વડોદરા શહેરમાં શાંતિના વાહકનો શુભ સંદેશ આપતું જીવંત ગભાણ જોવા માટે વીડિઓ ઉપર ક્લિક કરશો
જીવંત ગભાણની ઝાંખી માટે ફોટા નિહાળશો
ગઈ કાલે તા 23-12-2012, સંત જોસેફ ચર્ચ, વડોદરા ખાતે સભાયાજ્ઞિક રેવ. ફા. જયંત રાઠોડ એસ. જે. અને અહીના ધર્મજનો દ્વારા જીવતું ગભાણ વડોદરાના વિસ્તારોમાં લઇ જઈને પ્રભુના જન્મનો શુભ સંદેશ પાઠવવામાં આવ્યો હતો. આ "જીવંત ગભાણ" નું આયોજન અહી દર વર્ષે કરવામાં આવે છે .નાતાલના વધામણીના ભજનો અને સંગીતથી પવિત્રતા અને નાતાલનો માહોલ બની રહ્યો હતો.
પ્રભુ ઈસુના આગમનની તૈયારી અર્થે અહી દરરોજ ખ્રિસ્ત યજ્ઞ અને બોધનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારબાદ આજે સવારે આ જીવતા ગભાણનું સરઘસ શરૂ કરી રોડ ઉપર આવતા મોટાભાગના વિસ્તારો અને સોસાયટીઓને આવરી લઈ દરેકને પ્રેમ અને શાંતિના પ્રતિક એવા બાળ ઈસુના જન્મની વધામણી આપતા યુવાન-યુવતીઓ,બાળકો, બહેનો અને વડીલો આ સરઘસને આગળ ધપાવતા સાંજે પરત ફર્યા હતા.
BBN |
News by BBN
Special Thanks To Rev. Fr. Jayant Rathod S.J.
Happy Christmas
Happy Christmas to all people Of Vadodara Specially to St. Joseph parish
ReplyDelete