લગ્ન બંધન ?
મને એ સમજાતું નથી કે લગ્ન ને બંધન કેમ કહેવામાં આવે છે . બંધ તો એ હોઈ જેમાંથી જલ્દી થી જલ્દી છુટકારો મળે એમ મનમાં ઈચ્છા રહ્યા કરે
મજાક ખાતર કહીએ તો ગ્રીક ફિલોસોફર સોક્રેટીસે નોધ્યું છે - મારી તો બધાને સલાહ છે કે જલ્દી થી જલ્દી લગ્ન કરી લો . સુશીલ પત્ની મળે તો તમે ખુશ રહેશો અને કજીયાળી પત્ની મળે તો તમે ફિલોસોફર બની જશો . અરે ભાઈ મજાક છોડો ..... માર્ટીન લ્યુથરના શબ્દોમાં - " લગ્નજીવન જેવો સુંદર મૈત્રી સભર પ્રેમભર્યો સબંધ બીજો હોઈજ ના શકે "
આદર્શ લગ્ન જીવન બે મહત્તવની બાબતો ઉપરજ ટકી શકે. એક - અરસ પારસ નો નિસ્વાર્થ પ્રેમ અને બે - એક બીજા પ્રત્યે અડગ વિશ્વાસ .
લગ્ન જીવન માં બે ભિન્ન ભિન્ન વ્યક્તિઓ હવે પછીનું જીવન સાથે ગુજારવા સ્વેચ્છાએ સમંત થાય છે અ એક ઘણીજ અગત્યની બાબત છે બે જુદા જુદા પરિવારમાં - જુદા જુદા માહોલમાં ઉછરેલ સ્વતંત્ર વ્યક્તિત્વ હવેથી નવજીવન શરૂ કરવા માંગે છે . આ નવજીવનના પાયામાં પ્રેમ અને વિશ્વાસ હશે તો તે ઈમારત બુલંદ બનશે અને જ્યાં પ્રેમ હશે ત્યાં આદર પણ હશે પ્રેમ અને વિશ્વાસ સાથે મળે તો તે ઉત્તમ લગ્ન જીવનમાં પ્રેમ હશે પણ અરસ પરસમાં વિશ્વાસ નહિ હોય તો તે લગ્ન જીવન "બંધન" બની જશે અને તેમાંથી છુટકારો મેળવવાનો ઈચ્છા થશે .
લગ્ન જીવનમાં વિશ્વાશની શું એટલી બધી અગત્યતા છે ? ચાલો આ બાબત સમજીએ . મોંઘવારીના આજના કુટુંબના બે ચેડા ભેગા કરવા માટે પતિ-પત્ની બંનેએ નોકરી વ્યવસાય કરવો જરૂરી બન્યો છે। જયારે બંને વ્યક્તિઓ જુદી જુદી જગ્યાએ કામ કરતા હશે તો એક બીજા ઉપર અડગ વિશ્વાસ રાખવો જ પડશે। જરા જેટલી પણ શંકા ઉદ્ ભવે તો લગ્ન જીવન ઝેર સમાન લાગશે; બંધન લાગશે અને જયારે શંકા ઉદ્ ભવે ત્યાં વિશ્વાસ ગાયબ અને જયારે એકબીજા પાત્ર પર વિશ્વાસ જ ના રહે ત્યાં પ્રેમનું બાષ્પીભવન .
આથીજ સુખી સંસાર માટે બંને પાત્રોનો એકબીજા પર સંપૂર્ણ વિશ્વાસ રાખવો ખુબજ જરૂરી છે પતિ- પત્ની બંને એ એવું કશું વર્તન ન કરવું જેના થાકી બીજા પાત્રને શંકા ઉદ્ ભવે . એક વ્યક્તિ પોતાના સાથી ઉપર સંપૂર્ણ વિશ્વાસ ધરાવે છે ત્યારે તે ચોક્કસપણે માને છે કે સામેનું પાત્ર સંપૂર્ણ સત્ય ઉચ્ચારે છે . આ અડગ વિશ્વાસનો ભંગકડી ન થાય તે જોવું। જો આ વિશ્વાસનો ભંગ ન થાય તો લગ્ન જીવનની વૈતરણી પાર અન્યથા નવ ડૂબી જાય. આવા અડગ વિશ્વાસ માટે બંને પાત્રો વચ્ચે ધનિષ્ઠ મિત્રતા હોવી જરૂરી છે એવી મિત્રતા જ્યાં બધી લાગણીઓ ખુલ્લા મને દર્શાવી શકાય અને જ્યાં આવી નિખાલસ મિત્રતા હશે તો તે વ્યક્તિના પ્રેમમાં વારંવાર પડવાનું મન થયા કરશે .
આથી જ લગ્ન જીવન માટે સાથીના વિશ્વાસ પાત્ર બનો જ્યાં પ્રમાણિક વિશ્વાસ હશે ત્યાં આદર અને પ્રેમ જરૂર ઉછાળા ભરતો જોવા મળશે અને જયારે લગ્ન જીવન આદર્શ હશે તો દુનિયાની કોઈ તાકાત તેને હચમચાવી શકશે નહિ; ત્યાં ફક્ત સુખી, સુંદર પ્રેમભર્યું, કિલ્લોલ કરતુ કુટુંબ જોવા મળશે એમાં શંકા ને કોઈ સ્થાન નથી
-રાજેશ ક્રિશ્ચિયન
નોંધ :
અહી યુનિકોડનો ઉપયોગ કરવામાં આવતો હોવાથો જોડીણી નો ફરક જોવા મળશે. આપના અભિપ્રાયો bbnbhumel@gmail.com ઉપર મોકલી આપશો તમારા અભિપ્રાયો મૂળ લેખકને પહોચતા કરવામાં આવશે
0 Add comments:
Post a Comment
Thank you and stay connected