Friday, February 8, 2013

Rev. Fr. Pariza - The Spanish Missionary - શુભ સંદેશના વાહક, ભલા ભરવાડ,

શુભ સંદેશના વાહક, ભલા ભરવાડ, એટલે પરમ પૂજ્ય ફાધર પરીઝા 

"તમે પણ જીવંત પથ્થર છો એટલે આધ્યાત્મિક મંદિર રૂપે ચણાઈ જાઓ, પવિત્ર પુરોહિતો બની જાઓ , જેથી ઇસુ ખ્રિસ્ત મારફતે ઈશ્વર જેનો અંગીકાર કરે એવા આધ્યાત્મિક બલિદાનો ચડાવી શકો"   (1 પિતર  2 : 4)
ઉપરોક્ત શાસ્ત્ર વચનોને સંગોપાત્ર જીવનમાં ઉતારી ઈસુના મુલ્યોને  શ્રદ્ધાળુંઓમાં સાક્ષાત્કાર કરાવનાર પરમ પૂજ્ય ફાધર પરીઝા એસ. જે. ને કોટી કોટી વંદન. 


દાદાના હુલામણા નામે ઓળખાતા પરમ પૂજ્ય ફાધર પરીઝા એસ. જે. ની જીવન ઝાંખી માટે વીડિઓ નિહાળશો.

Please click on the video

  
 વતન સ્પેન પિતા રોમન પીઝા તથા માતા જીજસ જેસુઆનું તૃત્તીય સંતાન ફાદર પરીઝા.તેમનું પૂરુ નામ રેવ ફા લોપેઝ દે પરીઝા જોસ મારિયા. તેમનો જન્મ 13 મેં 1917 ફાતિમાના માતા મરિયમના પર્વના દિને થયો. 1 લી ઓક્ટોબર 1933ના દિને ઇસુ સંઘમાં જોડાયા. 30 જુલાઈ 1946  પુરોહિતદિક્ષા મળી અને 26 જાન્યુઆરી 1951 પ્રજાસતાક દિને તેમનું ગુજરાતમાં આગમન થયું.  ગુજરાતમાં આવી સૌ પ્રથમ  ગુજરાતી ભાષા શીખી કાલઘેલી ગુજરાતી ભાષામાં તેમણે મિશનરી કાર્યનો શુભારંભ કર્યો.  તેમણે નડિયાદ, આણંદ, આમોદ, ગોઠડામાં મિશનરી કાર્યોની મહેક પ્રસરાવી.આજે 97માં વર્ષે પણ ગામડી-આણંદમાં અને નજીકના ગામડાઓમાં કૌટુંબિક મુલાકાતો લઇ ઇસુ મૂલ્યોનું જતન કરી રહ્યા છે.  પોતાના જીવનના 24 વર્ષો આમોદમાં અને 10 વર્ષ ગોઠડામાં વિતાવ્યા

 ફાધર પરીઝાનું સમગ્ર જીવન શ્રદ્ધાની જ્યોત છે "પ્રભુ ઇસુમાં શ્રદ્ધા મજબુત કરો, પૂરી શ્રદ્ધાથી ધર્મકાર્યો  કરો, યોગ્ય રીતે સંસ્કારો ગ્રહણ કરો, નમૂનારૂપ ખ્રિસ્ત જીવન જીવો, બાળકોને ઈસુના મુલ્યો શીખવો, કુટુંબમાં ગુલાબમાળાનું રટણ કરો યુવાનો મોજશોખથી દુર રહો, પવિત્ર બનો, ઈસુની નજીક આવો " આ તેમનો જીવન સદેશ છે .

