Tuesday, July 5, 2011

ખ્રિસ્તી સમુદાય માટે ગૌરવ_ડો. કલ્પેશ કુમાર ઈશ્વરભાઈ મેકવાન

From left: Dr. Thomas Parmar, Dr.Kalpesh Macwan and Rev. Fr. Rocky Pinto  ( Principal Of St.Mary's School, Nadiad)




 
Dr. Kalpeshkumar Macwan
 ડો. કલ્પેશ કુમાર ઈશ્વરભાઈ મેકવાન વડતાલ ગામના છે અને સેન્ટ મેરી'સ  સ્કુલ, નડિયાદ ખાતે શિક્ષક તરીકે ફરજ બજાવે છે. સ્કુલમાં શૈક્ષણિક જવાબદારી અને પ્રવૃતિઓ અને ત્યારબાદ ઘરની અને સામાજિક જવાબદારીઓ બાદ સખત મહેનત કરી  હિન્દી વિષય ઉપર  PH.D. ની પદવી  પ્રાપ્ત કરી છે, જે વડતાલ માટે તો ખરુજ  પણ સમગ્ર ખ્રિસ્તી સમુદાય માટે ગૌરવ ભર્યું કહેવાય .

તેમની સાથે વાત કરતા તેમને જણાવ્યું હતું કે PH.D પૂરી કરવામાં ત્રણ વર્ષનો લાંબો સમય ગાળો અને કઠીન પરિશ્રમ બાદ જે આનંદ છે તે સમાતો નથી.  આ પ્રસંગે તેમણે વધુમાં જણાવ્યું હતું કે  આપણા સમાજમાં ઘણા ઓછા લોકો છે જેમણે PH. D નો  અભ્યાસ કરેલ છે, આવા ઉચ્ચ અભ્યાસ  કરવાથી પણ સમાજ  ને વધુ આગળ લાવવામાં અને તટસ્થ બનાવવામાં ઉપયોગી નીવડી શકીશું તેવી લાગણી તેમણે વ્યક્ત કરી હતી. વધુ માં તેમણે  તે પણ જણાવ્યું હતું કે આજનો આપણો યુવા વર્ગ ઉચ્ચ અભ્યાસ તરફથી પાછા પગલા માંડી રહેલો લાગે છે, તેના કારણો અન્ય હોઈ શકે છે, પણ, અમુક અભ્યાસ કર્યા પછી નોકરી મેળવી યુવાવર્ગ  સ્થાયી બની જાય  છે જેનાથી સમાજ અને પોતાના વ્યક્તિત્વનો  વિકાસ અટકી જાય છે.  આવા કારણોથી પર થઇ જો યુવાવર્ગ  ઉચ્ચ અભ્યાસ તરફ પ્રયાણ કરશે તો આપણો સમાજ ઘણા તારલાઓથી  ઝળહળી ઉઠશે.

PH . D ના અભ્યાસ માટે ફા.લોરેન્સ  (જેઓ હાલમાં સેન્ટ ઝેવિયર સ્કુલ, હાંસોલ ,અમદાવાદમાં પ્રિન્સીપાલ  તરીકે ફરજ બજાવે છે)  અને તેમના મોટાભાઈ યોગેન્દ્રભાઈનો ઉત્તમ ફાળો રહેલો છે.

ડો. કલ્પેશ કુમાર મેકવાનનો સન્માન સંભારભ સેન્ટ મેરી'સ સ્કુલ નડિયાદ ખાતે આજે રાખવામાં આવ્યો હતો. આ પ્રસંગ વેળાએ "દૂત" ના તંત્રી માનનીય ડો. થોમાસ પરમારે હાજરી આપી કાર્યક્રમને વધુ સુશોભાવિત કર્યો હતો. પ્રસંગ દરમ્યાન સ્કુલ તરફથી માનનીય પ્રિન્સીપાલ ફા. રોકી પિન્ટો દ્વારા ડો. કલ્પેશને  ફૂલહાર અને શાલ ઓઢાવી  સન્માનિત કર્યા  હતા. પ્રસંગ દરમ્યાન હાજર રહેલ વડતાલના ફાધર્સ અને સિસ્ટર અને અતિ સન્માનિત એવા તેમના માતા-પિતાની ઉપસ્થી કાર્યક્રમ ને વધુ રંગતભર્યો બનાવ્યો હતો. તેમના માતા-પિતા તરફથી ૫૦૦૦ હાજર રૂપયા  સ્કુલના વિધાર્થીગણ માટે પ્રિન્સીપાલને આપવામાં આપ્યા હતા.  
           

- News And Photo.
  BBN

8 Add comments:

  1. Congratulations Kalpesh for such a great achievement! Your parents must be very proud of you as they have worked very hard to look after the family. We all people of Vadtal are also proud of you. - Paul Macwan (Canada)

    ReplyDelete
  2. congrates Dr.Kalpes Mecwan, We are proud of you. God bless you.
    Hasmukh Mecwan,Gandhinagar.

    ReplyDelete
  3. Dear Dr. Kalpesh Macwan, We are proud of you.God bless you.
    Hasmukh Mecwan,Gandhinagar.

    ReplyDelete
  4. Many Many Congratulations Mr. Kalpesh..

    ReplyDelete
  5. Congrats Dr.Kalpesh Macwan. God Bless You

    ReplyDelete
  6. Congratulations! May the Good Lord bless you and your loved ones, always.

    Fr Freddy

    ReplyDelete
  7. Congratulation Dr. Kalpesh, it is a great achievement in your life. we are proud of you. May God bless you abundantly.
    Fr. Nilesh

    ReplyDelete
  8. Congratulation for great achievement...its motivation for others.. Piyush..vadtal

    ReplyDelete


Thank you and stay connected