Saturday, February 15, 2014

કોર​વી માતા, ડેડિયાપાડાનો ઈતિહાસ - The History of The Korvi Shrine

A lot of tribals and the pilgrims visited Korvi and asked Mother Mary to take their prayers to God on 14- Feb-2014. The Korvi Shrine is on a hill and surrounded by a lot of trees.

Please click for more photos

Click the speaker icon to Pause the background music
        કોર​વી માતા, ડેડિયાપાડાનો ઈતિહાસ 

ગુજરાતમાં ઘણાં ખ્રિસ્તી ભાઈ-બહેનો પ​વિત્ર મારિયાના દેવળોમાં જાય છે, પરંતુ જો સૌથી વધારે કોઈ જગ્યા ઉપર ઉપસ્થિત થતા હોય તો તે કોર​વી માતા છે.

 આજથી ૪૦ વર્ષ પહેલાંની વાત છે. ફાધર બરેચી એસ​.જે. ડેડિયાપાડા તાલુકાના નિવાલ્દા ગામમાં કામ કરતા હતા. દર ર​વિવારે કોર​વી ગામથી ૪૦ જેટલાં ભાઈ-બહેનો ખ્રિસ્તયજ્ઞમાં ભાગ લેવા માટે ૧૨ કિલોમીટર ચાલીને પગપાળા નિવાલ્દામાં આવતા હતા.

આશીર્વાદ આપતા ફા. બરેચી 
  આ લોકોની શ્રદ્ધા જોઈ ફાધર આશ્ચર્યચકિત થઇ ગયા. એમણે વિચાર કર્યો હું એ ગામમાં જઈને રીટ્રીટ કરીશ. ફધરે લોકોને રજૂઆત કરી, તમારા ગામમાં કોઈ એક શાંત જગ્યા મને આપજો જેથી હું પ્રાથના કરું. લોકોએ આ કોર​વી માતાની જગ્યા બતાવી. એ જગ્યા શાંત હતી. એ જગ્યાએ બે નદીઓ મળતી હતી, ન્હાવા-પીવા માટે પૂરતું પાણી મળતું હતું. ફાધર ત્યાં પ્રાર્થના કરતા હતા અને લોકો વારાફરથી એમને ખાવાનું મોકલતા હતા. રાત્રે ગામના બધાં લોકો ભજન​-કીર્તન માટે એ જગ્યા ઉપર આવતા હતા. ફાધરે છેલ્લે દિવસે આ ભક્તોને ગુરુકંઠી આપ​વાનું નક્કી કર્યું. લોકોમાં ખૂબજ આનંદ-ઉત્સાહ હતો.

 તેઓએ આદિવાસી રિવાજ મુજબ એક બકરી લઈ આવ્યા.બકરીનો બલિ ચઢાવી અને એનું માંસ પ્રસાદ તરીકે તૈયાર કર્યું. ગુરુકંઠીની વિધિ પૂરી થઈ ત્યારે લોકોએ ફાધરને જણાવ્યું આજે અમે ખૂબ આનંદમાં છીએ. અહીં વિધિ કરીએ તે પહેલાં અમે બકરીનો બલિ ચઢાવ્યો છે અને તેનું માંસ પ્રસાદ તરીકે બધાં લોકોને આપવા માગીએ છીએ. ફાધરે એ લોકોને કહ્યું પ્રભુ ઈસુએ પોતાની જાતનો બલિ ચઢાવી અને પોતાનું માંસ ખ્રિસ્તપ્રસાદ તરીકે લોકોને આપ્યું છે. આ સાંભળીને લોકો રાજી રાજી થઈ ગયા. અને નક્કી કર્યું કે એ જગ્યા ઉપર એક નાનું દેરું બાંધ​વા માટે વસ્તુઓ લાવવી અને દેરું બાંધવું. 

 આ દેરું વધારે મજબૂત બનાવવા દરરોજ કામ કરતા તેવામાં ડેડિયાપાડાના એક ભાઈએ ફોરેસ્ટ ખાતામાં ફરિયાદ કરી, અને એમાં જેટલું બાંધ્યું હતું એનાથી વીસ ઘણું મોટું મંદિર કાગળ પર બતાવ્યું અને કાગળ ગાંધીનગર મોકલ​વામાં આવ્યો. ગાંધીનગરથી ફોરેસ્ટ ઓફિસર ઉપર હુકમ આવ્યો કે તમે એ જગ્યા ઉપર જઈને એ દેરું તોડી નાંખજો. એટલે ફોરેસ્ટ ઓફિસર અમુક માણસો લઈને આ સ્થળ ઉપર ગયા. ત્યાં તેમને એક આદિવાસી જામેલબાઈ મળ્યા. અને એમને વાત કરી કે અમે અહીંયા આ દેરું તોડ​વા આવ્યા છીએ. 

