Tuesday, March 21, 2017

Falguniben (Divine Retreat Centre, Kerala) in Lakhgam-Dadhvada for two days retreat

ફાલ્ગુનીબેન (ડિવાઇન રિટ્રીટ સેન્ટર, કેરળ ) દ્વારા બે દિવસની રિટ્રીટ, લાખ ગામ - દઢવાડામાં.
ગઈ કાલે તા 19-03-2017 ના રોજ લાખ ગામ ખાતે બે દિવસ માટે ડિવાઇન રિટ્રીટ સેન્ટર, કેરળથી આવેલ ફાલ્ગુનીબેન દ્વારા તપઋતુની રિટ્રીટ શરૂ થયેલ છે. લાખ ગામ દક્ષિણ ગુજરાતમાં આવેલ દઢવાડા તાબામાં આવેલ છે. મોટી સંખ્યામાં ભક્તો આ રિટ્રીટનો ભાગ લઇ પ્રભુમય થયી રહ્યા છે.
આ રિટ્રીટનું આયોજન દઢવાડાના સભા પુરોહિત રેવ. ફા જેમ્સ વાઝ અને તેમીની કોમ્યુનિટી, સાધ્વી ગણ, પેરિશ કાઉન્સિલના સભ્યો તથા લાખ ગામના અગ્રણીયો અને ભક્તોના સાથ સહકારથી કરવામાં આવેલ છે.
આ તપઋતુમાં સર્વ ભક્તો આ જીવન યાત્રાને પ્રભુમય બનાવે અને તપ અને ઉપવાસથી સર્વેના જીવન વસંત ઋતુની જેમ ખીલી ઉઠે તેવી શુભ આશિષો.
ફોટો : ફા સુંદર
 ન્યૂઝ : BBN





0 Add comments:

Post a Comment


Thank you and stay connected