Wednesday, January 8, 2014

અર્વાચીન ઈતિહાસકારોમાં ડો.થોમસ પરમારનો સમાવેશ



  ગુર્જર ગ્રંથ ધ્વારા તાજેતરમાં ડો.જયકુમાર શુક્લ ધ્વારા સંપાદિત ભારતના અગ્રગણ્ય ઈતિહાસકારો વિષે ગ્રંથ પ્રકાશિત કરવામાં આવ્યો. 'અર્વાચીન ઈતિહાસકારો અને તેમનું ઈતિહાસલેખન' નામે પ્રકાશિત આ પુસ્તક ગુજરાતી ભાષામાં પ્રકાશિત પ્રથમ પુસ્તક કહી શકાય. પ્રસ્તુત ગ્રંથમાં ભારતના 10 અને ગુજરાતના 3૯ ઈતિહાસકારોનો પરિચય અને ઈતિહાસ લેખનમાં તેમના પ્રદાનથી વાચકને માહિતગાર કરવામાં આવેલ છે. આ પુસ્તકની વિશેષતા એ છે કે એ કોઈ ઈતિહાસ રજુ કરતુ નથી. પરંતુ જે મહાન લેખકોની કલમ વડે ઈતિહાસના ધબકારા ઝીલાયા છે એવા ઈતિહાશકારોની ગૌરવગાથા રજુ કરે છે. એ ઉપરાંત તેમનું ઈતિહાસ લેખન કેવું રાષપ્રદ અને સશનીષ્ઠ હતું તેનો અણસાર આપે છે.

  ગુજરાતી કેથલિક સમાજ માટે ગૌરવની વાત એ ગણાય કે અગ્રગણ્ય ઈતિહાશકારોમાં આપણા ડો. થોમસ પરમારનો પણ આ પુસ્તકમાં સમાવેશ કરવામાં આવ્યો છે. અને તેમના ઈતિહાસલેખનના પ્રદાન વિશે એક પ્રકરણ પ્રકાશિત કરવામાં આવ્યું છે. તેઓ ફક્ત કેથોલિક સમાજનાજ નહિ પરંતુ સમગ્ર ગુજરાતના ખ્રીસ્તી સમુદાયના એકમાત્ર ઇતિહાસકાર છે. ભારતીય સંસ્કૃતિના પ્રશિધ્ધ વિદ્ધાન ડો. હરિપ્રસાદ શાસ્ત્રીના માર્ગદર્શન હેઠળ ''હિંદુ એન્ડ જૈન ટેમ્પલ્સ ઓફ ગુજરાત બિલ્ટ ડ્યુરીંગ ધ મુઘલ પિરીયડ" વિષય પર મહાનિબંધ લખીને ડો. થોમસ ૧૯૯૧ માં ગુજરાત યુનિવર્સિટીમાંથી પી.એચ.ડી થયા હતા.

  ડો. થોમસ ૧૯૭૧ થી ૧૯૭૪ દરમિયાન ખંભાતની રાજાની પારેખ આર્ટસ કોલેજ તથા નડિયાદની સી.બી.પટેલ આર્ટસ કોલજમાં ઈતિહાસના અધ્યાપક તરીકે સેવાઓ આપી હતી. ૧૯૭૪ થી ૨૦૦૯ માં નિવૃત થયા ત્યાં સુધી તેમને અમદાવાદની એચ.કે.આર્ટસ કોલજમાં ભારતીય સંસ્કૃતિ વિષયના અધ્યાપક અને વિભાગીય અધ્યક્ષ તરીકે સેવાઓ આપી છે. ૨૦૦૦ થી ૨૦૦૯ દરમિયાન ગુજરાત વિદ્યાપીઠમાં જૈનવિદ્યા તથા બૌધદર્શન કેન્દ્રમાં મુલાકાતી અધ્યાપક તરીકે માનદ સેવાઓ આપી છે. ૨૦૦૭ થી સેપ્ટ યુનિવર્સિટીમાં વીઝીટીંગ ફેકલ્ટી તરીકે સેવા આપી રહ્યા છે. ૨૦૦૩ થી ગુજરાત વિશ્વકોષ ટ્રષ્ટમાં ભારતીય સંસ્કૃતિ વિષયના માનાર્હ સંપાદક તરીકે સેવાઓ આપે છે.

ડાબી બાજુથી  રેવ. ફા જેરી સિકવેરા અને ડો થોમસ 


  ડો. થોમસ ગુજરાત વિદ્યાપીઠમાં જૈનવિદ્યાના પી.એચ.ડીના ગાઈડ રહી ચુક્યા છે. તેમના માર્ગદર્શન હેઠળ બે વિદ્યાર્થીઓએ પી.એચ.ડી અને એક વિદ્યાર્થીએ એમ.ફિલની ડીગ્રી મેળવી છે. તેમની થીસીસ આધારિત પુસ્તક "ટેમ્પલ્સ ઓફ ગુજરાત બિલ્ટ ડ્યુરીંગ ધ મુઘલ પિરીયડ" ૧૯૯૬ માં પુસ્તક તરીકે પ્રકાશિત થયું. તેમાં તેમને મુઘલ કામના ૨૨૨ મંદિરોનો જે તે મુઘલ બાદશાહના સાશનકાળ પ્રમાણે પરિચય કરાવ્યો છે. આ પૈકીના ૫૦ જેટલા મહત્વના મંદિરોનું વિગતે સ્થાપત્યકીય વર્ણન આપવામાં આવ્યું છે. ડો. થોમસ પરમાર ધ્વારા રચિત પુસ્તકોમાં 'ભારતીય સંસ્કૃતિની ઝળક (પ્રાચિનકાળ) ૧૯૮૨ માં ગુજરાત યુનિવર્સિટીએ પ્રશિધ્ધ કર્યું. ગુજરાત યુનિવર્સિટી ધ્વારાજ ૧૯૮૪ માં 'ભારતનું નાગરિક સ્થાપત્ય', ૨૦૧૦ માં ગુજરાત વિશ્વકોષ ટ્રષ્ટ ધ્વારા પ્રકાશિત 'વિશ્વનું શિલ્પ સ્થાપત્ય' અને ૨૦૦૯ માં ભો.જે.અધ્યયન સંશોધન વિદ્યાભવન ધ્વારા પ્રકાશિત થયેલ 'હિંદુ લગ્ન - સંસ્કૃતિ અને કલાની દ્રષ્ટીએ' ગણનાપાત્ર પ્રકાશનો છે. આ ઉપરાંત તેમણે અનેક સામયિકો, લેખો, નિબંધો, કટાર અને સેમિનારોમાં સંસોધ્નાત્મક પેપરો રજુ કર્યા છે.

