• STAY TUNED

    BBN is COMING SOON

  • WE ARE COMING SOON

    Stay tuned...

  • WEBISTE UNDER CONSTRUCTION

    COMING SOON

  • WEBISTE UNDER CONSTRUCTION

    COMING SOON

Wednesday, April 26, 2017

Ruby Jubilee Celebration of Rev.Fr. Hedwig Lewis

The Loyola Hall-Ahmedabad Jesuit community celebrated the Ruby Jubilee, the 40th anniversary of the Ordination of Rev. Fr Hedwig Lewis on 17 April, 2017.



Rev. Fr. Hedwig, who was the main celebrant, revealed in the introduction that thanks to several “self-therapies” he has been practicing for the past seven years to improve his health, as well as through the intercession of his patron saint, Bld Bernard Francis de Hoyos, he was feeling confident enough to officiate at a public function for the first time in 22 years, since his illness in 1995.

Abp Stanny Fernandes, who had represented Gujarat Province at Rev. Fr. Hedwig’s ordination,
Rev. Fr. Francis Parmar (Jesuit Provincial-Gujarat Province) , Rev. Fr. Ishanand and other Jesuit fathers were present for this occasion.

The inspiring Eucharist closed with a brief felicitation, followed by a grand feast for Jesuits.
- Photos and News by Rev. Fr. KP Vincent Kp sj.

PLEASE CLICK FOR MORE PHOTOS 

BBN, congratulates Rev. Fr. Hedwig on this Ruby Jubilee. We look forward to more books and more public appearances! .

ઓડિયો વિડિઓ શ્રેણી " ધર્મભેરુ"

વ્હાલા ધર્મજનો,
ટૂંક સમયમાં, BBN નવી ઓડિયો વિડિઓ શ્રેણી " ધર્મભેરુ" લઇને આવી રહ્યું છે જે આજના ધર્મભેરુ અને સ્વર્ગવાસી ધર્મશિક્ષકો અને મિશનરી પુરોહિતગણ અને સાધ્વીગણના  કાર્યની અને ધર્મસભાના ઇતિહાસની ઝાંખી કરાવશે. હાલમાં અમો આ શ્રેણી માટે પૂર જોશમાં કાર્ય કરી રહ્યા છે.
આ અંતર્ગત અમો BBN ઓડિયો બાઇબલ સર્વિસ કાર્યરત રાખવી કે બંધ કરવી તેના માટે આપનો પ્રતિભાવ માંગી રહ્યા છે, જો અમો ને કાર્યરત રાખવાના પ્રતિભાવ વધુ મળશે તો BBN ઓડિયો બાઇબલ સર્વિસ ચાલુ રાખવાનો પ્રયત્ન કરીશું.

BBN લોકોથી, લોકો વડે અને લોકો માટે ચાલતું નેટવર્ક છે. અમો દરેકને સર્વિસ મફત અને ગુણવત્તા સાથે પુરી પાડવા ચાહીયે છીએ. તેથી આપનો આર્થિક સહકાર અમો ને આપતા રહો તેવી વિનંતી.


