રવિવારે આણંદ-ગામડી દેવળમાં રેવ. આર્ચ બીશપ સ્ટેની ફર્નાડીઝ દ્વારા ખ્રિસ્ત યજ્ઞ અર્પણ કરવામાં આવ્યો હતો. આ ખ્રિસ્ત યજ્ઞ બાદ આણંદમાં આવેલ જુના દેવળમાં (જે હાલમાં સમારકામ બાદ સુંદર અને રળિયામણું બનાવવામાં આવ્યું છે) પ્રીત સંસ્કારની સ્થાપના ત્યાં કરવામાં આવી. આ પ્રીત સંસ્કારની સ્થાપના રેવ. આર્ચ બીશપ સ્ટેની ફર્નાડીઝે કરી હતી.
પ્રીત સંસ્કારની સ્થાપનાથી દરેક શ્રધાળું ત્યાં જઈ ને પ્રાથના કરી આશીર્વાદ મેળવી શકે છે. લોકોમાં શ્રદ્ધાના બીજ ઊંડા ને ઊંડા રોપાઈ અને સૌને ખ્રિસ્ત પ્રભુના પ્રેમની અનુભુતી થતી રહે તે હેંતુથી આણંદ દેવળના સભાપુરોહિત ફા. આલ્બર્ટ એસ. જે. ની મહેનતથી આ સફળ બન્યું છે વધુમાં, તેમણે ખ્રિસ્ત યજ્ઞમાં જણાવ્યા પ્રમાણે આ પ્રીત સંસ્કારની સ્થાપનામાં ઇસુસંઘી પ્રાંતપતિ માનનીય ફા. જોશ ચંગનાચેરી એસ. જે. અને અમદવાદ ધર્મપ્રાંતના માનનીય બિશપ થોમસ મેક્વાનનો ઉમદા ફાળો રહેલો છે.
વધુ પ્રસંગને નિહાળવા માટે વિડિઓ ઉપર ક્લિક કરો.
ખ્રિસ્ત યજ્ઞમાં હાજર રહેલ ફા. જેરી સિક્વેરા એસ જે., ફા. રોયસ્ટન એસ જે., ફા. મેક્સીમ એસ.જે .ફા. અનીલ સેવરીન એસ જે. ફા. સેબી મેથ્યુ અને બ્ર. એબ્રીલ એસ જે અને માનનીય ફા. પરેઝા એસ જે. આ પ્રસંગ ટાણે હાજર રહી વધુ ભક્તિમય બનાવ્યો હતો.
ભક્તિભાવથી આવેલ શ્રદ્ધાળુઓને કારણે આ શુભ પ્રસંગ વધુ રંગતમય અને ભક્તિમય બન્યો હતો.
- જય ઇસુ
- BBN ટીમ
0 Add comments:
Post a Comment
Thank you and stay connected