Monday, February 6, 2012

Gidh Madali Aaya No Medo_Nana BandarPada

Please click on the video for Nana Bandarpada Medo_ A religious get together on a mountain at the Shrine of Mother Mary. This video contains the procession

મોટી માનવ મેદની તથા ડુંગરોમાંથી પસાર થતું સરઘસ માટે વીડિઓ નિહાળશો




તા.૦૫-૦૨-૨૦૧૨ ના રોજ નાના બંદરપાડા ગામે એક રળિયામણો, કેસુડાના ફૂલોથી છવાયેલો ડુંગર આવેલો છે ત્યાં માતા મરિયમના મેળાનું અને વ્યારા-માંડળ  ધર્માંસભાની સુવર્ણ જયંતીના સમાપન કાર્યક્રમનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.

 અહી આદિવાસી ભાઈ-બહેનોનો માતા મરિયમ પ્રત્યેનો અપાર પ્રેમ માનવ મેદની જોઇને રજુ થતો હતો . લગભગ ૬ હજારની આસપાસ શ્રધાળુઓએ ભક્તિપૂર્વક ભાગ લીધો હતો. આ ડુંગર "ગીધ માળાલી આયા" તરીકે ઓળખવામાં આવે છે. દંત કથા પ્રમાણે આ ડુંગર પર ગીધનો વાસ હતો અને ત્યાં ટોચ ઉપર પવિત્ર મારિયાનું તીર્થ ધામ બનાવવામાં આવ્યું તેથી ગીધ માળા આયા તરીકે ડુંગર  અને માતા મરિયમ પ્રચલિત થવા લાગ્યા.

૧૯૭૧ માં નાના બંદરપાડાના લોકોએ ફા. કોરલ એસ. જે. આગળ તીર્થધામ બનાવવાની વાત મુકેલ, લોકો અને માતા મરીયમ માટે સર્વ કઈ કરી છુટનાર રેવ, ફાદરે લોકોની મદદથી એકજ દિવસમાં ડુંગર ઉપર જવાનો માર્ગ તૈયાર કરેલ અને ડુંગરની ટોચ ઉપર તીર્થ ધામની સ્થાપના કરી હતી. સમય જતા આ ડુંગર પર માતા મરિયમની ભક્તિ પ્રચલિત બની અને દર ફેબ્રુઆરીના પહેલા રવિવારે લોકો દ્વારા મેળાનું આયોજન થવા લાગ્યું. આ મેળામાં ગામડાઓમાંથી આદિવાસી ભાઈઓ તથા બહેનો અને ઘણા ખરા દુર શહેરોમાંથી પણ શ્રધાળુઓએ  આ દિવસે મોટી સંખ્યામાં મુલાકાત લે છે.

ગઈ કાલે આ મેળાની શરૂયાત ડુંગર નીચેથી ગુલાબમાળા અલગ અલગ ગામોની ટુકડીઓ દ્વારા કરવામાં આવી હતી અને સરધસ રૂપે ડુંગર મધ્યે મંડપમાં પહોચ્યા હતા ( વધુ માહિતી માટે વિડીયો નિહાળશો) જ્યાં ભવ્ય ખ્રિસ્ત યજ્ઞ અર્પણ કરવામાં આવ્યો હતો. ખ્રિસ્ત યજ્ઞ દરમ્યાન અર્પણ વિધિ સુંદર આદિવાસી સંસ્કૃતિ નૃત્ય દ્વારા કરવામાં આવી હતી. અહી આદિવાસી સંસ્કૃતિનો સમન્વય ખ્રિસ્ત યજ્ઞમાં જોવા મળતો હતો જેનો શ્રેય રેવ. ફા. ગલ્દોસ એસ. જે. ને જાય છે.

આ સુંદર પ્રસંગે ઇસુ સંઘના રેવ. ફા. વેલી ડી'સોઝા, રેવ. ફા ગલ્દોસ , રેવ. ફા.અરાના. ફા, રોનાલ્ડ સલધાના ફા.કિશોર, ફા.ફ્રાન્સીસ ડી'સા, અને વડોદરાના વિકાર જનરલ રેવ ફા જોયેલ અને સંત આન્નાના સાધ્વી બહેનો, સેન્ટ અર્સલાના સાધ્વી બહેનો તથા બીજા ફાદર સીસ્ટરોની હાજરીથી અને ખાસ કરીને મોટી માનવ મેળાની થી આ પ્રસંગ સુંદર રીતે ઉજવવામાં આવ્યો હતો.

આ સુંદર કાર્યક્રમને તમારા સુધી રજુ કરવા માટે ફા. રોનાલ્ડ સલધાના એસ. જે. દ્વારા વ્યારામાં ખાસ સુવિધા  બી. બી.એન ને આપી છે અને આજે તેમનો હ્રુદયપૂર્વક બી. બી. એન. ખાસ અભાર માને છે.  

ફોટો વીડિઓ 
બી.બી.એન.

Related Posts:

  • IT’S OUR TURN TO LEAD! - Fr. Cedric Prakash sj IT’S OUR TURN TO LEAD! (Reflections by a Jesuit on April 22nd 2015) -Fr. Cedric Prakash sj*  It is Earth Day once again and on this 45th anniversary when the focus of every citizen is on what are we doing to Mother … Read More
  • Dr. Vincent Christian sharing his Faith Experience Please click on the video to listen to Dr. Vincent Christian who had cancer and was survived. He is sharing his faith experience with us. ડો. વિન્સેન્ટને કેન્સર થયું હતું તે સમયે તેમને  પ્રભુનો અનુભવ આપણી સાથે રજુ… Read More
  • Dharmasetu - April - 2015 Please click on the below given Cover page for Dharmasetu-April-2015 Please click here if not able to view : Dharmasetu April-2015 … Read More
  • Audio Gospel for Sunday 26-April-2015 Please click on the below given link to listen to audio Gospel for Sunday 26-April-2015 રવિવારનો શુભ સંદેશ તા. 26-એપ્રિલ-2015 નીચે આપેલ લીનક ઉપર ક્લિક કરશો  રવિવારનો ઓડિયો શુભ સંદેશ   … Read More
  • Funeral : Sr. Emelda L.D. - Life Lived - Life remembered Please click on the video Please click for funeral photos Funeral photos Life Lived- Life remembered What should I say? For the Death of our Sr. Emelda L.D. Should i say that it is a loss to my Congregation? … Read More

3 Add comments:

  1. Show something about the forest land issue also and the movement begun by RSSS to make the tribals owner of their land. Fr William sj

    ReplyDelete
  2. Nice Sir,

    I see this firtst time

    Enjoyed... Keep it up...

    Shreyas Macwan

    ReplyDelete
  3. From east The Word of God spread in west. see the result of west in Adivasi village, we can observ the root of faith in christ.
    Thanks toBBN
    Francis Bruno+

    ReplyDelete


Thank you and stay connected