BBN
Bhumel Broadcasting Network 

Monday, April 24, 2017

BBN ફિલ્મ કલાકરોનું સ્નેહ મિલન


તા: ૨૩-એપ્રિલ-૨૦૧૭ના રોજ સાંજે કોમ્યુનિટી હોલ, ગામડી-આણંદ ખાતે BBNના ફિલ્મ કલાકારોનું સ્નેહ મિલન BBN દ્વારા યોજવામાં આવ્યું હતું.
આ શુભ પ્રસંગનો આશય BBN ટીમના આપણાં યુવાવર્ગને સન્માનિત કરી પ્રોત્સહન પૂરું પાડવાનું હતું. આ ટાણે BBN ના બાળ અને યુવા કલાકારોને તેમના કુટુંબીજનો સાથે આમંત્રણ આપવામાં આવ્યું હતું. કુટુંબની ભાવના મજબૂત બને તે અર્થે દરેક કલાકરોને તેમના હાજર કુટુંબીજનો સમક્ષ ભેટ આપી સન્માનિત કરી તેમનો આભાર વ્યકત કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે રેવ. ફા જેરી સિકવેરા (સુપિરિયર - જેસ્યુટ કોમ્યુનિટી - આણંદ), રેવ. ફા. વિનાયક જાદવ ( BBNના પથદર્શન), ડો. રસ્મિન સેસિલ ( કિલ્લોલ હોસ્પિટલ, આણંદ), શ્રી જસવંત મેકવાન ( દૂતના તંત્રી ), શ્રીમતી સવિતાબેન ચૌહાણ ( સામાજિક કાર્યકર, આણંદ), શ્રીમતી ઇન્દુબેન રાવ ( લેખિકા, દૂત તંત્રીમંડળના સભ્ય ), શ્રી મનોજભાઈ ક્રિસ્ટી (નાયબ તાલુકા વિકાસ અધિકારી અને સામાજિક કાર્યકર, નડિયાદ) , શ્રી પ્રકાશભાઈ પરમાર (સામાજિક કાર્યકર, શિક્ષક- નડિયાદ) શ્રી સંજય વાઘેલા (સામાજિક કાર્યકર, શિક્ષક- નડિયાદ) તથા કાર્યક્રમના સુકાની શ્રી શૈલેષ ક્રિસ્ટી (સબ રજીસ્ટાર- મહેમદાવાદ તથા "આપ જ આવા તો જોયા" ફિલ્મના કથા પટકથા, દિગ્દર્શન અને BBN ટિમના એક માત્ર વડીલ) આ સર્વે મહાનુભાવો હાજર રહી પ્રસંગેને વધુ રંગત ભર્યો બનાવી દરેકને જોમ પૂરું પડ્યું હતું.

આપણા આ કલાકરો માનવ જીવનમાં મૂલ્યોનું સિંચન થાય તે હેતુસર પોતાનો કિંમતી સમય આપી લઘુ ફિલ્મ માટે આગળ આવેલ હોય અમો આ યુવા વર્ગને વંદન અને આભાર માનીએ છીએ.
આ પ્રસંગના અંતે સર્વે લોકો સ્નેહ ભોજન લઇ હસતા મુખે ઘર તરફ વળ્યાં હતા.
અમોને આર્થિક મદદ કરનાર BBNના ચાહકોનો હૃદયપૂર્વક આભાર માનીએ છીએ
Special thanks to Rev. Maxim Parish Priest- St. Francis Xavier Church Gamdi-Anand) for giving us the community Hall for the program. We also thank all the parents and Rev.Fr. Ervin. Rev. Fr. Anil, Rev. Fr.Nagin Rev.Fr. Anthony, Rev. Fr. .Moison and Bro. Alpesh their presence made the program vibrant.

PLEASE CLICK FOR MORE PHOTOS
Photos : Taral Parmar and Francis Francis Anton Parmar

Thursday, April 20, 2017

Final Vows of Carmelite Sisters Of Charity, Vedruna

તા ૧૯-એપ્રિલ-૨૦૧૭
ગઈ કાલે તા ૧૯-એપ્રિલ-૨૦૧૭ ના રોજ સવારે ૧૧ કલાકે સંત ફ્રાન્સિસ ઝેવિયર્સ ચર્ચ, ગામડી-આણંદ ખાતે વેદરૂના મંડળના સિસ્ટર શીલા, સિસ્ટર શીતલ, સિસ્ટર કોકિલા અને સિસ્ટર દિપાલી આ ચાર સાધ્વી બહેનોએ તેમના આજીવન વ્રત અંગીકાર કર્યા હતાં
Final Vows of four sisters( Carmelite Sisters of Charity Vedruna) in St. Francis Xavier's Church, Gamdi-Anand on 19-04-2016.

Please watch the video


Please click for the photos Final vows photos
About  Vedruna Sister
The Congregation of Carmelite Sisters of Charity–Vedruna. 
Our group was born in Vic (Spain) on February 26, 1826 through the initiative of an extraordinary woman, Joaquina de Vedruna y de Mas (1783-1854).


