Saturday, April 1, 2017

"માધુર્ય ભુવન" દ્વારા દિવ્યાંગ બાળકો માટે વાર્ષિક દિન

"માધુર્ય ભુવન" દ્વારા દિવ્યાંગ બાળકો માટે વાર્ષિક દિન તા. ૨૮-૦૩-૨૦૧૭ ના રોજ ડો. બાબાસાહેબ આંબેડકર હોલ , સરસપુર-અમદાવાદ ખાતે ઉજવવામાં આવ્યો હતો. 

આ પ્રસંગે આદરણીય મહાધર્માધ્યક્ષ થોમસ મેકવાન, સંત આન્ના મંડળના પ્રોવિન્સિયલ સિસ્ટર બેનીતા , સિસ્ટર સુનિતા વિલ્યમ તથા હાજર રહેલ પુરોહિતગણ, સાધ્વીગણ અને બાળકોના માતા-પિતા રહી સમગ્ર દિવ્યાંગ બાળકોને પ્રોત્સાહન આપી અને આનંદથી વધાવ્યા હતા.
"માધુર્ય ભુવન" માનવતાના ઉદારપાસાનું જીવંત કેન્દ્ર. સિસ્ટર્સ ઓફ ચેરિટી ઓફ સેન્ટ આન્ના દ્વારા સંચાલિત દિવ્યાંગ બાળકોમાં કૌશલ્ય વિકાસ , સામાજિક સ્વીકૃતિ , સમાજના મુખ્ય પ્રવાહમાં ભળી શકે તેવી જીવન શૈલી વિકસાવવા અને તે માટે ૧૧ તાલીમબધ્ધ શિક્ષકો, ફિઝિયોથેરેપીસ્ટ, સ્પીચ થેરેપીસ્ટ દ્વાર ૭૫ થી વધુ બાળકો ને સામાજિક , શૈક્ષણિક અને વ્યક્તિગત તાલીમ આપીને મૂળભૂત જરૂરીયાતથી પરિચિત કરાવવામાં આવે છે. માનસિક શક્તિને આધારે ૬ વર્ગોમાં વહેંચાયેલા આ બાળકોને વિવિધ તાલીમ આપીને સર્વાંગી સશક્તિકરણ કરાય છે.
અહીંના માનનીય પ્રિન્સિપાલ સિસ્ટર કૈલાસ માર્ગદર્શન હેઠળ વાર્ષિક દિનનીઅનોખી ઉજવણી કરવામાં આવી તેની તસ્વીર અહેવાલથી માણશો.
અમો આ સંસ્થાના સિસ્ટર્સ, શિક્ષકો અને સ્ટાફનો આભાર વ્યક્ત કરીયે છીએ 
ખાસ કરીને સિસ્ટર કૈલાશ તથા શ્રી અશોકભાઈ નો આભાર માણીયે છીએ .

Please click for more   PHOTOS


News : Dipak Vaghela
Special Thanks to Francis Anton Parmar and Smit Macwan
Photos : BBN

0 Add comments:

Post a Comment


Thank you and stay connected