Tuesday, August 24, 2010

"તારણહાર ઇસુ" (Taranhar Issu)

માનનીય ફાધર અન્તોન મેકવાન દ્વારા સંપાદિત કરેલ પુસ્તક "તારણહાર ઇસુ" (સમાંતર શુભ સંદેશ) નો લોકાર્પણવિધિનો કાર્યક્રમ નડીઆદના ક્રાઈસ્ટ ધ કિંગ દેવાલયમાં ૨ ઓગસ્ટના દિવસે યોજવામાં આવ્યો હતો. આ પુસ્તક બર્તોન એચ થ્રોક્મોર્તોન, jr. રચિત Gospel paralles નો ગુજરાતી અનુવાદ છે.દરેક ખ્રિસ્તી કુટુંબમાં તારણહાર પ્રભુ ઈસુનું જીવન અને તેમનો પ્રેમ ઝગમગતો રહે અને સર્વ ઘરમાં પ્રભુમય જીવન જીવવા માટે મદદરૂપ થાય તે હેતુસર આ સુંદર પુસ્તક ફાધર અન્તોન મેકવાને આપણા માટે પ્રસિદ્ધ કર્યું છે. ફાધર અન્તોને આપણા સમાજમાં પ્રભુભક્તિ અને આધ્યાત્મિકતા વધે તે માટે ભજનો માટેની કેસેટોનું પણ યોગદાન આપ્યું છે.

આ કાર્યક્રમમાં આપણા લાડીલા માનનીય બીશપ શ્રી થોમસ મેકવાને હાજરી આપી આ પુસ્તકનું વિમોચન કર્યું હતું.આ પ્રસંગે બીજા ઘણા જાણીતા ને લોકલાડીલા ફાધરો અને સીસ્ટરોએ હાજરી આપી પુસ્તકને આવકાર્યું હતું. અંતે નડીઆદના ધર્મજનો તથા આગેવાનોના સાથ સહકારથી આ કાર્યક્રમ સફળ રહયો હતો

આવો, ફાધરના આ ઉમદા કાર્યને સૌં સાથે મળીને વેગ આપીએ.

આ પ્રસંગની યાદગારી સુંદર ભજન સાથે જોવા માટે નીચેના વિડીઓ ઉપર ક્લિક કરો.
Fr. Anton Macwan has published a book called "Taranhar Issu" (Saviour Jesus). To bring love and live life of Christ Fr.Anton has translated this book from "Gospel Paralles" by Burton H.Throcmorton. Rev. Bishop Thomas Macwan gave an introduction about how this book can help once life and then gave it to church for their reflection and daily prayers. There were many well known priests and nuns and the people of Nadiad gathered to be the part of the programme

Let us all come together and share the love of Christ by "તારણહાર ઇસુ" (Taranhar Issu)

વિડીયો અને ફોટાનું સૌજન્ય
-પરેશ આર્ટ,નડીયાદ.

0 Add comments:

Post a Comment


Thank you and stay connected