંદર વીડિઓ નિહાળશો..

વિડિઓને  સુંદર બનાવવા માટે BBNની આણંદની  ટીમ , રોમિકા જોન્સન, એકતા ફિલિપ તથા કેની મેક  અને નડિયાદ સેન્ટ આન્ના સ્કૂલના સિ. સુનિતા, સિ. શારદા અને સિ સુર્યાનો ઉત્તમ ફાળો રહેલો છે.

     "કામમાં વ્યસ્ત રહેતા લોકો માટે ધ્યાન ( રીટ્રીટ )" નામની પુસ્તિકા જે  રેવ. ફા. ધર્મરાજ લોરેન્સ એસ. જે. ની મહેનત અને રેવ ફા. રાયમુંદ  ચૌહાણ એસ જે ના ભાવાનુવાદ છે તેનો ઉપયોગ કરી ખાસ આપનાં માટે દર શનિવારે (નાતાલ સુધી) રજુ કરીશું.

આવો, આપણે  સાથે પ્રભુના આગમનની તૈયારી કરીએ.

- આપનું  BBN            
    

Related Posts:

  • A beautiful Bhajan and DanceA beautiful Bhajan and Dance of Nadiad group on Mother Teresa Birthday celebration at St. Xavier's College Hall in Ahmedabad, Gujarat. The dance brings out the talent of our Catholic girls.Courtesy: Gurjarvani,Ahmedabad… Read More
  • International Day of Nonviolence Oct.2, 2010Since 2005, OraWorldMandala – a world theatre for Ahimsa through Art - and Gujarat Vidyapith together with twelve different religious communities in and around the city of Ahmedabad have been making an experimental attempt f… Read More
  • Year of the YouthHi friends… I do not have words to express my joy of yesterday’s event.I thank God the Father, Son and the Spirit for their blessings upon ICYM…trust me… I can feel it.I thank our Bishop for declaring this year as Year of the… Read More
  • ખંભોળજના માતા મારિયા Read More
  • Children mass celebration God always loves children. Jesus also said that the kingdom of God belongs to them giving a thought to this Fr. Martin (Vadtal Parish) with the help of Raju Macwan conducted Children mass on Sunday morning at Bhumel Catholi… Read More

4 Add comments:

  1. Oh wonderful!!!!! Congrats Vijay

    ReplyDelete
  2. nice e-retreat, good thought. let all be his people through this media

    ReplyDelete
  3. Nice presentation. Congrats to the team

    ReplyDelete
  4. Fr. Xavier Amalraj S.J.December 4, 2011 at 10:45 AM

    Good beginning and well done. Fr. Xavier Amalraj S.J.

    ReplyDelete


Thank you and stay connected