કમ્યુનીટી ડેવલોપમેન્ટ સોસાયટી( સીડીએસ) નો વાર્ષિક મહોત્સવ
તા ૧૮ મી માર્ચ રવિવારે લાયન્સ ક્લબ આણંદ ખાતે સીડીએસનો વાર્ષિક મહોત્સવ ધામધુમથી ઉજવવામાં આવ્યો હતો. આ સંસ્થા આણંદ પધારિયા વિસ્તારમાં આવેલી છે અને ચોપાસે વસતાં હિંદુ , મુસ્લિમ તથા ખ્રિસ્તી સાધનવિહોણા પરિવારોની દીકરીઓને રોજીરોટીના સાધનો ઉપલબ્ધ થાય તથા આર્થિક રીતે જાતે કંઇક કરી શકે તે માટે ટૂંકા ગળાના કોર્સીસનું આયોજન કરી તાલીમ આપે છે. કોમ્પ્યુટર, બ્યુટી પાર્લર. ફોટોગ્રાફી, સીવણ કામ વગેરે કોર્સીસનો આમાં સમાવેશ થાય છે. આ સાથે વિવિધ ધર્મના લોકો વચ્ચે સદભાવના પ્રગટે, મૈત્રી કેળવાય અને પરસ્પર માટેના પૂર્વગ્રહો ઓગળી જાય તે માટે પણ સીડીએસ કાર્યરત છે.
રિશ્તા સંસ્થા પ્રતિવર્ષ તેમને પત્રકારત્વની તાલીમ આપીને જાહેર માધ્યમોમાં લખતી કરે છે. રેડિયો નાટક સ્ક્રીપ્ટ લખવાની પણ તાલીમ આપે છે.
સીડીએસ સંસ્થાના પ્રણેતા આણંદના શ્રી મનોજ કે. મેકવાન છે જેઓ સાચા અર્થમાં કમ્યુનીટી ડેવલોપમેન્ટનું પ્રશંસનીય તથા અનુકરણીય કામ કરી રહ્યા છે. સીડીએસ તથા તેની સાથે જોડાયેલ સહુને આપણાં હાર્દિક અભિનંદન.
પ્રેષક: ફા. વિલિયમ
Potos: CDS, Anand

Manoj
ReplyDeleteCongratulations! May Almighty Lord bless you and your mission. Our prayers are with you.
Mahendra V Macwan-USA