  ડો. થોમસે ગુજરાત ઈતિહાસ પરિષદના મંત્રી તરીકે ૧૬ વર્ષ (૧૯૮૬-૨૦૦૨) અને તેના પ્રમુખ તરીકે બે વર્ષ સેવા આપી છે. હાલમાં તેઓ ગુજરાત ઈતિહાસ પરિષદના મેનેજિંગ  ટ્રસ્ટી  છે.  તેમના પ્રમુખપદ હેઠળ ૨૦૦૨ માં ગુજરાત ઈતિહાસ પરિષદનું અધિવેશન હૈદરાબાદ મુકામે યોજાયું હતું. ૨૦૧૨ માં વડોદરા ખાતે યોજાયેલ ઇન્ડિયન હિસ્ટરી એન્ડ કલ્ચર સોસાયટીની નેશનલ કોન્ફરન્સમાં 'ધ હિસ્ટ્રીઓગ્રાફી ઓફ ટેમ્પલ આર્કિટેક્ચર ઓફ ગુજરાત' વિશે અભ્યાસપુર્ણ  પ્રમુખીય પ્રવચન આપ્યું હતું. હિંદુ, જૈન તથા સ્વામીનારાયણ સંપ્રદાય જેવી ધાર્મિક સંસ્થાઓમાં સ્થાપત્યાકળાઓ પર પ્રવચન આપવા ડો. થોમસને દેશભરમાંથી આમંત્રણ મળતા રહે છે.

  આપણાં માટે ગૌરવની વાત એ છે કે સમર્થ ઇતિહાસકાર એવા ડો. થોમસ પરમાર આપણાં કેથલિક સામયિક 'દૂત' નાં તંત્રી તરીકે ૨૦૧૧ થી સેવાઓ આપી રહ્યા છે.

ડો. થોમસ પરમાર, આપને હ્રુદયપૂર્વકના અભિનંદન....!!!

- રાજેશ ક્રિશ્ચિયન

Related Posts:

  • BBN ૯માં વર્ષમાં મંગલ પ્રવેશ ૧૫-૦૧-૨૦૧૮ બીબીએન મિનિસ્ટ્રીનો જન્મ દિવસ ૯માં વર્ષમાં મંગલ પ્રવેશ खोल दे पंख मेरे, कहता है परिंदा, अभी और उड़ान बाकी है, जमीं नहीं है मंजिल मेरी, अभी पूरा आसमान बाकी है, -unknown અમો આ દિવસે શુભ કાર્યના ૮ વર્ષ પુરા કર… Read More
  • 'દૂત' વાર્ષિક સ્નેહ મિલન ૨૦૧૭ તા. ૨૬-૧૧-૨૦૧૭ ના રોજ કોમ્યુનિટી હોલ ગામડી - આણંદ ખાતે 'દૂત' નો વાર્ષિક સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો જેમા શ્રી પોલ મેકવાનને (હાલ કેનેડા) વર્ષ ૨૦૧૫ના સર્વોત્તમ લેખક તરીકે અને શ્રી જેરોમ ઝિન્ટોને (અમદાવાદ) વર્ષ ૨૦૧… Read More
  • STAY TUNED. NEW WEBSITE IS UNDER CONSTRUCTION WE ARE COMING SOON WITH A PROFESSIONAL WEBSITE FOR YOU STAY TUNED. IT IS UNDER CONSTRUCTION  … Read More
  • "વૈદ્યની જરૂર સાજાને નથી હોતી, માંદાને હોય છે." "વૈદ્યની જરૂર સાજાને નથી હોતી, માંદાને હોય છે." આ વીડિયોમાં ઈસુ -રેનીશ પરમાર Renish Pirates શિષ્યો : બીબીએન ટીમ( Vipul Sadhu, Aepi Selvin's Mac, Adison Anil, Shailesh Christie, Tarak T Dev… Read More
  • અવસાન નોંધ : ગામ લીંગડા-આણંદના શાંતાબેન સિમોનભાઈ મેકવાનનું અવસાન "હું જ પુનરૂત્થાન છું અને હું જ જીવન છું." ગામ લીંગડા-આણંદના શાંતાબેન સિમોનભાઈ મેકવાનનું અવસાન તા. ૧૬-૦૧-૨૦૧૮ મંગળવારના રોજ ડાકોર મુકામે થયું છે. (સંજયભાઈ મેકવાનના માતૃશ્રી - પ્રમુખ, એસ.એસ.વી.પી. ડોન બોસ્કો કોનફરન્સ, અ… Read More

1 Add comments:

  1. It's a matter of pride for all Gujarati Catholics. Congratulation Dr. Thomas Parmar!
    Paul Macwan (Canada)

    ReplyDelete


Thank you and stay connected