આ વર્ષ અમદાવાદ ધર્મપ્રાંતમાં ગુલાબ માળાનું વર્ષ તરેકે જાહેર કરવામાં આવ્યું છે ત્યારે ધર્મજનો પોતાની અરજો પવિત્ર માતા મરિયમ આગળ રજુ કરી શકે તે હેતુસર કઠલાલ તાબામાં આવેલ મહીસા ગામે લુર્ડ્સના પવિત્ર માતા મરિયમની ટેકરીનું ખાત મુહરત રવિવારે ૧૮મી તારીખે કરવામાં આવ્યું.
સવારે ૧૧:૩૦ વાગે ગામના બધાજ શ્રધાળુ ભાઈ બહેનો આ પ્રસંગે હાજર રહ્યા હતા. આ પ્રસંગ હસમુખ ખ્રીશ્ચિયન દ્વારા પ્રાર્થના ગીતથી શરૂ કરી અને સરઘસ રૂપે મરિયમની પ્રતિમાને આખા મહોલ્લામાં ફેરવવામાં આવી હતી. અને ત્યારબાદ દેવાલયની બાજુમાં ટેકરીનું બાંધકામ શરૂ કર્યું હતું
આ સમયે દરેકે પોતાની યથાશક્તિ પ્રમાણે દાન અને ફાળો આપ્યો હતો.અહી આવેલ સંત જોસેફ દેવાલયનું નવીનીકરણ પણ અગામી દિવસોમાં કરવામાં આવશે . આ પહેલા ભાનેર ગામમાં પણ ટેકરીનું ઉદ્ધઘાટન કરવામાં આવ્યું હતું અને આજે આજ તાબામાં આ બીજો અનેરો પ્રસંગ આવતા કઠલાલ તાબાના લોકોમાં ઊંડો આનંદ જોવા મળતો હતો.
આ પ્રસંગે માનનીય ફા.રમેશ મેકવાન ( કઠલાલના સભા પુરોહિત) ત્યાં હાજર રહ્યા હતા અને તેમને હાથે ટેકરીનું કામ શરૂ કર્યું હતું અને અંતે તેમણે દરેકને આશીર્વાદ આપ્યા હતા
આ પ્રસંગના ફોટો નિહાળશો.
ફોટો: હસમુખ ખ્રીશ્ચિયન, રુદણ
ન્યુઝ: બી.બી.એન.

0 Add comments:
Post a Comment
Thank you and stay connected