Monday, February 6, 2012

Gidh Madali Aaya No Medo_Nana BandarPada

Please click on the video for Nana Bandarpada Medo_ A religious get together on a mountain at the Shrine of Mother Mary. This video contains the procession

મોટી માનવ મેદની તથા ડુંગરોમાંથી પસાર થતું સરઘસ માટે વીડિઓ નિહાળશો




તા.૦૫-૦૨-૨૦૧૨ ના રોજ નાના બંદરપાડા ગામે એક રળિયામણો, કેસુડાના ફૂલોથી છવાયેલો ડુંગર આવેલો છે ત્યાં માતા મરિયમના મેળાનું અને વ્યારા-માંડળ  ધર્માંસભાની સુવર્ણ જયંતીના સમાપન કાર્યક્રમનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.

 અહી આદિવાસી ભાઈ-બહેનોનો માતા મરિયમ પ્રત્યેનો અપાર પ્રેમ માનવ મેદની જોઇને રજુ થતો હતો . લગભગ ૬ હજારની આસપાસ શ્રધાળુઓએ ભક્તિપૂર્વક ભાગ લીધો હતો. આ ડુંગર "ગીધ માળાલી આયા" તરીકે ઓળખવામાં આવે છે. દંત કથા પ્રમાણે આ ડુંગર પર ગીધનો વાસ હતો અને ત્યાં ટોચ ઉપર પવિત્ર મારિયાનું તીર્થ ધામ બનાવવામાં આવ્યું તેથી ગીધ માળા આયા તરીકે ડુંગર  અને માતા મરિયમ પ્રચલિત થવા લાગ્યા.

૧૯૭૧ માં નાના બંદરપાડાના લોકોએ ફા. કોરલ એસ. જે. આગળ તીર્થધામ બનાવવાની વાત મુકેલ, લોકો અને માતા મરીયમ માટે સર્વ કઈ કરી છુટનાર રેવ, ફાદરે લોકોની મદદથી એકજ દિવસમાં ડુંગર ઉપર જવાનો માર્ગ તૈયાર કરેલ અને ડુંગરની ટોચ ઉપર તીર્થ ધામની સ્થાપના કરી હતી. સમય જતા આ ડુંગર પર માતા મરિયમની ભક્તિ પ્રચલિત બની અને દર ફેબ્રુઆરીના પહેલા રવિવારે લોકો દ્વારા મેળાનું આયોજન થવા લાગ્યું. આ મેળામાં ગામડાઓમાંથી આદિવાસી ભાઈઓ તથા બહેનો અને ઘણા ખરા દુર શહેરોમાંથી પણ શ્રધાળુઓએ  આ દિવસે મોટી સંખ્યામાં મુલાકાત લે છે.

ગઈ કાલે આ મેળાની શરૂયાત ડુંગર નીચેથી ગુલાબમાળા અલગ અલગ ગામોની ટુકડીઓ દ્વારા કરવામાં આવી હતી અને સરધસ રૂપે ડુંગર મધ્યે મંડપમાં પહોચ્યા હતા ( વધુ માહિતી માટે વિડીયો નિહાળશો) જ્યાં ભવ્ય ખ્રિસ્ત યજ્ઞ અર્પણ કરવામાં આવ્યો હતો. ખ્રિસ્ત યજ્ઞ દરમ્યાન અર્પણ વિધિ સુંદર આદિવાસી સંસ્કૃતિ નૃત્ય દ્વારા કરવામાં આવી હતી. અહી આદિવાસી સંસ્કૃતિનો સમન્વય ખ્રિસ્ત યજ્ઞમાં જોવા મળતો હતો જેનો શ્રેય રેવ. ફા. ગલ્દોસ એસ. જે. ને જાય છે.

આ સુંદર પ્રસંગે ઇસુ સંઘના રેવ. ફા. વેલી ડી'સોઝા, રેવ. ફા ગલ્દોસ , રેવ. ફા.અરાના. ફા, રોનાલ્ડ સલધાના ફા.કિશોર, ફા.ફ્રાન્સીસ ડી'સા, અને વડોદરાના વિકાર જનરલ રેવ ફા જોયેલ અને સંત આન્નાના સાધ્વી બહેનો, સેન્ટ અર્સલાના સાધ્વી બહેનો તથા બીજા ફાદર સીસ્ટરોની હાજરીથી અને ખાસ કરીને મોટી માનવ મેળાની થી આ પ્રસંગ સુંદર રીતે ઉજવવામાં આવ્યો હતો.

આ સુંદર કાર્યક્રમને તમારા સુધી રજુ કરવા માટે ફા. રોનાલ્ડ સલધાના એસ. જે. દ્વારા વ્યારામાં ખાસ સુવિધા  બી. બી.એન ને આપી છે અને આજે તેમનો હ્રુદયપૂર્વક બી. બી. એન. ખાસ અભાર માને છે.  

ફોટો વીડિઓ 
બી.બી.એન.

Related Posts:

  • Holy Priesthood - called by God Please click on video   This sacrament is also sent from God. It was established by Christ with the calling of His disciples, giving them the authority to loose and bind the sins of the people, and sending the… Read More
  • Isu bolya lo juvo and Last supper in Mission Road, Nadiad. Please click  on the video for hymn  Isu bolya lo juvo and Last supper in Mission Road, Nadiad. Please click the below given link for photos Maundy Thursday at Mission Road, Nadiad - BBN … Read More
  • Good Friday in Gamdi-Anand Please click on the video  આજે પવિત્ર શુક્રવારને રોજ મોટી સંખ્યામાં ભક્તજનો ગામડી-આણંદમાં આવ્યા હતા. આ સમયે ઘણા લોકોએ પ્રાયશ્ચિત કર્યું હતું અને ત્યારબાદ પવિત્ર વિધિમાં ભાગ લીધો હતો  Please click on th… Read More
  • Lent is Spring, A Lenten Reflection By Rev. Fr. Vinayak Jadav S.J. તપઋતુ એટલે વસંતઋતુ  અને શણગારની ઋતુ  આ બોધ સંભાળવા માટે વીડિઓ ઉપર ક્લિક કરશો     Lent is Spring, A Lenten Reflection By Rev. Fr. Vinayak Jadav S.J. Please click on the video Kindly let u… Read More
  • Way of the Cross - Mission Road - Nadiad Please click on the video for Way of the Cross which was organized by Youth of Catholic Church, Mission Road, Nadiad Video Arvindbhai Dabhi, Nadiad … Read More

3 Add comments:

  1. Show something about the forest land issue also and the movement begun by RSSS to make the tribals owner of their land. Fr William sj

    ReplyDelete
  2. Nice Sir,

    I see this firtst time

    Enjoyed... Keep it up...

    Shreyas Macwan

    ReplyDelete
  3. From east The Word of God spread in west. see the result of west in Adivasi village, we can observ the root of faith in christ.
    Thanks toBBN
    Francis Bruno+

    ReplyDelete


Thank you and stay connected