આદર્શ ગામ માટે સેમીનાર- દિપ- ડોન બોસ્કો - ડાકોર ખાતે
દીપ ડોન બોસ્કો - ડાકોર |
સામાજિક સંસ્થા દીપ ડોન બોસ્કો - ડાકોર ખાતે તા. 16-01-2014 ના રોજ ડાયરેક્ટર ફા.આઈઝેકના નેતૃત્વ હેઠળ આદર્શ ગામ તથા પીઆરએ અંગે એક સેમીનાર રાખવામાં આવી ગયો. આ પ્રસંગે આમંત્રિત મહેમાનો ઠાસરા તાલુકા વિકાસ અધિકારીશ્રી ડી. ડી . સાધુ સાહેબ, "દ્રીષ્ટિ"ડોન બોસ્કોના ડાયરેક્ટર ફા મયંક પરમાર, ફાલ્ગુની બેન તથા સિ. વંદના , મિ. મેલ્વિન પાંગ્યા તથા મનીષભાઈ ના હસ્તે દીપ પ્રાગટ્ય કર્યું હતું
ત્યારબાદ આમંત્રિત મહેમાનોનું આવકાર સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું. રેવ. ફા. મયંક પરમારે આદર્શ ગામની સમજુતી આપી હતી. ત્યારબાદ ઠાસરા તાલુકામાંથી આવેલ સરપંચશ્રીઓ દ્વારા તેમના અનુભવો રજુ કરવામાં આવ્યા હતા. તાલુકા અધિકારી શ્રી સાધુ સાહેબે આદર્શ ગામ વિષય ઉપર પ્રવચન આપી સર્વેને સાથ સહકાર આપી વિકાસ તરફ આગન વધવાની હાંક આપી હતી.
બોસ્કો ગ્રામીણ વિકાસ મંડળ વાલવાંડે - મુંબઈથી રિસોર્સ પર્સન મિ. મેલ્વિને પીઆરએ પદ્ધતિને ઝાંખી કરાવી હતી ત્યારબાદ ઠાસરા તાલુકામાં આદર્શ ગામ 26 ગામના સરપંચોને ફોર્મનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ સેમીનાર ઠાસરા તાલુકાના સરકારી કર્મચારીઓ, તલાટીઓ, સરપંચો, સ્વસહાય જૂથના પ્રમુખ અને મંત્રીઓ સૌ મળી 170 વ્યક્તિઓએ ભાગ લીધો હતો.
આ તમામ કાર્યક્રમની સફળતા પાછળ રેવ. ફા. આઈઝેક તથા સ્ટાફના વિજય પરમાર, સુશીલા ખ્રિસ્તી, સુમિત્રા સોલંકી તથા મનીષા પરમારની મહેનતથી સર્વેમાં આનંદની લહેર જોવા મળતી હતી.
Please click for the video
Please click for the video
Please click for the photos
In English
Seminar for an Ideal Village - Deep - Don Bosco - at Dakor
A seminar for an ideal village and PRA was held under the leadership of the Deep-Don Bosco director Rev. Fr Isaac on 16th Jan 2014 at Deep-Don Bosco-Dakor. The lighting of the lamp was done by the TDO (Taluka Development Officer) of Thasra-Gujarat, Rev. Fr.Mayank Parmar, the director of ‘Drishti’ of Don Bosco-Kapadvanj, Falguniben, Sr. Vandana, Mr. Melvin and Mr. Manish to invoke God’s blessings.
The invited guests were greeted with a warm welcome. Rev. Fr Mayank explained about ‘Aadarsh(Ideal) Village to the gathere people. Two of the invited sarpanchshree shared their experiences. The Taluka Officer Mr. Sadhu gave a speech on aadarsh(ideal) village and motivated the invitees to step forward on the path of development with the co-operation of each other.
The resource person Mr. Melvin from Bosco Rural Development Board-Mumbai explained about PRA method(system). After that the forms of Aadarsh village were distributed among the sarpanchs of 26 villages.
Around 170 People including government officers, talati and sarpanchs of Thasra taluka took part in the seminar.
All appreciated the successful seminar and the credit goes to Rev. Fr Isaac, the staff members Vijay Parmar , Sushila Christian, Sumitra Solanki and Manisha Parmar.
BBN - Bhumel Broadcasting Network
0 Add comments:
Post a Comment
Thank you and stay connected