Saturday, May 13, 2017

રાવડાપુરામાં નવા ચર્ચનું ઉદ્ધઘાટન


આજે ૧૩-મે-૨૦૧૭ રાવડાપુરામાં નવા ચર્ચનું ઉદ્ધઘાટન માનનીય મહાધર્માધ્યક્ષ થોમસ મેકવાને આશીર્વાદ આપી અને પીઢ મિશનરી રેવ. ફા પરીઝાના હસ્તે રીબીન કાપી ધર્મજનો માટે દેવળ ખુલ્લું મુકવામાં આવ્યું હતું.

રાવળાપુરા સેન્ટ ફ્રાન્સિસ ઝેવિયર ચર્ચ ગામડી-આણંદ તાબામાં આવેલ છે. રાવડાપુરામાંથી ગુજરાતની ધર્મસભાને મોટી સંખ્યામાં પ્રભુના તેડાં મળેલા છે.

આજે અહીં સુંદર દેવળ ધર્મજનો માટે ખુલ્લું મુકવામાં આવ્યું છે , આ માટે રાવડાપુરાના સર્વે ધર્મજનોને ખુબજ અભિનંદન પાઠવા રહ્યા . ત્યાંના ધર્મપ્રેમી વડીલો, યુવા પેઢી રાત દિવસ એક કરી દાન ઉઘરાવી પોતાના અને પોતાની આવનારી પેઢી માટે આ પવિત્ર સ્થાન ઉભું કર્યું છે.

અહીંના સભા પુરોહિત રેવ, ફા. મેક્સિમ ના પડદા પાછળ રહી રાવડાપુરાની ધર્મસભાને જે ટેકો આપ્યો હતો તે અહીં નજરે દેખાતો હતો.

આ પ્રસંગે રાવડાપુરાના પણ દૂર રહેતા દીકરા દીકરીઓ આ શુભ પ્રસંગમાં હાજર રહેવા ઉમટીયા હતા. ઉદ્ધાટન સમયે રેવ ફા જેરી સિકવેરા, પીઢ મિશનરી રેવ. બ્રધર એબ્રીલ , રેવ. ફા આલબર્ટ દેલગાડૉ (પૂર્વ સભાપુરોહિત) રેવ. ફા અનિલ સેવરીન (રાવળાપુરાની ધર્મસભાના પૂર્વ ગોવાળ) તથા મોટી સંખ્યામાં પુરોહિતગણ અને સાધ્વીગણ હાજરથી આ સમગ્ર કાર્યક્રમને રંગત ભર્યો બની રહ્યો હતો.

Please click for more PHOTOS
- BBN

Related Posts:

0 Add comments:

Post a Comment


Thank you and stay connected