Sister Fidelia L.D. celebrated her Golden Jubilee in Little Daughters Of St. Francis Xavier Convent on 30th of December 2012.
Please click to listen to Sr. Fidelia L.D. on her Golden Jubilee.
તા 30-12-2012 ના રોજ સિસ્ટર ફીદેલિયા એલ. ડી. ના 50 વર્ષ સાધ્વી તરીકે પુરા કર્યા.આ ઉજવણી પુષ્પ વિહાર ગામડી- આણંદ ખાતે ઉજવવામાં આવી હતી.
સિસ્ટર ફીદેલિયાનો જન્મ તા. 02-01-1940માં મિરઝાપુર, અમદાવાદમાં થયો હતો. બાળપણથી હસમુખા અને ધર્મ પ્રત્યેની લાગણી અને પ્રેમ ધરાવતા. તેમનું એસ.એસ.સી.નું શિક્ષણ મીરઝાપુર,અમદાવાદમાં થયું. પ્રભુ અને પોતાના સમાજ માટે ફના થવાની તેમની ઇચ્છા હમેશા રહેલી તેથી એમ.એ. અને બી.એડ.ના અભ્યાસ બાદ ગુજરાતના જાણીતા નાની દીકરીઓના મંડળમાં (Little Daughters Of St. Francis Xavier) જોડાયા. મંડળમાં પ્રાર્થનામય જીવન સાથે એક ઉત્તમ દાખલો બની રહ્યા.
પોતાના જીવનનો મહત્તવનો સમય તેમણે બાળકો, લોકસંપર્ક અને શિક્ષણની સંસ્થાઓમાં આપ્યો છે ધર્મશિક્ષણ માટે પેટલાદ, લીમડાપુરા અને નગરા-ખંભાતમાં બાળકોને અને વડીલોને પ્રભુ તરફ લઈ જવાનો તેમનો ઉમદા પ્રયાસ રહેલો. આત્મસૂઝ અને પ્રાર્થનામય જીવન ધરાવતા સિસ્ટર ફીદેલિયાને મંડળના જનરલ તરીકે છ વર્ષ માટે પસંદ કરવામાં પણ આવ્યા હતા.
જયારે મંડળમાં 50 વર્ષ પુરા થયા છે તે ટાણે માનનીય બિશપ થોમસ મેકવાન અને માનનીય આર્ચ બિશપ સ્ટેની ફર્નાડીઝ એસ.જે. દ્વારા ખ્રિસ્તયજ્ઞ અર્પણ કરવામાં આવ્યો હતો તથા જાણીતા પુરોહિતગણ અને તેમના મંડળનો સાધ્વીગણ, મિત્રો અને તેમના કુટુંબના સભ્યો હાજર રહી આ પ્રસંગને વધુ સુશોભિત બનાવ્યો હતો
હાલમાં, સિસ્ટર ફીદેલીયા નગરા-ખંભાતમાં સુપિરિયર તરીકે અને ત્યાં આવેલ બાળકો માટેની હોસ્ટેલના ઇન્ચાર્જ તરીકે સેવા આપી રહ્યા છે.
આ માહિતી તેમના મોટા બહેન સિસ્ટર મારિયા સ્ટેલા એજ મંડળમાં સાધ્વી છે તેમના સહયોગથી અહી રજુ કરેલ છે
Congratulations to Sr. Fidelia L.D.
congratulations dear sister
ReplyDeleteCONGRATULATIONS TO DEAR SISTER. OUR PRAYERS ARE WITH YOU, FOR GOOD HEALTH AND TO FULFILL THE MISSION OF LORD JESUS.
ReplyDeleteMAHENDRA V MACWAN-USA
congratulation....
ReplyDelete