Saturday, May 5, 2012

લુર્ડસના માતા મારિયાની ટેકરીનું ઉદ્ઘાટન



આજે કઠલાલ તાંબાના મહીસા ગામે લુર્ડસના માતા મારિયાની  ટેકરીનું ઉદ્ઘાટન માનનીય  બિશપશ્રી થોમસ મેકવાનના વરદ હસ્તે કરવામાં આવ્યું. ગામમાં આવેલ પોળોમાંથી પસાર થયેલ બગી સાથેનું સરઘસ અને તેમાં સવાર થતા માતા મારિયાની પ્રતિમા અને બીશપશ્રી તથા જોર જોરથી ગવાતા માતા મારિયાના ભજનોથી આજે મહીસા ગામ ગુંજી ઉઠ્યું હતું  

 મેં મહિનો એટલે માતા મારિયાને વિંનતી અને અરજ કરવાનો મહિનો ધર્મસભામાં અને  શ્રધાળુંઓમાં પ્રચલિત છે. "ગુલાબમાળાનું  વર્ષ" આ અનુસંધાનમાં કઠલાલના સભા પુરોહિત રેવ. ફા. રમેશ મેકવાનના પ્રયત્ન અને મહીસા ગામના ખ્રિસ્તી શ્રધાળુંઓના  સાથ સહકારથી લુર્ડસના માતા મારિયાની  ટેકરી બનાવવામાં આવી છે.

લોકોના માનીતા માનનીય બિશપ થોમસ મેકવાનને બસ સ્ટોપથી ખ્રિસ્તી ફળિયા સુધી સામૈયું કરી નાચ ગાન સાથે લાવવામાં આવ્યા હતા.  આ સમયે મહીસા ગામના સરપંચશ્રીએ બીશપ સાહેબને ફૂલહાર  ચડાવીને આશીર્વાદ લીધા બાદ ગામમાં તેમના પાવન પગલા સર્વ ગામના લોકો માટે ભાગ્યશાળી ગણાવ્યા હતા. તેમણે માતા મારિયાની પ્રતિમાને પણ ફૂલહાર  ચડાવી વંદન કર્યા હતા. માતા મારિયાની  ટેકરી હોવાનો  આનંદ આ ટાણે મોટી સંખ્યામાં આવેલ  બહેનો -ભાઈઓ અને બાળકોમાં  જોવા મળતો હતો.

ધાર્મિક પ્રસંગો એક બીજાને  એકતાનું અને પરસ્પર પ્રેમનું  ઉદાહરણ પૂરું પાડે છે તે આજે અહી શ્રધાળુંઓમાં જોવા મળતું હતું    

Photo And Video
BBN

0 Add comments:

Post a Comment


Thank you and stay connected