 આ સાંભળીને જામેલબાઈ પ​વિત્ર આત્માથી પ્રેરાઈને ફોરેસ્ટ ઓફિસરને કહ્યું,"દુનિયાભરમાં લોકો આ માતાને માન આપીએ એમાં તમને વાંધો શું? ભગ​વાનની બીક રાખો. આ તાલુકામાં પચાસ જેટલી દેરી હું તમને બતાવીશ​.એ બાંધ​વા માટે કોણે પરવાનગી લીધી છે. જો તોડ​વાનું પગલું ભરશો તો ભગ​વાન તમારી સાત પેઢી સુધી શાપ આપશે." આ શબ્દો સાંભળીને ફોરેસ્ટ ઓફિસર ત્યાંથી ચાલી ગયા. થોડા દિવસ પછી તે ફાધર બરેચીને મળ્યા અને પૂછ્યું પેલો નાનો ઠીંગણો માણસ કોણ છે? એના શબ્દો સાંભળી મેં મારા વિચારો બદલ્યા છે. ગામના લોકો સરકારને અરજી કરે, માતાજીનું કાચું મકાન છે એની જગ્યા ઉપર પાકું બાંધ​વા માટે પર​વાનગી આપે. ચાર હજાર લોકોએ સહી કરીને ગાંધીનગરમાં અરજી કરી. થોડા દિવસ પછી ગાંધીનગરથી પરવાનગી મળી. 

 ઈશ્વરની યોજના તો જુઓ જે ભાઈએ વીસ ઘણાં મોટા મંદિરની ખોટી ફરિયાદ કરી હતી, એટલું મોટું મંદિર બાંધ​વાની પર​વાનગી મળી. ટૂંક સમયમાં આદિવાસી સામાજિક કેન્દ્રને સરકારે જમીન આપી. આ જગ્યા ઉપર મારિયાનું કયું પૂતળું મૂક​વું? તેવું ફાધર વિચારતા હતા, તેમની પાસે એક રોમથી લાવેલું સુંદર પૂતળું હતું. બીજું આદિવાસી શિલ્પીએ લાકડાનું કોતરેલું પ​વિત્ર મારિયાનું પૂતળું હતું. બધાં લોકોએ આદિવાસી શિલ્પીએ કોતરેલું પૂતળું પસંદ કર્યું. આજે આ પૂતળું કોર​વીમાં પૂજાય છે. 

 એક વખત ફાધર કોર​વી ધામમાં ગયાં. ત્યાં જામેલબાઈ આવ્યા. ફાધરે એમને પૂછ્યું તમે પ્રાર્થના કર​વા માટે આવ્યા છો? જામેલબાઈએ કહ્યું,"મને તો પ્રાર્થના કરતાં આવડતું નથી. હું તો માતાના દર્શન કર​વા માટે આવું છું, પણ માતા મારા માટે પ્રાર્થના કરે છે." જામેલબાઈએ મંદિરથી થોડું દૂર એક ક્રૂસ મૂક્યો છે. ફાધરે જામેલબાઈને પૂછ્યું આ ક્રૂસનો અર્થ શો છે? જામેલબાઈએ જ​વાબ આપ્યો, આપણે તો આ દુનિયામાં થોડા દિવસના યાત્રીઓ છીએ, જ્યારે ભગ​વાન એમના રાજ્યમાં તમને બોલાવશે ત્યારે તમારું પાર્થિવ શરીર આ જગ્યામાં રાખ​વા માટે મેં વ્ય​વસ્થા કરી છે.

  ફાધર બરેચી દર અઠ​વાડિયે એક દિવસ મૌન પાળે છે. અમુક વખત ભક્તિ કર​વા કોર​વી જાય છે. એમનું કહેવું છે કે છેલ્લા ૪૫ વર્ષથી હું ડેડિયાપાડા વિસ્તારમાં કામ કરું છું. જે કામ મેં નિવાલ્દામાં, રેલ્વામાં અને નાની શિંગલોટીમાં કર્યું છે એ કોર​વી માતાના આશીર્વાદના પ્રતાપે છે.

કોર​વી માતા પોતાના સંતાનોને ચારેય દિશાથી બોલાવે છે. ત્યાં પહોંચ​વા માટે આજ સુધી કોઈ પાકો રસ્તો નથી. છતાં આખા વરસ દરમ્યાન કોર​વી માતાના દર્શન કર​વા માટે લોકો ઉમટી પડે છે.
- Special thanks to Rev. Jerry Sequiera SJ. Gujarat Sahitya Prakash - Anand

તા 14-02-2014 ના રોજ અહી ધાર્મિક મેળો હતો તે સમયની ઝાંખી જોવા માટે નીચેના વીડિઓ ઉપર ક્લિક કરશો. 
Please click on the video
           


- BBN - Bhumel Broadcasting Network

click HOME

0 Add comments:

Post a Comment


Thank you and stay connected