દૂત શતાબ્દી નિમિતે શનિવાર અને રવિવારના રોજ પાસ્ટરલ સેન્ટર, નડિયાદ ખાતે એક સુંદર "દૂત" પરીસવાંદ એટલે પરબ્રહ્મ સાથે સવાંદનું આયોજન કરવામાં આવ્યું હતું . મોટી સંખ્યામાં 'દૂત' ના ચાહકો અને શબ્દાવલીના સથવારે સહકાર આપનાર લેખકો અને લેખિકાઓ અને કવિ મિત્રો તથા શ્રોતા મિત્રોએ હાજર રહી આ પરીસવાંદને સફળ અને જીવંત બનાવ્યો હતો. આ પ્રસંગે ઈશુ સંઘના પ્રાંતપતિ માનનીય ફા. જોસ ચંગનાચેરી એસ.જે. જેમણે દૂતના સહ તંત્રી શ્રી જસવંત મેકવાન, તંત્રી શ્રી જોન કાનીસ , માનદ તંત્રી ફા. વિનાયક જાદવ એસ.જે., પ્રકાશક અને મેનેજર ફા. જેરી સિકવેરા એસ.જે અને અતિથી વિશેષ ગુજરાત કેથોલિક સમાજના પ્રમુખશ્રી અન્તોન આપિયન પરમારની સાથે મળી દીપ પ્રગટાવીને ઉદ્ઘઘાટન કર્યું હતું.
દૂતના ઈતિહાસ અને ભવિષ્ય માટે ઉમદા વક્તવ્યો આપનાર વક્તા ડો. થોમસ પરમાર (નિવૃત અધ્યાપક એચ.કે કોલેજ,અમદાવાદ) શ્રી હસમુખ મેકવાન (સેક્રેટરી ,મીડિયા કમીશન, ગાંધીનગર), ડો. રોમન ભાટિયા(પ્રાધ્યાપક, દક્ષિણ ગુજરાત યુનિવર્સીટી, સુરત),અને ફા સેડ્રિક પ્રકાશ એસ. જે.(નિયામક 'પ્રશાંત ', અમદાવાદ) અને ડો. ફા રોબર્ટ પેન ( પ્રિન્સિપાલ,સલેશિયન યુનિ. ઓફ ફિલોસોફી , નાસિક ) સર્વનો ઉત્તમ ફાળો રહયો હતો.
આ પ્રસંગનું સમાપન પરમ પૂજ્ય ધર્માધ્યક્ષ શ્રી થોમસ મેકવાન ના આશીવર્ચન દ્વારા કરવામાં આવ્યું હતું
Monday, December 6, 2010
"દૂત" પરીસવાંદ એટલે પરબ્રહ્મ સાથે સવાંદ
By Vijay Macwan BBN at Monday, December 06, 2010
No comments
0 Add comments:
Post a Comment
Thank you and stay connected