Sunday, February 6, 2011

ગુલાબમાળા યાત્રા

તા ૦૬-૦૨-૨૦૧૦ રવિવાર, સ્થળ:ખંભોળજ દેવળ
આજે સવારે ખંભોળજ પવિત્ર ધામે લોક લાડીલા બીશપ શ્રી થોમસ મેકવાન દ્વારા ભવ્ય ખ્રિસ્ત યજ્ઞ અર્પણ કરવામાં આવ્યો હતો. આ યજ્ઞ દરમ્યાન ૬૦ જેટલા યુવાનો અને યુવતીઓ ને બળસંસ્કાર બીશપશ્રીના વરદ હસ્તે આપવામાં આવ્યો હતો. અને ત્યારબાદ ૩૦ જેટલા બાળકોને પ્રથમ પરમપ્રસાદ સંસ્કાર આપવામાં આવ્યો હતો.હજારો ની સંખ્યામાં ઉમટેલી માનવ મેદનીએ આ પવિત્ર સંસ્કાર વિધિમાં ભાગ લીધો હતો.


બાળકો પ્રભુ ઈસુના શરીરનું ગ્રહણ કરીને અને બળસંસ્કાર મેળવી આપણી ઉગતી પેઢી ઈસુના દાસ બનવા માટે, અને માતા ધર્મસભાના પાયા બને તે માટે અને તેમની શ્રધામાં વધારો થાય તે હેતુસર માટેનો આ પ્રસંગે બીશપશ્રીએ ઉત્તમ બોધપાઠ પીરસ્યો હતો.

દરેકના જીવનમાં ક્યાંક ને ક્યાંક મુશ્કેલી આવતી જ હોઈ છે અને તે મુશ્કેલીનું નિવારણ લાવી આપનાર આનાથોની માતા મારિયા દરેક ગામમાં અને શહેરમાં જઈ શકે અને ગુજરાતની ધર્મસભા વધુ ધાર્મિક અને ઇસુમય બને તે હેતુસર ગુલાબમાળા યાત્રાનું આયોજન ફા. આરુલ અને ફા. વિક્રમ મહીડા દ્વારા અને પેરીશ કાઉન્સિલના સભ્યો અને યુવાનોના સાથસહકારથી કરવામાં આવ્યું છે. આ અનોખી યાત્રા દેવળમાંથી નીકળીને બીશપશ્રી દ્વારા ખ્રિસ્તી મહોલ્લામાં અર્પણ કરી હતી જે ત્યાંથી દરેક ગામ અને શહેરમાં યાત્રા કરશે

0 Add comments:

Post a Comment


Thank you and stay connected