Friday, January 18, 2013

Golden Jubilee of Amulaya Chatralay, Bharuch -અમુલ્ય હોસ્ટેલ, ભરૂચ ખાતે સુવર્ણ જયંતી

Please click on the video



(ખ્રિસ્તયજ્ઞ બાદ જુના વિધાર્થીઓએ પોતાના અનુભવો રજુ કરેલ તેમાંથી થોડા અહી વિડીઓમાં રજુ કરેલ છે)

 રવિવારે તા 13-01-2013 ના રોજ અમુલ્ય હોસ્ટેલ, ભરૂચ ખાતે સુવર્ણ જયંતી ભવ્યતાથી ઉજવવામાં આવી હતી .આઠ સો ભૂતપૂર્વ વિધાર્થીઓ પોતાના કુટુંબ સાથે પધારીને  આ પ્રસંગને અણમોલ બનાવ્યો હતો

 આ ઉત્તમ પ્રસંગે હોસ્ટેલમાં પોતાના અનુભવો ભુતપૂર્વ વિધાર્થીઓએ સર્વ સમક્ષ રજુ કર્યા હતા. આ હોસ્ટેલ દ્વારા દક્ષિણ ગુજરાતના બાળકોનો ઉમદા વિકાસ થયો જોવા મળે છે. આ હોસ્ટેલમાંથી અભ્યાસ પૂરો કરી વિકાસની સફર કરેલા ઘણા ઉદાહરણો છે એમાં આદિવાસી લોકોમાં સૌ પ્રથમ ડોકટર, સૌ પ્રથમ જજ, મદદનીશ કલેકટર,અધ્યાપકો તથા અન્ય સારી નોકરી કરતા લોકો સાપડયા છે અને સર્વ ભુતપૂર્વ વિધાર્થીઓએ સમાજમાં મોટું સ્થાન પ્રાપ્ત કર્યું છે. આ છાત્રાલયમાંથી અભ્યાસ કરી ચૂકેલ છ પુરોહિતો ગુજરાતની ધર્મસભાને મળેલ છે. વિકાસની હમસફર એટલે ભરૂચમાં આવેલ અમૂલ્ય છાત્રાલય આ છાત્રાલય વિષે વધુ માહિતી અને વિકાસ સાંભળવા માટે વીડિઓ નિહાળશો
  
  આ પ્રસંગે ભેગા થયેલ સર્વમાં એક બીજાના જુના મિત્રોને મળવાનો અનેરો આનંદ છલકાતો હતો પ્રસંગની શરૂયાતમાં સ્વાગત નૃત્ય સાથે માનનીય બિશપ ગોડફ્રી રોસારીઓ (વડોદરા ડીઓ.) રેવ. ફા. જોસ ચાગનાચેરી એસ. જે. (ઇસુ સંઘના પ્રાંતપતિ) મિશનરી રેવ.ફા.ગાલ્દોસ એસ.જે, મિશનરી રેવ.ફા.મોરેટા એસ.જે, મિશનરી ફા.ગોર્દોમીનો એસ. જે, ફા એન્થોની મુન્નુ એસ. જે. (સુપીરીયર,ભરૂચ) તથા મોટી સંખ્યામાં આવેલ પુરોહિત ગણ (જેઓ આ છાત્રાલયમાં પોતાની સેવા આપી ચુક્યા છે) આ દરેકનું ભાવભીનું આગમન કરવામાં આવ્યું હતું. અંતમાં ખ્રિસ્ત યજ્ઞ બાદ અહી સેવા આપનાર પુરોહિતગણને તથા અહી સ્કુલમાં અને હોસ્ટેલમાં સેવા આપી ચુકેલ શિક્ષકગણને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા.    

Please click on the video for the Missionary Rev. Fr. Ignascio Galdos S.J.




આ ઉજવણીના ફોટો અહી નીચે નિહાળશો


 આ ઉજવણીને સફળ બનાવવા માટે અને તેનો આનંદ સર્વેને મળી રહે તે માટે સખત પરિશ્રમ કરનાર રેવ ફા. ટોની ક્રુઝ એસ. જે. તથા જુના અને નવા વિધાર્થીઓ સહીત તેમની ટીમનો અને ભરૂચના પુરોહિતગણનો અને સાધ્વીગણનો ખુબ ખુબ અભાર.

News By
BBN
   

Related Posts:

  • Feast Of Our Lady Of Mount Carmel  Today 16-07-2012, is the Feast Of Our Lady Of Mount Carmel . Photo Google Mount Carmel is commemorated is Scripture for its beauty and it was there the prophet Elijah defended the purity of Israel's faith in … Read More
  • THE NEW EVANGELIZATION FIFTEENTH SUNDAY OF THE YEAR (B) 15 July 2012  Mark 6, 7-13   Calling the Twelve to him, he sent them out two by two and gave them authority over evil spirits. These were his instructions: “Take noth… Read More
  • The New Evangelization by Ronald Rolheiser OMI (CNUA) The New Evangelization by Ronald Rolheiser OMI (CNUA)  Recently a new expression has made its way into our theological and ecclesial vocabulary. There's a lot of talk today about the New Evangelization. Indeed the P… Read More
  • Fr. Goras S.J. Passed Away ફા. ગોરસનુ  અવસાન ત્રીજી જુનના રોજ રાધનપુરમાં હાર્ટ એટેકથી થયું. તેમની દફનવિધિ ધંધુકામાં ચોથી તારીખે  રાખવામાં આવી હતી. આ પ્રસંગે ધંધુકા પંથકમાંથી અને પેટલાદ મરિયમપુરામાંથી અને દુર દુરથી લોકો ફાધરને અંતિમ વિદા… Read More
  • પીઢ મિશનરી સી. મારિયા માયાનું નડીયાદના ધર્મજનો દ્વારા સન્માન મમ્મી મારિયાના નામે ઓળખાતા એવા પીઢ મિશનરી સિ.મારિયા માયાનું નડીયાદના ધર્મજનો દ્વારા, રવિવારે સવારે સેન્ટ મેરીસ ચર્ચ ખાતે સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સિ.મારિયા માયાને માતૃછાયા-1 ના બાળકો દ્વારા&… Read More

0 Add comments:

Post a Comment


Thank you and stay connected