Sunday, December 30, 2012

પુરોહિત દીક્ષા- "મોરના ઈંડા ચીતરવા ના પડે" - Ordination Of Rev. Fr. Sudhir SDB

Please click for the video




પુરોહિત દીક્ષા  
મોરના ઈંડા ચીતરવા ના પડે

 ગુજરાતીમાં કહેવત છે "મોરના ઈંડા ચીતરવા ના પડે" એ કહેવત અહી ફા. સુધીરની પુરોહિત દીક્ષા ટાણે સુયોગ્ય ગણાશે તેમના પરિવારની ઈશ્વર સેવા તેમના દાદા સ્વ. સેબાસ્તિયન એમ પરમાર ના સમયથી જોવા મળી રહી છે  ફા સુધીરના દાદા "મિસ્ત્રી"ના હુલામણા નામથી લોકપ્રિય હતા જેમને વડતાલ કેથોલિક ચર્ચમાં, ચર્ચ રજીસ્ટર પ્રમાણે 10 વર્ષની ઉમરે તા 28-06-1907 ના દિને સ્નાન સંસ્કાર મળ્યો હતો અને ઈ. સ. 1909માં બાર વર્ષની વયે માસિક છ પૈસાના પગાર ધોરણે ચર્ચમાં સેવા આપવાની શરૂયાત કરી હતી ત્યારથી સતત 72 વર્ષ સુધી તેઓએ ચર્ચમાં અવિરત સેવા આપી હતી. 

 "ગુજરાતની ધર્મસભાનો ઈતિહાસ" જેના જાણીતા પીઢ લેખક સ્વ. ફા. સુર્યા એસ. જે. અન્ય જગ્યાએ નોધ કરી છે કે  "વડતાલનો વ્યક્તિ ધર્મ વિભાગનો આધાર અને વફાદાર સેવક હતા"  તેમની અવિરત આજીવન સેવાની કદરરૂપે વડાધર્મગુરુ નામદાર મહાશ્રી પોપ પોલ છઠ્ઠા તરફથી તેમને સુવર્ણચંદ્રક અને પ્રમાણપત્રથી બહુમાન કરવામાં આવ્યા. તેઓ 85  વર્ષની વયે  તા. 17-10-1982 ના રોજ દુનિયાની સફર પૂરી કરી પ્રભુ પાસે પહોચી ગયા.

 તેમના ગુણ તેમના દીકરા અને ફા સુધીરના પિતાશ્રી સ્વ. માથીયાસ સેબાસ્તિયનમાં પણ જોવા મળતા. તેઓ પણ વડતાલ તાબાના ગામડાઓમાં ખુબજ જાણીતા અને લોકપ્રિય વ્યક્તિ બની રહ્યા હતા દાદાની જેમ સેવાભાવી અને વ્યવહારમાં અતિનમ્ર અને નિષ્ઠાવાન હતા તેમની સેવા વડતાલ,આણદ,નડીયાદ,રાજપીપળા વિધાનગર અને માતર જેવા મિશનોમાં આપી હતી.

 તેમની અવીરત વિવિધ જગ્યાઓએ આપેલ સેવાઓ બાદ પાછા પોતાના માદરે વતન વડતાલમાં આવી  1976 થી 1995 સુધી ફાધરના સહાયક તરીકે રહ્યા.મશીનરી અને ઈલેકટ્રોનિકસની તેમની જાણકારી બેનમુન હતી. પુરોહિતો અને ધર્મસભા માટે કામ કરવું તેમને એટલું વાહલું લાગેલું કે રેલવે તંત્રમાં મળેલ નોકરી છોડી અને પાછા ધર્મસભામાં કામ કરવા જોડાયેલ. તા. 6-06-2001ના રોજ 65 વર્ષની વયે તેમનું અચાનક મૃત્યુ થયેલ અને પ્રભુ પાસે પહોચી ગયા.

 ફા.સુધીરના ફોઈ સ્વ. સી.પુષ્પા જેઓ 1946માં લીટલ ડોટર્સ ઓફ સેન્ટ ફ્રાન્સીસ ઝેવિયરના મંડળમાં જોડાયા હતા જયારે તે સંઘના માત્ર નવ વર્ષ પુરા થયા હતા. તેમણે  પેટલાદમાં 16 વર્ષ અને વડોદરામાં 28 વર્ષ સુધી સેવા આપી હતી. 65 વર્ષની વય સુધી સાઇકલ ચલાવી વડોદરામાં ધર્મકાર્ય માટે ફરતા. તેઓશ્રી  તા 13 -09-2009 ના રોજ 83 વર્ષની ઉમરે પ્રભુને પ્યારા થયા હતા.

              પ્રભુ સેવા કરવાની ઝંખનાના બીજ તેમના કુટુંબમાંથી ફા. સુધીરને મળેલા જોવા મળે છે અને આમ આજે  એ  બીજ વૃક્ષ સમું બનીને ફા. સુધીર સંત ડોન બોસ્કો સંઘમાં જોડાયા અને પુરોહિત દીક્ષા ગ્રહણ કરી સુદાન દેશમાં (ઈસ્ટ આફ્રિકા ) પોતાની પુરોહિત તરીકેની સેવા આપશે.

