Monday, November 5, 2012

Making Of The Poet Shree Yoseph Macwan

Please click on the video


સર્જક શ્રી યોસેફ મેકવાન

ખ્રિસ્તી સમાજના છઠ્ઠા દાયકાના ગુજરાતી સાહિત્યના આધુનિક પ્રવાહના નોંધપાત્ર કવિ અને સર્જક શ્રી યોસેફ મેકવાનને દિલ્હી સાહિત્ય અકાદમી તરફથી  બાળ  સાહિત્ય અંગેનો રાષ્ટીય કક્ષાનો અવોર્ડ  " આવ હયા, વારતા કહું " બાળ  વાર્તા સંચય માટે તા 20-21 નવેમ્બર 2012 ના રોજ પુના ખાતે એનાયત કરવામાં આવવાનો છે.

ફોટો : દૂત 

 કવિ અને સર્જક શ્રી યોસેફ મેકવાનનો જન્મ તા 20-12-1940 અમદાવાદમાં થયો, જીવનમાં આવતા ચઢાણ ઉતરાણ બાદ તેમનું સાહિત્ય ક્ષેત્રેનું પ્રયાણ ખુબજ ઉમદા રહેલ છે તેમનું નામ એક મોટા ગજાના કવિ તરીકે ગુજરાતની સાહિત્યિક દુનીયામાં ગુંજતું રહેલ છે   કવિ તરીકે ગુજરાતી બાઈબલમાં સ્તોત્ર વિભાગમાં એમનું મોટું યોગદાન જોઈ શકાય છે તો, સાથે સાથે સર્જક તરીકે મૂલ્યવાન યોગદાન ગુજરાતના સાહિત્ય ક્ષેત્રમાં પણ આપેલ છે

 લઘુ નિબંધ, વ્યંગ નિબંધ, લઘુ નવલ અને વાર્તાઓ તો ખરાજ પણ બાળ સાહિત્યમાં પણ નોધપાત્ર યોગદાન  તેમણે આપેલ છે તેમના બાળ  સાહિત્ય જેવા કે "પ્રાણીબાગની સેર",  " પમરાટ",  "કલરવ",  "વાહ રે વાર્તા વાહ",  " રૂમઝુમ પતંગિયું", "જાદુઈ પીછું",  "ઢીચકુ", "તોફાન" , "ડીંગ ડોંગ"  આ દરેક સંચયોને પણ ગુજરાત સરકારના ઇનામો મળ્યા છે.

 મળતી માહિતી મુજબ ગુજરાતી કેથલિક સમાજમાં પીઢ  સર્જક સ્વ. શ્રી જોસેફ મેકવાનને પહેલો રાષ્ટ્રીય અવોર્ડ મળ્યો હતો અને આજે બીજો અવોર્ડ મોટા ગજાના કવિ અને સર્જક શ્રી યોસેફ મેકવાનને મળી રહ્યો છે.    

 તો ચાલો, તેમની ખુશીમાં ભેળા મળી સહભાગી બનીએ            


તેમને અભિનંદન પાઠવવા માટે નીચે આપેલ સરનામાં ઉપર પત્ર વ્યવહાર કરી શકો છો .
  
To,
Shree Yoseph Macwan
C-4 Sun Shine Apartments
Dr. Radhakrushana Marg 
Amadavad 380015

Email:  yosephmacwan@gmail.com

  
News BBN
Special thanks to GSP, Anand


6 Add comments:

  1. congratulation dear Kavi shree Yoseph macwan, we are proud of you. many more should come up in Gujarati sahitya is my prayer on this day. May God bless you. Very few people like you are on this Gujarati Catholic Society.

    ReplyDelete
  2. Congratulations !!!

    ReplyDelete
  3. Our people are so rich with talents. congo

    ReplyDelete
  4. Dear Yosephbhai khub khub abhinandan

    ReplyDelete
  5. congratulations yosephbhai

    ReplyDelete
  6. khub khub abhinandan.may god bless you........

    ReplyDelete


Thank you and stay connected