Saturday, January 5, 2013

Golden Jubilee Of Sr. Fidelia L.D.

Sister Fidelia L.D. celebrated her Golden Jubilee in Little Daughters Of St. Francis Xavier Convent on 30th of December 2012.

Please click to listen to Sr. Fidelia L.D. on her Golden Jubilee.



તા 30-12-2012 ના રોજ સિસ્ટર ફીદેલિયા એલ. ડી. ના 50 વર્ષ સાધ્વી તરીકે પુરા કર્યા.આ ઉજવણી પુષ્પ વિહાર ગામડી- આણંદ ખાતે ઉજવવામાં આવી હતી. 

  સિસ્ટર ફીદેલિયાનો જન્મ તા. 02-01-1940માં મિરઝાપુર, અમદાવાદમાં થયો હતો. બાળપણથી હસમુખા અને ધર્મ પ્રત્યેની લાગણી અને પ્રેમ ધરાવતા. તેમનું  એસ.એસ.સી.નું શિક્ષણ મીરઝાપુર,અમદાવાદમાં થયું. પ્રભુ અને પોતાના સમાજ માટે ફના થવાની તેમની ઇચ્છા હમેશા રહેલી તેથી એમ.એ. અને બી.એડ.ના અભ્યાસ  બાદ ગુજરાતના જાણીતા નાની દીકરીઓના મંડળમાં (Little Daughters Of St. Francis  Xavier) જોડાયા. મંડળમાં પ્રાર્થનામય જીવન સાથે એક ઉત્તમ દાખલો બની રહ્યા.

 પોતાના જીવનનો મહત્તવનો સમય તેમણે બાળકો, લોકસંપર્ક અને શિક્ષણની સંસ્થાઓમાં આપ્યો છે ધર્મશિક્ષણ માટે પેટલાદ, લીમડાપુરા અને નગરા-ખંભાતમાં બાળકોને અને વડીલોને પ્રભુ તરફ લઈ જવાનો તેમનો ઉમદા પ્રયાસ રહેલો. આત્મસૂઝ અને પ્રાર્થનામય જીવન ધરાવતા સિસ્ટર ફીદેલિયાને મંડળના જનરલ તરીકે છ વર્ષ માટે પસંદ કરવામાં પણ આવ્યા હતા.

  જયારે મંડળમાં 50 વર્ષ પુરા થયા છે તે ટાણે માનનીય બિશપ થોમસ મેકવાન અને માનનીય આર્ચ બિશપ સ્ટેની ફર્નાડીઝ એસ.જે. દ્વારા ખ્રિસ્તયજ્ઞ અર્પણ કરવામાં આવ્યો હતો તથા જાણીતા પુરોહિતગણ અને તેમના મંડળનો સાધ્વીગણ, મિત્રો અને તેમના કુટુંબના સભ્યો હાજર રહી આ પ્રસંગને વધુ સુશોભિત બનાવ્યો હતો       

 હાલમાં, સિસ્ટર ફીદેલીયા નગરા-ખંભાતમાં સુપિરિયર તરીકે અને ત્યાં આવેલ બાળકો માટેની હોસ્ટેલના ઇન્ચાર્જ તરીકે સેવા આપી રહ્યા છે. 

આ માહિતી તેમના મોટા બહેન સિસ્ટર મારિયા સ્ટેલા એજ મંડળમાં સાધ્વી છે તેમના સહયોગથી અહી રજુ કરેલ છે           

       Congratulations to Sr. Fidelia L.D.







Related Posts:

  • Passed away_Sr.Teresa Rodrigues In Sagbara Teresa Rodrigues. ગઈ કાલે સાગબારામાં સિસ્ટર થેરેસા રોડ્રીગસનું અવસાન થયું. આજે તા 25-06-2012 ના સવારે તેમની દફનવિધિ રાખવામાં આવી હતી.       Sr. Teresa Rodrigues born on 22nd June 1942 in A… Read More
  • Funeral Of Late Fr. Anton D'souza S.J. Late Fr. Anton D'souza S.J. passed away on 23-06-2012. The funeral was on 24-06-2012 Photo:Gurjarvani સ્વ. ફા અંતોન  ડી'સોઝા એસ. જે. તા 23-06-2012 ના રોજ સ્વર્ગલોક પામ્યા અને તેમની દફનવિધિ  ગઈ કાલે  જીવન દ… Read More
  • 50 Years in the Society Of Jesus _ Rev. Bro. Agnelo Vaz S.J. Please click the video for Golden Jubilee Celebration Of Bro. Agnelo Vaz S.J. We are facing poor internet problem at our studio these days therefore are late to provide the news and events. Inconvenience is regretted - B… Read More
  • Theology for lay people_a certification course Theology for lay people a certification course was inaugurated at Pastrol Center, Nadiad. Please click the video Video Mr. Ramesh Parmar BBN… Read More
  • Golden Jubilee Celebrated at Rosary, Baroda Golden Jubilee Of Rev. Fr. P.D. Mathew, S.J. and Rev. Bro. Agnelo Vaz, S.J. Celebrated on 27-06-2012 at Rosary, Baroda.. Golden Jubilee Of  Rev. Bro. Agnelo Vaz S.J. will be published today evening Golden Jubilee Of … Read More

3 Add comments:

  1. congratulations dear sister

    ReplyDelete
  2. CONGRATULATIONS TO DEAR SISTER. OUR PRAYERS ARE WITH YOU, FOR GOOD HEALTH AND TO FULFILL THE MISSION OF LORD JESUS.
    MAHENDRA V MACWAN-USA

    ReplyDelete
  3. congratulation....

    ReplyDelete


Thank you and stay connected