Christmas Celebration - Matruchaya Orphanage, Nadiad
ગરબો નિહાળવા માટે વીડિઓ ઉપર ક્લિક કરશો.
Please click on the video
ગુજરાતની ધર્મસભામાં આ અઠવાડિયા દરમ્યાન નાતાલની ઉજવણી અલગ અંદાઝથી કરવામાં આવતી હોય છે ત્યારે ગઈ કાલે તા 26-12-2012 સાંજે, નડિયાદમાં આવેલ માતૃછાયા અનાથ આશ્રમ, નડિયાદ ખાતે સિસ્ટર બેનીતા મેકવાન દ્વારા અનાથ બાળકો માટે મનોરંજનનો પ્રોગ્રામ રાખ્યો હતો.
સંગીતના જાણીતા એવા શ્રી મુકેશભાઈ મેકવાનના સ્વરકંઠ દ્વારા અહી રહેતા અનાથ બાળકો માટે "એક શામ બાળકોને નામ" નો પ્રોગ્રામ પોતાની મ્યુઝિકલ પાર્ટી સાથે આપી સૌને ગરબા અને નાચ-ગાનમાં તરબોળ કરી દીધા હતા.આ ઉજવણી પછી શ્રી મુકેશભાઈ તરફથી સૌને ભોજન આપવામાં આવ્યુ હતું અને સાધ્વી બહેનો દ્વારા હાજરી આપેલ સૌ માટે આભારની લાગણી વ્યક્ત કરી હતી.
આ અનોખી ઉજવણીમાં માતૃછાયા અનાથ આશ્રમની હરહમેશ મદદ કરતા અને સાથે રહેતા એવા કુટુંબો, મહેમાનો તથા સાધ્વીબહેનો અને માતૃછાયાના પરિવારના સભ્યોની હાજરીથી આ પ્રસંગ વધુ રંગત ભર્યો રહ્યો હતો.
આવો પહેલ કરી આ નાતાલની ઉજવણીનો આનંદ દરેક તરછોડાયેલા, ભારથી કચડાયેલા અને અન્ય દુઃખદ પરિસ્થિતિમાંથી પસાર થતા સર્વને આપીએ. " સૌને અનાદી નાતાલ"
આ પ્રસંગના ફોટો નીચે નિહાળશો
Happy Christmas to you and all children of Matruchaya
ReplyDeleteHappy Christmas Matruchaya
ReplyDeleteCompliments of the season to all the staff and children and sisters. God bless you all
ReplyDelete