મેળો જોવા માટે વિડિઓ ઉપર ક્લિક કરશો
આજે ફતેગંજ, વડોદરામાં નિરાધારોની માતાનો મેળો થઇ ગયો. લોકો ભક્તિભાવથી માતા મરિયમને ચરણે આવી વર્ષ દરમિયાન મળેલી આશિષોનો અભાર માનવા આજે અહી હજારોની સંખ્યામાં દુર દુરથી આવી હાજર રહ્યા હતા. અહી ભક્તો સવારે ૭ વાગ્યાથી માંડી ને મોડી સાંજ સુધી લાંબી કતારોમાં ફૂલ અને વિનંતીઓ અર્પણ કરવા નમ્રતાથી અને ભક્તિભાવથી ઉભા રહ્યા હતા. આ મેળાની શરૂઆત પહેલા દર વર્ષની જેમ ૯ દિવસની ભક્તિનું આયોજન કરવામાં આવ્યું હતું અને આજે ગુજરાતી, તામિલ, મલયાલમ અને અંગ્રેજી ભાષાઓમાં ખ્રિસ્તયજ્ઞ અર્પણ કરવામાં આવ્યો હતો. અંતે ૪ વાગે દેવળમાંથી ભવ્ય સરઘસ કાઢીને ફતેગંજ વિસ્તારમાં નિરાધારોની પ્રતિમા સાથે ફેરવવામાં આવ્યું હતું.
વધુ માહિતી માટે કૃપા કરીને વિડિઓ નિહાળશો.
Today there was a Religious get together in Fatheganj, Baroda. Many people paid a visit to Mother Of Forsaken from morning till late evening. Do watch the video for beautiful Religious get together.
very nice video ...on this day 26 January ...I was born so I am very thankful to see this video and I have received blessing from our Mother Mary ( Niratharo ni mata )
ReplyDelete- Amrut Macwan USA
thank you for good video for all who live far from Gujarat ( India )
ReplyDelete- Amrut Macwan USA