તેમના જીવનની ઝાંખી નીચે પ્રમાણે છે

જન્મ : 22-09-1977 જનરલ હોસ્પિટલ ઉત્તરસંડા,ગુજરાત,
પ્રાથમિક શિક્ષણ:  આર. સિ.  મિશન સ્કુલ , વડતાલ,
માધ્યમિક શિક્ષણ :  સેન્ટ ઝેવિયર્સ સ્કુલ મિરઝાપુર અમદાવાદ, 
ઉચ્ચતર શિક્ષણ : એલ એન હાઇસ્કુલ વડતાલ,
સ્નાતક : સેન્ટ ઝેવિયર્સ કોલેજ, અમદાવાદ,
પાર્ટ ટાઈમ સર્વિસ: (1995 થી 1998),
કમ્પયુટર ડીપ્લોમાં: આણંદ પ્રેસ, ગામડી-આણંદ,   
ડોન બોસ્કો સંઘમાં: 1999, 
પ્રથમ વ્રત:  તા 24-05-2002,
ઈસ્ટ આફ્રિકામાં પ્રયાણ: તા 06-07-2006,
ધર્મવિદ્યા અભ્યાસ :  ઓગસ્ટ 2007  થી જાન્યુઆરી 2011 (તંગાઝા કોલેજ કેથોલિક યુનિ ઓફ ઈસ્ટ આફ્રિકા , નૈરોબી, કેન્યા,આફ્રિકા

  તા. 30-12-12 ના રોજ વડતાલ ખાતે પુરોહિત દીક્ષા માનનીય રેવ. બિશપ થોમસ મેકવાન અને માનનીય આર્ચ  બિશપ સ્ટેની ફર્નાડીઝ એસ. જે. દ્વારા આપવામાં આવી. આ પ્રસંગે ડોન બોસ્કો સંઘના ગુજરાત અને મહારાષ્ટ્રના પ્રાંતપતિ રેવ. ફા.માઈકલ ફર્નાડીઝ  એસ. ડી. બી. તથા મોટી સંખ્યામાં પુરોહિત ગણ, સાધ્વીગણ અને ધર્મજનો  હાજર રહ્યા હતા.
     
 આજે  રેવ ફા સુધીર SDBની પુરોહિત દિક્ષા તા 30-12-2012  રવિવારના રોજ સેક્રેડ હાર્ટ  કેથોલિક ચર્ચ વડતાલમાં રાખવામાં આવી હતી. આ શુભ ઘડીના ફોટો નિહાળશો,

Please view the photos of the Ordination of Rev. Fr. Sudhir SDB

આ માહિતી માટે માંથીયાસ સેબાસ્તીયન પરિવાર અને  શ્રી અનિરુદ્ધ ડાભીનો ખુબ ખુબ અભાર જેમણે  આ દીક્ષા ટાણે પ્રસિદ્ધ થયેલ પુસ્તક " પુરોહિત દીક્ષા" માં આ માહિતી આપેલ છે
    
- BBN

Recent Comments

Recent Comments Widget

Related Posts:

  • ગુલાબમાળા યાત્રાતા ૦૬-૦૨-૨૦૧૦ રવિવાર, સ્થળ:ખંભોળજ દેવળઆજે સવારે ખંભોળજ પવિત્ર ધામે લોક લાડીલા બીશપ શ્રી થોમસ મેકવાન દ્વારા ભવ્ય ખ્રિસ્ત યજ્ઞ અર્પણ કરવામાં આવ્યો હતો. આ યજ્ઞ દરમ્યાન ૬૦ જેટલા યુવાનો અને યુવતીઓ ને બળસંસ્કાર બીશપશ્રીના વરદ હસ… Read More
  • Youth Day In Vadtal and Balasinor1)Youth Day In Vadtal Sacred Heart youth Vadtal, had a grand YOUTH DAY celebration. It began with a mass at 8.am. The theme for the day was, Responsibility of youth towards church and family. Fr. Lawrence was the resource per… Read More
  • Inauguration of Adas ChurchDt.11-02-2011અડાસ ગામમાં શ્રદ્ધાની શતાબ્દીની ઉજવણી નિમિતે આજે રેવ. બિશપ થોમસ મેકવાન દ્વારા અડાસ ગામે નવા દેવાલયનું ઉદ્ઘઘાટન કરવામાં આવ્યું. આજુ બાજુના ગામડાઓ અને શહેરોમાંથી શ્રદ્ધાળુઓએ આ શુભ પ્રસંગમાં હાજરી આપી હતી. ભવ્… Read More
  • Celebration Of Agnel Baba_અગ્નેલ બાબાThis Report is in Gujarati and in English.Yesterday was the Feast of Christ the King, celebrated across the world by Christians. Yesterday also Vadtal Agnel Baba Dham celebrated Agnel Baba Day. Many people visit the Vadtal Ag… Read More
  • Altar Servers RallyThe Altar Servers Rally for the Umreth Deanery of Ahmedabad diocese was organized by Don Bosco Kapadvanj on 6th February 2011. Fr. Mayank and Bro. Royston were the main coordinator for the entire day’s programme. Sixty altar … Read More

3 Add comments:

  1. Hello Vijay:
    I am immensely happy to read this news. Congratulations Rev Fr Sudhir! You have made your family proud and we Vadtal people are also proud of all priests & nuns from Vadtal.
    Paul Macwan(Toronto)Canada

    ReplyDelete
  2. congratulations to father

    ReplyDelete
  3. Congrats dear father Sudhir

    ReplyDelete


Thank you and stay connected