Thursday, August 23, 2012

Dead Animals dumped near girl's hostel at Pansora

Girl's Hostel , Pansora

Dead animals beside girls hostel
Girl's Hostel , Pansora

 ડોન  બોસ્કોના સલેશિયન સિસ્ટર્સ દ્વારા ચાલતી જગપ્રકાશ કન્યા છાત્રાલય પણસોરામાં આવેલ છે. તેની આજુ બાજુ રહેતા અન્ય લોકો દ્વારા મૃત્યુ પામેલ ઢોરનો ઢગલો કરવામાં આવે છે. આ મૃત ઢોર ઢાંખર ની ગંધના કારણે સંસ્થામાં રહેતા 100 (52 છાત્રાઓ સહીત) લોકો ત્રાહીમામ થઇ ગયા છે. અવાર નવાર કલેકટર તથા ગામના આગેવાનોને મળવા છતા પણ આ સમસ્યાનો નિકાલ આવ્યો નથી.  હોસ્ટેલમાં ઉભા રહેવું તે અસહ્ય બની ગયેલ છે. ગંભીર બીમારીઓથી રક્ષણ મળે તે હેતુસર પગલા સિસ્ટર્સ દ્વારા લેવામાં આવ્યા છે તેમ છતા ગંધથી રક્ષણ મેળવવું ગંભીર બનેલ છે. બાળકો, સાધ્વી બહેનો  થતા ત્યાના સ્ટાફનું  આરોગ્ય  જોખમમાં રહેલ છે. આ પ્રશ્નનું નિરાકરણ તંત્ર દ્વારા જલ્દી લાવવામાં આવે તેવી રાહ જોતા રહેલ અહીના સર્વે મદદ પોકારી રહ્યા છે.    

 સર્વેની જો મદદ મળે તો આ પ્રશ્નનું નિરાકરણ તુરંત આવી શકે તેવી શક્યતા રહેશે એવી લાગણી અહીના સિ. લવિટાએ  રજુ કરી હતી.

ફોટો અને ન્યુઝ 
બી. બી. એન.                 

0 Add comments:

Post a Comment


Thank you and stay connected