રેવ.ફા. જો મટ્ટમ, કે જેઓ થિઓલોજીના પ્રોફેસર છે, તેમના માર્ગદર્શન હેઠળ નામદાર પોપ ફ્રાન્સિસનાં પત્ર ઉપર ચર્ચા- વિચારણા મુદ્દે એક સેમિનારનું આયોજન રેવ.ફા.વિનાયક જાદવના સંચાલન હેઠળ પ્રેમલ જ્યોતિ, અમદાવાદ ખાતે તા. ૨૩-૦૧-૨૦૧૪નાં રોજ કરવામાં આવ્યુ હતું.
આ સેમિનારમા ફાધર, સિસ્ટર તેમજ ધર્મજનો મળીને લગભગ ૭૦ થી વધુ લોકોએ ભાગ લીધો હતો..આ સેમિનારમાં રેવ્.ફા જો મટ્ટમએ નામદાર પોપશ્રીના પત્ર વાંચી મહત્વની વધુ માહિતી આપી હતી. તેમણે નામદાર પોપના શબ્દો "દરેક કેથલિક વ્યક્તિએ તેનું જીવન ઈસુ જેવું જીવવું જોઈએ અને સમુહમાં વાતો કરતી વખતે પણ ઈસુને આપણી મધ્યે લાવવા જોઈએ અને ઈસુની વાતો કરવી જોઈએ અને દરેક માનવી અને સમગ્ર વિશ્વમાં ઈસુના નામનો ફેલાવો, તેમની મહિમા અને તેમના યશોગાન ધ્વારા કરવો જોઇએ."
આ સેમીનાર ને અંતે ટૂંકી ચર્ચા રાખવામાં આવી હતી. ભવિષ્યમાં આવા વિષયો ઉપર અવાર નવાર આવા સેમિનારો યોજવામાં આવે તો ઘણા લાભદાઈ ધર્મોજનોને થઇ શકે તેવી લાગણી સેમિનાર બાદ ભાગ લેનારમાં જોવા મળી હતી.
Please click for more photos
CAPTURING THE ESSENCE - POPE FRANCIS
-BBN
0 Add comments:
Post a Comment
Thank you and stay connected