That first community is alive today in more than 2000 sisters “of every race and nation” (Rev. 7,9) present in diverse countries of Europe, America, Asia and Africa.

Though different in this rich diversity, the following of Jesus and the experience of the Charism of Joaquina de Vedruna unite us in profound communion.


Our fidelity to this two-fold commitment leads us to be open to the Spirit and alert to the calls we receive through history so as “to undertake all that He wants in every new situation”, “with strong and decisive spirit” like our Foundress. 

Tuesday, April 18, 2017

"આપ જ આવા તો જોયા" watch the full film





Wednesday, April 5, 2017

હકારત્મક અભિગમથી પ્રેમ સ્વરૂપ

હકારત્મક અભિગમથી પ્રેમ સ્વરૂપ બની શકાય છે
આવો, ફા. ફ્રાન્સિસ ડી'સાને સાંભળીએ.




Special thanks to Rev. Fr. Francis D'sa S.J.

Monday, April 3, 2017

બાઇબલ અધીવેશનની પુર્ણાહુતી

તા. ૦૨-એપ્રીલ-૨૦૧૭ રવિવારે, બાઇબલ અધીવેશનની પુર્ણાહુતી આદરણીય મહા ધર્માધ્યક્ષ થોમસ મેકવાને ખ્રિસ્ત યજ્ઞ અર્પણ કરી પ્રભુનો આભાર માનીને કરી હતી. તેમણે શ્રદ્ધા રાખી પ્રભુ તરફ પ્રયાણ કરવા માટે અંગુલી નિર્દેશ કર્યો હતો
બાઇબલ અધિવેશનની ઝાંખી તસ્વીર દ્વારા નિહાળશો .

 Please click for more photos 




Please click to watch the video of Bible Adhiveshan



- BBN

Saturday, April 1, 2017

બાઇબલ અધિવેશન ૨૦૧૭, ગામડી-આણંદ


આજે ત્રણ દિવસીય બાઇબલ અધિવેશન સંત ફ્રાન્સિસ ઝેવિયર ચર્ચ, ગામડી-આણંદ ખાતે ખુબજ ભક્તિભાવથી શરુ થયું છે. 

રેવ. ફા. ટોમી, રેવ. ફા. ચંદુ , સિસ્ટર ચંદ્રિકા તથા તેમની ટીમ બાઇબલ અધિવેશનની શરૂયાત કરી હતી તથા રેવ. ફા. જીમ્મી ડાભીએ ખ્રિસ્તયજ્ઞ અર્પણ કર્યો હતો 

બાઇબલ અધિવેશન માટે સભા યાજ્ઞિક રેવ. ફા મેક્સિમ અને તેમની ટીમ અને પેરિશ કોઉન્સિલના સભ્યોએ સર્વે શ્રદ્ધાળુ ભક્તિથી પ્રભુમય બને તે માટે ની વ્યવસ્થા કરેલ છે.



આવો, આજના દિવસનો તસ્વીર અહેવાલ નિહાળીએ.

 Please click for more 
PHOTIOS



- BBN

" ગુજરાત મોરી મોરી રે " શ્રદ્ધા પરિવાર પ્રસ્તુત


ગઈ કાલે તા. ૩૦-૦૩-૨૦૧૭ ની સાંજે ગુજરાતીનો અભ્યાસ કરતા શ્રદ્ધા પરિવારના ઈસુ સંઘી બ્રધરો (બ્રધર જ્યોર્જ , બ્રધર ફેલિક્સ, બ્રધર પેટ્રિક અને બ્રધર આશિષ) દ્વારા ગુજરાતી પર પ્રભુત્વ મેળવ્યા બાદ " ગુજરાત મોરી મોરી રે " કાર્યક્રમનું આયોજન પ્રેમલ જ્યોતિ, નવરંગપુરા -અમદાવાદ ખાતે રાખવામાં આવ્યું હતું.


