ક્યાંક કબ્રસ્તાન રોડના સમાર કામ માટે ખોદી કાઢવામાં આવે છે તો ક્યાંક વળી,ગામનો ઉકરડો બનાવવા માટે કે પછી ગટરોના ગંદા પાણીના નિકાલ માટે આ જગ્યાનો ઉપયોગ કરવામાં આવે છે. સમાજમાં કબ્રસ્તાનનો પ્રશ્ન હજી સુધી હલ થયો નથી.
આખરે આ પ્રશ્ન કોઈના મૃત્યુ વેળાએ નજરે તો ચઢે છે પરંતુ "રાત ગઈ બાત ગઈ" જેવું થતું હોય છે. દુરગ્રસ્ત કબ્રસ્તાનોની BBN મુલાકાત દરમ્યાન નજરે ચડ્યું કે આપણા કબ્રસ્તાન મોટા ભાગે તળાવ કે કાંસના કિનારે કે અંદર પાણીમાં આવેલ છે અને તેમાં અમુક જૂની કબરો ગરકાવ થયેલ છે.આવા કબ્રસ્તાનમાં મૃતકને છેલ્લી માટી નાખવાનો મોકો તો શિયાળા ઉનાળામાં જરૂરથી મળે પણ મૃતક માટે ચોમાસામાં પાંચ ફૂટની જગ્યા શોધવી અઘરું બની જાય.
નરસંડામાં કબ્રસ્તાન કાંસના કિનારા ઉપર આવેલ છે. ચોમાસામાં પાણી ભરાતા મૃતકને લઇ જવાનો પ્રશ્ન ઉભો રહે છે. રાજનગરમાં કબ્રસ્તાન માટે ખાડામાં નાની જગ્યા છે. ચોમાસામાં કબર બનાવવાનો પ્રશ્ન છે. વડતાલમાં નવું કબ્રસ્તાન ખ્રિસ્તી ફળિયાની નજીક આવેલ છે. વિદ્યાનગર જવાના રોડની આજુ બાજુ એમ બે ભાગમાં વહેચાયેલ છે તેમનો એક ભાગ વરસાદની ઋતુમાં પાણીથી ગરકાવ થઇ જાય છે. બાકરોલનું કબ્રસ્તાન તળાવના કિનારે આવેલ છે વચ્ચે રાહદારી રસ્તો આવેલ છે તેમનો એક ભાગ (કરમસદના રોડ તરફ) પાણીમાં ગરકાવ થાય છે.
કરમસદમાં દેવળની નજીક કબ્રસ્તાન આવેલ છે. અડધું કબ્રસ્તાન ખાડામાં આવેલ છે ,ચોમાસામાં આ ભાગ પાણીમાં કબરો સાથે ગરકાવ થાય છે તેના અડધા ભાગમાં કબરો તોડી નાનો રોડ બનાવેલો છે (વધુ માટે વીડિઓ જોશો). મોગરીમાં આખું કબ્રસ્તાન પાણીમાં છે અહીના એક બહેને રોષ વ્યક્ત કર્યો હતો કે અહી મરનાર સર્વે ને ટાઈટેનિકનો અનુભવ થાય છે. બેડવા ગામમાં એક્ષપ્રેસ રોડમાં માટીનું પુરણ કરવા માટે કબ્રસ્તાનનો આજુબાજુનો ભાગ ખોદી કાઢવામાં આવેલ. આજે આ કબ્રસ્તાન નાના ડુંગર જેવું લાગે છે. વરસાદના કારણે આજુબાજુની ધારો ધોવાઇને ખાઈ જેવી બની ગયેલ છે જેમાં ઘણી કબરો ધોવાઇ ગઈ છે તો વળી, અમુક કબરો ઉપર વહેરા અને બખોલ પડી ગયેલ છે.
બેડવા, કરમસદ, વડતાલમાં કબર ઉપર રાખવામાં આવેલ અમુક ક્રોસને તોડી નાખવામાં તથા વાળી નાખવામાં આવ્યા છે.
Please click to watch the graveyards which are having problems. ( You may not have buffering problem while watching)
Bedva graveyard
karamsad graveyard
Mogri graveyard
Bakrol graveyard
Please click to watch the graveyards which are having problems. ( You may not have buffering problem while watching)
Bedva graveyard
karamsad graveyard
Mogri graveyard
The problem of Mogri grave yard will be solved by Panchayat as soon as possible. Here the main pond is being prepared for a play ground. Mr.Jerom from Mogri said that the water of the same pond is right now in the graveyard. The Panchyat is making a way to send the water out and make a better graveyard soon.
Bakrol graveyard
આ સમસ્યાના નિરાકરણ માટે જે. પી. સી. (જસ્ટીસ એન્ડ પિસ કમીશન ) દ્વારા અમદાવાદ ધર્મપ્રાંતમાં આવેલ તાબાઓમાં દર્શાવેલ ફોર્મ મોકલી આપવામાં આવ્યા છે. BBN ના ફોન ઇનટરવ્યુમાં જે પી સી ના કોડીનેટર શ્રી શૈલેષ ખંભાલીયાએ જણાવ્યું હતું કે જે તે ગામમાં કે શહેરમાં કેથોલીક કબ્રસ્તાનની જમીનની માહિતી આપવા બાબત માટેની અપીલ કરવામાં આવી છે જેનો અભ્યાસ જે.પી.સી.ના સભ્યો દ્વારા કરવામાં આવશે અને તેના માટે યોગ્ય નિકાલ લાવવા માટે તાલીમ આપવામાં આવશે.
Courtesy Mr. Jerom Mogri |
News And videos By BBN
0 Add comments:
Post a Comment
Thank you and stay connected