Late Sister Vijaya Parmar - a Dominican sister - died on 17-06-2014. The funeral mass was today on 20-06-2014 at 10:00 am in St. Joseph's Church - Baroda.
Please click on the link for more photos
Please click on the video
સિસ્ટર વિજયાની જીવનયાત્રા વિષે...
સિસ્ટર વિજયા પરમારનો જન્મ ભૂમેલના પડોશ ગામ ઉત્તરસંડામાં પહેલી નવેમ્બર 1950ના રોજ થયો હતો. તેમના માતાશ્રી સ્વ.આગ્થાબેન અને પિતાશ્રી સ્વ.અન્તોનભાઈ હતાં તેમના ત્રણ સંતાનોમાં સિસ્ટર લાડકવાયા હતાં
પ્રભુની સેવાનો દીવડો પ્રજવલિત રાખવા તેઓ દોમેનીક મંડળના સાધ્વી સંઘમાં તા. 06-01-1974 ના રોજ ગોવા ખાતે પ્રથમ વ્રત ધારણ કર્યા હતાં અને તેમને તેમના છેલ્લાં વ્રત માર્ચ 1979 માં લીધા હતાં. સિસ્ટર વિજુના હુલામણા નામથી જાણીતા બની સર્વ ઇસુપંથી શ્રધાળુંઓના માનીતા બન્યાં
તેમના સેવા કાર્યની વાત કરીએ તો સિસ્ટર વિજુ પરમાર 1982માં કરુણા નિકેતન હાઇસ્કુલ - બાલાસિનોરમાં ગુજરાતી અને સંસ્કૃતના મુખ્ય વિષય શિક્ષિકા તરીકે જોડાયા આજ સ્કુલમાં ઉચ્ચત્તર માધ્યમિક વિભાગ ની શરૂયાત થતા તેમની નિમણુંક ગુજરાતી શિક્ષિકા તરીકે કરવામાં આવી હતી પોતાની નિવૃત્તિ સુધી પૂરી કર્તવ્ય નિષ્ઠાથી પૂર્ણ કરી તેમનો ઉમદા સ્વભાવ અને સાદગી વડે સર્વ મળનારના દિલ જીતી લેતા હતા. સામાજિક દુષણો અટકાવવા માટે તેઓ વિધાર્થીઓને સતત જાગ્રત રાખતા હતાં
નિવૃત્તિ બાદ ઝુપડપટ્ટીના બાળકો માટે વિશેષ વર્ગોનું આયોજન, કેદીઓની મુલાકાત, ધર્મ વિભાગના કાર્યમાં ખડે પગે હાજર રહેતા
તેમને દૂત અંતે સંત જોસેફ ધર્મવિભાગના સામયિકો માં પોતાના વિચારોને રજુ કરીને પોતાના નીવૃતીમય જીવનને તેમણે પ્રવૃત્તિ બનાવ્યું હતું
તા.10-06-2014ના રોજ હાર્ટ હોસ્પિટલ નડિયાદ ખાતે સિસ્ટર વિજુને બાય પાસ સર્જરી કરવામાં આવી સર્જરી બાદ અન્ય શારીરિક તકલીફો ઉભી થતા તા.17-06-2014 ના રોજ સવારે તેમને આ ક્ષણભંગુર જીવન યાત્રાના અંતિમ શ્વાસ લીધા
તા 17-06-2014 ના રોજ સંત જોસેફ ચર્ચ ખાતે તેમને અંતિમ વિદાઈ આપતા પહેલા ગાંધીનગર ધર્મપ્રાંતના માનનીય આર્ચ બિશપ રેવ. સ્ટેની ફર્નાડીસ, બરોડા ધર્મપ્રાંતના માનનીય બિશપ ગોડ્ફ્રી દે રોસરીયો તથા અમદાવાદ ધર્મપ્રાંતના માનનીય બિશપ થોમસ મેકવાન હાજર રહી ખ્રિસ્તયજ્ઞ અર્પણ કરી અને અંતિમ આશીર્વાદ આપ્યા હતા. આ દુઃખદ પ્રસંગે સિ. વિજુના કુટુંબીજનો તથા મોટી સંખ્યામાં શ્રધાળુઓ, સાધ્વીગણ અને પુરોહિતગણ સિસ્ટર વિજુને વિદાય આપવા હાજર રહ્યા હતા.
- BBN - Bhumel Broadcasting Network.
0 Add comments:
Post a Comment
Thank you and stay connected