ડિસેમ્બર 2012માં બેન રેગીનાના પ્રભુમય કાર્યને નવાજનાર આપણા નામદાર મહાશ્રી પોપ બેનેડીક્ટ સોળમાં જેઓએ બેન રેગીનાના પ્રેષિતિક કાર્યને પોતાના પુરસ્કારથી બિરદાવ્યા.
Please click to listen to her
સકળ લોકમાં સહુને વંદે, નિંદા ન કરે કેની રે,... ધન ધન જનની તેની રે ...
નરસી મહેતાની આ પંક્તિ આજે મને સાચી પડતી હોય તેમ લાગે છે જયારે બેન રેગીનાના જીવનમાં ડોકિયું કરીએ તો પ્રેમ, પ્રાર્થના, પવિત્રતા અને પરિશ્રમના પર્યાયી એટલે બેન રેગીના જોવા મળે .
મૂળ વડતાલ ગામના વતની બેન રેગીનાનો જન્મ તા 07-07-1938માં થયો હતો. પોલિયાના રોગે તેમને ભરખી લીધા પણ મન મક્કમ અને કઠોર પરિશ્રમ તેમના જીવનનો ધ્યેય બની ગયો. બેન રેગીના બિચારા બની બેસી રહે તેમ નહોતા. ભણવામાં હોશિયાર અને જીવનમાં કંઈક કરવું છે એવી ધગશવાળા આ બેનમાં પોતાનું જીવન પ્રભુ માટે જીવવું એવી હાકલ બાળપણમાં સંત મારિયા ગોરેતીની જીવન કથા વાંચી ને મળી અને આ જીવન કથાએજ તેમને સન્યાસી બનવાની પ્રેરણા આપી.
સ્વ. સિસ્ટર ઝેવિયર એલ. ડી. પાસેથી બાળપણમાં ધર્મ શિક્ષણ મેળવ્યું હતું . બાળપણમાંજ જયારે તેમના ભાઈ અમસ્તે પૂછતા કે, "બેન તું મોટી થઇ ને શું કરીશ?" ત્યારે બેન રેગીના કહેતા કે, "હું તો સાધ્વી બનીશ" ત્યારે ભાઈ કહેતા તારા પગની ખોળને લીધે તી સાધ્વી ના ની શકે પણ હું ફાધર બની શકીશ .
ઇ.સ.1954માં બેન રેગીનાએ ફાઈનલ પાસ કર્યું અને તરતજ તેઓને વડતાલની મિશન સ્કુલમાં શિક્ષિકા તરીકેની નોકરી મળી ગઈ. આ શિક્ષણ કાર્ય કરતા તેમની ઈચ્છા સિસ્ટર બનવાની હતી એ બાબતે તેમણે તપાસ કરાવી તો તેમને જાણવા મળ્યું કે તેમણે બીશપની પરવાનગી માંગવી પડે જે અનુસંધાનમાં બીશપ સાથે પત્ર વ્યવહાર કર્યો. કમનસીબે બિશપ તરફથી પરવાનગી ન મળી પણ બેન રેગીનાએ મક્કમ નિર્ધાર કરી જ લીધો હતો કે પોતે સન્યાસી જીવન જ પસંદ કરશે. તે સમય દરમ્યાન સિ. જેરોમ એફ. સી. (ડોટર્સ ઓફ ધ ક્રોસ) ગમે ગમે પોતાનું પ્રેષિતિક કાર્ય કરતા. વડતાલ ગામમાં પણ તેઓ જતાં. બેન રેગીના સિ. જેરોમને મળ્યા અને પોતાની સિસ્ટર બનવાની ઈચ્છા વ્યક્ત કરી.
સ્વ. સિ.જેરોમે કહ્યું, "તમારી સિસ્ટર બનવાની ઈચ્છા છે તો ચાલો, પોપની પરવાનગી લઈએ." સ્વ. સિસ્ટર જેરોમની મદદથી પોપ તરફથી પરવાનગી મળી ગઈ .
ઇ.સ.1961 માં બેન રેગીના આણંદમાં સેન્ટ ફ્રાન્સીસ ઝેવિયર હોમમાં સી. જેરોમ સાથે આવ્યા. સી. જેરોમે તેમને નડિયાદ મોન્ટેસરી કોર્સ માટે મોકલ્યા. નાની દીકરીઓની કોન્વેન્ટમાં રહેવાની વ્યવસ્થા કરી આપી 1962 માં આ કોર્સ પૂરો કરી આણંદ વિમલ મરિયમ સ્કુલમાં શિક્ષિકા તરીકેની સેવા શરૂ કરી અને ત્યાર પછી 1969માં બિશપના હસ્તે ખાનગી વ્રત અને 1978માં છેલ્લા વ્રત લીધા. 1962 થી આજ દિન સુધી બેન રેગીના સેન્ટ ફ્રાન્સીસ ઝેવિયર હોમમાં પોતાનું સેવા કાર્ય કરી રહ્યા, ત્યારથી આજ દિન સુધી હજારો બાળકોને પ્રભુનું જ્ઞાન આપ્યું છે અને પ્રાર્થનામય તરફ દોર્યા છે તેમણે હજારો બાળકોને ખ્રિસ્ત પ્રસાદ અને પ્રાયશ્ચિત સંસ્કાર માટે તૈયાર કરતા આવ્યા છે.
બાળકોના વહાલા અને સર્વમાં ભળી જનારા બેન રેગીનાની આ ઉત્તમ સેવા આપનારને નામદાર પોપ સાહેબ બેનેડીક્ટ સોળમાંએ તેમના પ્રેષિતિક કાર્યને ધ્યાનમાં લઇ બેન રેગીનાને પુરસ્કાર આપી તેમને બિરદાવ્યા છે .
- સિ. આનંદી એફ. સી.
Congratulations Sr Regina! Great news!!
ReplyDeleteThe people of Vadtal parish,Anand parish and all the LD sisters must be delighted to hear this news! Specifically, the children who studied under Sr Regina will recall how dedicated she is. She was my teacher from 1st to 4th standard in Vadtal mission school. In addition to education, she was instrumental for a solid spiritual foundation in the children.
I join with all others who are overjoyed to hear this news and wish Sr Regina a long and happy journey on the path of our Lord Jesus.
Paul Macwan (Toronto, Canada)
Sorry Vijay, Sr Regina was working in Daughters of Cross, not the LD. Please read accordingly.
ReplyDeletePaul Macwan
Regins ben ne abhinandan...........
ReplyDeleteCongratulation Ben Regina, Church has recognized your work. Thanks to Pope and big thanks to BBN for sharing the info and beautiful video
ReplyDeleteCongratulation dear Sr. Regina...
ReplyDeleteCongratulation dear Sr. Regina...
ReplyDeleteBen Regina tamne khub khub abhinandan
ReplyDelete- Anand
Ben Regina ne abhinandan
ReplyDeleteMany congratulations to Sr Regina !!!!! When we are celebrating "The Year Of Faith", people like Ben Regina has given their life for Faith Formation of the future generation. May God help her to continue her Missionary work. - Rajesh Christian
ReplyDelete