યોહાન:- ૧: ૨૯-૩૪
બીજે દિવસે ઇસુને પોતા તરફ આવતા જોઇને યોહાન બોલી ઊઠયા, "જુઓ પેલું ઇશ્વરનું ઘેટું! એ દુનિયાનું પાપ હરી લેશે. એને જ વિશે હું કહેતો હતો કે,"મારી પાછળ એવો એક માણસ આવે છે જેનું સ્થાન મારા કરતા આગળ છે. કારણ હું જન્મ્યો તે પહેલાં પણ તે હતો જ." હું પોતે એને ઓળખતો નહોતો.પણ પાણીથી સ્નાનસંસ્કાર કરવવા હું આવ્યો તેનો હેતુ એ જ હતો કે, ઇસ્રાયલ આગળ તે પ્રગટ થાય."
પછી યોહાને પ્રતિ પૂર્વક જણાવ્યું,"મેં પવિત્ર આત્માને પારેવાના રૂપમાં આકાશમાંથી ઊતરતો અને એના ઉપર બેસતો જોયો છે. હું પોતે પણ એને ઓળખતો નહોતો, પણ જેણે મને પાણીથી સ્નાનસંસ્કાર કરવવાને મોકલ્યો હતો, તેણે મને કહ્યું હતું,"જયારે તું પવિત્ર આત્માને કોઇની ઉપર ઊતરતો અને બેસતો જુએ ત્યારે જાણવું કે પવિત્ર આત્માથી જે સ્નાનસંસ્કાર કરવવાનો છે તે એ છે." મેં નજરોનજર એ જોયું છે, અને હું પ્રતિ પૂર્વક કહું છું કે, એ ઈશ્વરનો પુત્ર છે."
આ પ્રભુની વાણી છે....
Special Thanks
Dolly Macwan
0 Add comments:
Post a Comment
Thank you and stay connected