Monday, December 5, 2016

ડૉ . થોમસ પરમાર અનુદિત ફા. એસ્પિતારતે રૌપ્ય ચંદ્રક- દૂત સંમેલન

ફાધર ઝુરહુસેન એસ. જે. 1911 માં "ઈસુના અતિ પૂજ્ય અંતઃકરણનો "દૂત" શરૂ કર્યો હતો. 2011માં શતાયુ દૂતની શતાબ્દી શાનદાર રીતે અમદાવાદ ખાતે શુભ આરંભ કરી ઉજવવામા આવી હતી અને આણંદ ખાતે પુર્ણાહુતી કરવામાં આવી હતી. 

તાજેતરમાં 04-ડિસે -2016 ફાધર એસ્પિતાર્તે રૌપ્ય ચંદ્રકની ઐતિહાસિક ઘટના કૉમ્યૂનિટી હોલ, ગામડી-આણંદ ખાતે ઉજવવામાં આવી.

પોતાના જીવનમાં અસરકારક ભૂમિકા પાડનાર સ્વ. ફાધર એસ્પિતાર્તે એસ. જે. ના જન્મ શતાબ્દી વર્ષ (03-11-1917 - 2017) માં દૂતના પૂર્વ તંત્રીશ્રી ડો. થોમસ પરમાર અનુદિત "ફાધર એસ્પિતાર્તે રૌપ્ય ચંદ્રક" વર્ષ 2015માં દૂતના ઉત્તમ કાવ્ય લેખન પ્રદાન માટે કવિશ્રી ફેડ્રિકને "દૂત" ના પ્રકાશક ફાધર જેરી સિકવેરા એસ. જે.ના હસ્તે આ ચંદ્રક અર્પણ કરવામાં આવ્યો હતો. આ શુભ પ્રસંગે "દૂત"ના માનદ તંત્રી ફાધર ડો. વિનાયક જાદવ દ્વારા કવિશ્રી ફેડ્રિકને શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું અને ત્યાર બાદ "દૂત"ના તત્રીશ્રી જસવંત મેકવાને સન્માનપત્ર આપી કવિશ્રીને બિરદાવ્યા હતા.

આ પ્રસંગે દૂતના સ્વયં સેવકો સાથે વાર્તાલાપ કરી તેમના અનુભવો અને વિચારની આપ લે કરી હતી. આ સમગ્ર કાર્યક્રમ બાદ સર્વ હાજર "દૂત"ના ચાહકો ખ્રિસ્તયજ્ઞમાં જોડાયા હતા ફાધર ડો વિનાયક જાદવે "દૂત"ના સ્વયં સેવકોને સંત યોહાનની જેમ આજના શુભ સંદેશકારકની ઉપમા આપી સંદેશવાહકનું કાર્ય કરવા અંગુલી નિર્દેશ કરી બિરદાવ્યા હતા.

"દૂત" ગુજરાતના અંતરિયાળ ગામડાંઓથી માંડી વિદેશ સુધી પહોંચી શુભસંદેશનું કાર્ય કરી પ્રભુ અને લોકો વચ્ચે સેતુ બની રહ્યો છે


Please click for more photos






0 Add comments:

Post a Comment


Thank you and stay connected