Friday, February 7, 2014

6th Senior Citizen Foram Day - Gamdi-Anand

વધુ ફોટો માટે નીચે લિંક ઉપર ક્લિક કરશો
Please click on the link for more photos
6th Senior Citizen Foram Day - Gamdi-Anand

ગઈ કાલે તા 06-02-2014 ના રોજ ગામડી-આણંદ ખાતે સિનીયર સિટીઝન ફોરમના છઠ્ઠા સ્થાપના દિન અને રેવ. ફા. આલ્બર્ટ દલગાડોના જન્મદિનની ઉજવણી કરવામાં આવી હતી.

ડાબી બાજુથી રેવ. ફા ફ્રાન્સીસ પરમાર, ઇસુ સંઘના પ્રાંતપતિ
 આ કાર્યક્રમની શરૂયાત રેવ. ફા. ફ્રાન્સીસ પરમારે(ગુજરાત ઇસુ સંઘના પ્રાંતપતિ) ખ્રિસ્તયજ્ઞ અર્પણ કરીને કરી હતી.ત્યારબાદ 10:30 વાગે પ્રાર્થના, શાસ્ત્ર પઠન બાદ દીપ પ્રગટવામાં આવ્યો હતો. મહેમાનોનું ફૂલ  આપી તથા શાલથી સન્માનિત કર્યા હતા. 

 આ પ્રસંગે ફા. પરીઝા ફા. આલ્બર્ટ શિષ્યવૃત્તિ માટે સભ્યો તથા અતિથી વિશેષ તરફથી મળેલ દાન રૂપિયા 1 લાખ  એક હાજર એકસો અગીયાર પ્રમુખશ્રી પીયુસભાઈ તથા કારોબારી સભ્યો દ્વારા ફા. આલ્બર્ટને  અર્પણ કર્યા હતા. 

રેવ. ફા આલ્બર્ટ દલગાડો
 આપણી ઉગતી પેઢી અભ્યાસ અર્થે આગળ વધે, સમાજ અને ધર્મસભાને આગળ ધપાવે તેવી લાગણી એકસો પચાસથી પણ વધુ હાજર રહેલ વડીલોમાં જોવા મળી હતી. સિનીયર સીટીઝન માટે આવા કાર્યક્રમો તેમને કાર્યરત અને સમાજને મજબુત બનાવવાનું સિંચન કરતા રહે છે.

આ કાર્યક્રમ દરમ્યાન રેવ. ફા આલ્બર્ટ દલગાડો  સીત્તેરમાં જન્મદિનની ઉજવણી પણ કરવામાં આવી હતી. તેમનેં માટે સર્વે હાજર લોકોએ શુભેચ્છાઓ પાઠવી તેમની સેવાઓને બિરદાવી હતી.    

પ્રમુખશ્રી પીયુષભાઈ
 આ પ્રસંગે ફોરમના પ્રમુખશ્રી પીયુષભાઈ વાર્ષિક અહેવાલ આપી અને  સર્વેનો અભાર માન્યો હતો ફા. ફ્રાન્સીસે  ફોરમની પ્રવૃત્તિઓને બિરદાવી હતી. તેમણે વૃદ્ધત્વ અને ઘડપણનો ભેદ સમજાવ્યો હતો અને સિનીયર સીટીઝન સમાજને અને ધર્મસભાને ઉપયોગી બને છે તેનાથી માહિતીસભર બનાવ્યા હતા 

 આ સુંદર દિવસે  રેવ. ફા ફ્રાન્સીસ પરમાર, ફોરમના અધ્યક્ષ  ફા આલ્બર્ટ દલગાડો તથા અતિથિ  વિશેષ શ્રી કાન્તીભાઈ (સંયુક્ત નિયામક વિકસતી જાતિ, ગાંધીનગર, નિવૃત), શ્રી યાકુબભાઈ પરમાર (મેનેજર, બેંક ઓફ ઇન્ડિયા,આણંદ, નિવૃત) તથા આણંદ  જીલ્લા સી સી ફેડેરેશન ના અધ્યક્ષશ્રી બીપીન પંડ્યાની ઉપસ્થિતિમાં આ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું.


અંતે સર્વે સાથે મળી ભોજન લઇ છુટા પડ્યા હતા. ફોરમના પ્રમુખશ્રી પીયુષભાઈ તથા સભ્યો અને હાજરી આપનાર સર્વેનો બી. બી એન અભાર માને છે. 

BBN
Bhumel Broadcasting Network

0 Add comments:

Post a Comment


Thank you and stay connected