 દાંપત્ય જીવન સબંધી સમસ્યાઓમાં તેઓ સક્રિય ભૂમિકા ભજવે છે. પરિવારમાં લગ્નવિચ્છેદ અટકાવા  સતત  પ્રયત્નશીલ રહે છે. ફાદરના સનિષ્ઠ પ્રયત્નોથી કેટલાય લગ્નો વિચ્છેદ થતા અટકયા છે. પરધર્મી સાથે લગ્ન કરેલ  યુવક - યુવતી તથા તેમના પરિવારને કેથોલિક લગ્ન કરાવવા સતત મંડ્યા રહે છે . આજે તેમની ડાયરીમાં પરિવારની માહિતી, સ્ત્રીનું પિયર વગેરે લખાયેલું છે  .

' તમે અદનામાં અદના માટે જે કરો તે મારા માટે કરો છો ' પોતાના કાર્યકાળ દરમ્યાન વિવિધ ધર્મવિભાગોમાં કેટલાય ગરીબ પરિવારોને તાર્યા છે. કેટલાયનું ભવિષ્ય ઉજળું બનાવ્યું છે આજે પણ ગામડીમાં કેટલાય ગરીબો ફાધરની નીચે ઉતારવાની રાહ જુએ છે. ફાધર ઝભ્ભામાં હાથ નાખી જે છે તે આપી દે છે.

 ધર્મગુરુઓની ટીકા કરનારાઓને ફાધર સણસણતો જવાબ આપે છે અને કહેતા ' ઈસુના શિષ્યો ગરીબ માછીમારો હતા તેમનામાં ઉણપો હોવા છતાય તેઓ શુભસંદેશના વાહકો બન્યા. ધર્મગુરૂઓ પણ માણસ છે તેમનામાં પણ મર્યાદાઓ છે ધર્મગુરુઓ પણ સમાજમાંથી આવે છે તેમની ખામીઓ શોધવા કરતા તેમના સારા કાર્યોને  બિરદાવીએ .'

 "દાદા" ના હુલામણા નામથી ઓળખાતા ફાધર પરીઝાએ ગોઠડામાં ફાતિમા વિધ્યાયનો પ્રારંભ કર્યો આજે આ સંસ્થાએ તાજેતરમાં ફાધર પરીઝાના અતિથિપણા હેઠળ રજત જયંતીની ઉજવણી કરી  .

 ગોઠડામાં તેમનું મિશન કાર્ય મેં નજરે જોયું છે . સાંજે સાયકલ લઇ નીકળે, ગોઠડા પહોચે અને સવારના છ  વાગ્યાનો ખ્રિસ્ત યજ્ઞ અર્પણ કરે .

 ધર્મસભા માટે પોતાની જાત ઘસી નાખનાર ' ભલા ભરવાડ ', જીવતા સંત , દાદા શતાયુ પૂર્ણ કરે તેવી પરમપિતાને પ્રાર્થના.

પીયુસ એમ. પરમાર
આણંદ

2 વર્ષ પહેલા તેમણે આપેલ બોધ સંભાળવા માટે વીડિઓ ઉપર ક્લિક કરશો
                 

Special Thanks to

Mr. Jayanti Bhatia,  Mr. Piyus Parmar

Support
Ramesh Y Parmar

Please click for high quality video

High Quality video Of Rev.Fr. Pariza S.J.

- BBN

8 Add comments:

  1. Nice to see and listen to him. he is really a saintly father. Thanks you

    ReplyDelete
  2. Prabhu temne saru svstyay aape tevi prarthna

    ReplyDelete
  3. khandhli gaam ma me temne lokoni mulakat leta haji pan joya che

    ReplyDelete
  4. I do not write to you but today i tell you you have published a really saint on BBN. Good work please keep up and do more for our community. let all listen to him. i am forwarding this to my all contacts to stay connected with BBN. may Father live long

    ReplyDelete
  5. great to listen to him after so many years. I thought would never see him again. he baptized me

    ReplyDelete
  6. thank you BBN for Fr. Pariza, My prayers for him

    ReplyDelete
  7. It's a great work...I would like to congratulate you and appreciate you for the enthusiasm in doing such projects....Keep doing...

    ReplyDelete


Thank you and stay connected