ખ્રિસ્તી સમાજ એટલે માત્ર કોઈ એક પંથ નથી પરંતુ કેથોલિક, મુક્તિ ફોજ, પ્રોટેસ્ટંટ વગેરે પ્રચલિત અપ્રચલિત પંથથી બનેલો સમાજ એટલે ખ્રિસ્તી સમાજ.
ખ્રિસ્તી સમાજમાં ઘણા વણ ઉક્લેલ પ્રશ્નો પડ્યા છે જેને વાચા આપવા માટે આપણે સર્વે એક્મય બની સાથ સહકાર આપવાની જરૂર આજે પડી છે. ગયા મહીને BBN ને મોગરી ગામે દફન વિધિમાં જવાનું થયેલ. ગામના વડીલને દફન કરવા ગયા ત્યારે કબ્રસ્તાન જોઇને એવું લાગ્યું કે દફન વિધિ કરવામાં ક્યાં આવશે ? આખું કબ્રસ્તાન પાણીમાં હતું. તળાવના પાણીમાં લીલો નાળો ઉગેલો અને એ નાળાઓમાંથી કબરો ઉપર મુકવામાં આવેલ બધા ક્રોસ પોતાનું મુખ કાઢીને જાણે એવું કહેતા હોઈ કે આપણા સમાજમાં મૃત્યુ પામેલ વ્યક્તિ માટે પાંચ ફૂટ જમીનનો પણ અભાવ છે.
આવા તો ઘણા કબ્રસ્તાનો પાણીમાં છે તો વળી કોઈ કબ્રસ્તાન રોડ બનવા માટે ખોદી કાઢવામાં આવેલ છે. ગામડાઓમાં ઘણા કબ્રસ્તાનો હજી પણ ઉકરડો બનાવવા માટે ઉપયોગ કરવામાં આવે છે.
BBN હાલમાં મોગરી અને બેડવા ગામના કાબ્રસ્તાનોનું શુટિંગ કરી રહ્યું છે. કામ પૂરું થતાજ આવતા મહીને વીડિઓ દ્વારા ત્યાની પરિસ્થિતિ આપ સમક્ષ રજુ કરી શું તેવો કાર્યક્રમ કરી રહ્યા છે ત્યારે આજે જાણવા મળ્યું કે બે દિવસ પહેલા સાબરમતી,અમદાવાદમાં પણ કબ્રસ્તાન ઉપર બુલડોઝર ફેરવી પાર્કિંગ બનાવી દેવામાં આવ્યું છે. શું આ પ્રશ્ન આપણી જ્ઞાતિનું મૂળ કયું છે તે શોધી અને ચર્ચાસ્પદ બનાવવું તેના કરતા મુખ્ય પ્રશ્ન ના કહી શકાય ?
વ્હાલા ધર્મજનો, ત્યાના ધર્મ બંધુઓ દ્વારા એક ધરણાનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે યુવાનો પોતાનો સમય ફાળવે અને આ પ્રશ્નનો ઉકેલ લાવવા માટે પોતાનો ફાળો આપે તેવી વિનંતી.
આવો, એક થઇ પ્રશ્નનો ઉકેલ લાવીએ,
ધરણાનું સ્થળ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન , દાણાપીઠ, ખ્હમાસા, અમદાવાદ,
મુ ખ્ય દરવાજાના રોડ તરફ઼્ના ભાગે
મુ
સમય: બુધવાર, બપોરે : ૩:૦૦ થી ૫ વાગ્યા સુધી
Sabarmati News: Mr. Smith Christian
Photos: BBN
The problem for a semitery in many places of Gujarat for the christians is prevailing abnd the government officials close their eyes. Every human beings has to get the right to be buried their body after death in a particular place which should be beautiful and clean.
ReplyDeleteFr. Stanly
vijay Sir What is This ...I dont Believe oooooofffffff....marathi aa photo nathi jovato Vijay Sir..
ReplyDeleteYash Swaminarayan
Vijay really U r doing very gud job........
ReplyDelete- Sangeeta Kairanna
dear friends,
ReplyDeleteIn Gandhinagar Govt.gave us a place for all Christian community for cemetery.Here we all are giving 100 Rs. for every family and church is giving 300Rs.People make a committee for maintain our cemetery.Is also our duty to maintain,because every family will used this.
dear friends dont feel bad.try you will be success.
Hasmukh Mecwan,Gandhinagar
ભાઈશ્રી સ્મિથ ક્રિશ્ચયનને જણાવવાનું કે કબ્રસ્તાન અને જ્ઞાતિના પ્રશ્નને સરખાવી ના શકાય. દરેક પ્રશ્ન તેના સ્થાને યોગ્ય અને મહત્વનો હોય છે. કબ્રસ્તાનના પ્રશ્નને સ્થાનિક સ્તરે લડાય. જરૂર જણાય તો વ્યાપક સ્તરે લડાય, પણ તેનાથી બીજા પ્રશ્નો ગૌણ કે ઓછા મહત્વના બનતા નથી. - રતિલાલ જાદવ
ReplyDeleteThanks for sharing it with me. My prayer and moral support with you. I am too far away to be a part of it.
ReplyDelete- Nirmala Vaghela
Good ya!!! really wonderful job!!!!Thanks
ReplyDeleteSurya Solanki