Thursday, September 20, 2012

Marian Congress at St. Mary's School-Nadiad

Our Mother Mary by Rev. Fr. Francis Parmar S.J.

Please click on he video

તા .19-09-2012 ના રોજ સેન્ટ મેરીઝ સ્કુલ, નડિયાદ ખાતે એક દિવસ માટે મરિયમ પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું  આ શુભ અવસરે  અમદાવાદ ધર્મપ્રાંતમાંથી 3800 ધર્મજનો ભેગા થયા હતા

અહી રેવ બીશપ થોમસ મેકવાન દ્વારા દીપ પ્રગટાવી પરિષદનો શુભ આરંભ કર્યો હતો  ત્યાર બાદ પીઢ  મિશનરી રેવ  ફા ગાલ્દોસ એસ જે , રેવ ફા ફ્રાન્સીસ પરમાર એસ જે, રેવ ફા પરેશ પરમાર( ગુલાબમાળાના મર્મો વિશેની ઊંડાણભરી માહિતી આપી હતી)  દ્વારા પવિત્ર મારિયાના મહિમા અર્થે પોતાના વક્તવ્યોથી  સમજુતી આપવામાં આવી હતી

મરિયમ પરિષદનો બીજો તબક્કો સ્નેહભોજન બાદ રેવ ફા  ઈગ્નાસ કાનીસ એસ જે દ્વારા માતા  મરિયમનો મહિમા કરતી કથા તેમની ટીમ સાથે રજુ કરી, સર્વેને પવિત્ર મારિયાનો પ્રભુ પ્રત્યેનો પ્રેમરસ  અને ભક્તિરસ પાયો હતો

અંતે  બીશપ થોમસ મેકવાન દ્વારા ભવ્ય ખ્રિસ્ત યજ્ઞ અર્પણ કરવામાં આવ્યો હતો આ પ્રસંગે હાજર રહેલ પુરોહિતવર્ગ સાધ્વી બહેનો તથા ધર્મજનોએ ભક્તિભાવથી ભાગ લઇ વિદાઈ લીધી હતી

આ ઊજવણી માટે રેવ ફા  ટોની, રેવ ફા સંદીપ (પેટલાદ) રેવ ફા ટાયટસ (બાલાસિનોર)  રેવ ફા રોકી પિંટો, રેવ ફા બ્રીટ્ટો (નડિયાદ) અને દરેક પુરોહિતગણ, સાધ્વીગણ,આગળ પડતા ભક્તજનો તથા સોકોમ મેમ્બર્સ (SOCOM)નો સક્રિય ફાળો રહ્યો હતો

આ ઉજવણીમાં આપવામાં આવેલ વક્તવ્યો દરરોજ વીડિઓ ફોર્મેટમાં બી બી એન ઉપર રજુ કરીશું

News By
SOCOM (Social Communication Commission) Ahmedabad Dio.

Photos and Videos 
BBN 

         



0 Add comments:

Post a Comment


Thank you and stay connected