ગુજરાતી લોક ગીતોની રમઝટ, ગુજરાતી શેરી નાટકો દ્વારા હાસ્ય અને સંદેશ અને ગુજરાતી શીખતાં શીખતાં તેમને જે અનુભવ થયા હતા તેને ગુજરાતી ભાષામાં ઢાળી હાજર સૌની આગળ કાર્યક્રમ રજુ કર્યો હતો.

આ કાર્યક્રમમાં બ્રધરોના શિક્ષકો તથા મોટી સંખ્યામાં આમંત્રિત મહેમાનો અને મિત્રોથી આખો હોલ ગુંજી ઉઠયો હતો.

યોગ્ય તાલીમ અને ગુજરાતી ભાષા પર જે પ્રભુત્વ આ બ્રધરો માં જોવા મળ્યું તેનો શ્રેય અને મહેનત તેમના ઉપરી ફાધર વિનાયકને જ આપવો રહ્યો 

આવો, આ કાર્યક્રમનો તસ્વીર અહેવાલ નિહાળીએ.

Please click for more PHOTOS

"માધુર્ય ભુવન" દ્વારા દિવ્યાંગ બાળકો માટે વાર્ષિક દિન

"માધુર્ય ભુવન" દ્વારા દિવ્યાંગ બાળકો માટે વાર્ષિક દિન તા. ૨૮-૦૩-૨૦૧૭ ના રોજ ડો. બાબાસાહેબ આંબેડકર હોલ , સરસપુર-અમદાવાદ ખાતે ઉજવવામાં આવ્યો હતો. 

આ પ્રસંગે આદરણીય મહાધર્માધ્યક્ષ થોમસ મેકવાન, સંત આન્ના મંડળના પ્રોવિન્સિયલ સિસ્ટર બેનીતા , સિસ્ટર સુનિતા વિલ્યમ તથા હાજર રહેલ પુરોહિતગણ, સાધ્વીગણ અને બાળકોના માતા-પિતા રહી સમગ્ર દિવ્યાંગ બાળકોને પ્રોત્સાહન આપી અને આનંદથી વધાવ્યા હતા.
"માધુર્ય ભુવન" માનવતાના ઉદારપાસાનું જીવંત કેન્દ્ર. સિસ્ટર્સ ઓફ ચેરિટી ઓફ સેન્ટ આન્ના દ્વારા સંચાલિત દિવ્યાંગ બાળકોમાં કૌશલ્ય વિકાસ , સામાજિક સ્વીકૃતિ , સમાજના મુખ્ય પ્રવાહમાં ભળી શકે તેવી જીવન શૈલી વિકસાવવા અને તે માટે ૧૧ તાલીમબધ્ધ શિક્ષકો, ફિઝિયોથેરેપીસ્ટ, સ્પીચ થેરેપીસ્ટ દ્વાર ૭૫ થી વધુ બાળકો ને સામાજિક , શૈક્ષણિક અને વ્યક્તિગત તાલીમ આપીને મૂળભૂત જરૂરીયાતથી પરિચિત કરાવવામાં આવે છે. માનસિક શક્તિને આધારે ૬ વર્ગોમાં વહેંચાયેલા આ બાળકોને વિવિધ તાલીમ આપીને સર્વાંગી સશક્તિકરણ કરાય છે.
અહીંના માનનીય પ્રિન્સિપાલ સિસ્ટર કૈલાસ માર્ગદર્શન હેઠળ વાર્ષિક દિનનીઅનોખી ઉજવણી કરવામાં આવી તેની તસ્વીર અહેવાલથી માણશો.
અમો આ સંસ્થાના સિસ્ટર્સ, શિક્ષકો અને સ્ટાફનો આભાર વ્યક્ત કરીયે છીએ 
ખાસ કરીને સિસ્ટર કૈલાશ તથા શ્રી અશોકભાઈ નો આભાર માણીયે છીએ .

Please click for more   PHOTOS


News : Dipak Vaghela
Special Thanks to Francis Anton Parmar and Smit Macwan
Photos : BBN