કરમસદમાં થયેલ પ્રભુની આરાધના સુંદર ભજન સાથે જોવા માટે વીડિઓ ઉપર ક્લિક કરો.
ઈશ્વરની ભક્તિ દરેક દેશમાં જુદી જુદી રીતે થતી જોવા મળતી હોઈ છે તે જ આપણને બતાવે છે કે કોઈક એવી શક્તિ છે જેનો અનુભવ દરેક વ્યક્તિને થતો રહે છે. એજ શક્તિને કદાચ કહી શકાય કે કોઈ એવું છે જેના વગર એક પાંદડું પણ હાલી શકતું નથી અને તે શબ્દ ને આપણે ઈશ્વર કહીએ છીએ . ઈશ્વરના નામ અનેક છે પણ તેનો આપણા પ્રત્યેનો પ્રેમ તો એકજ રહે છે. તેનો અપાર પ્રેમ આપણને સારું જીવન જીવવા માટે દોરતો હોઈ છે પણ ક્યાંક ને ક્યાંક આપણું ચંચળ મન પ્રલોભનમાં પડે અને આપણને ઈશ્વરના પ્રેમ થી દુર લઇ જાય છે. ઈશ્વરના દ્વાર તેમ છતા હમેશા ખુલ્લાજ હોઈ છે. જયારે પણ આપણે આપણી ભૂલ નો પસ્તાવો કરીએ છીએ ત્યારે ખરેખર આપણું હૃદય રડતું જ હોઈ છે . તેનો ખરેખર અનુભવ ચરોતરમાં આવેલ કરમસદ દેવાલયમાં જોવા મળે છે.
કરમસદ દેવાલયમાં ફા.પરેશ પોતાની પ્રાથના અને તપ દ્વારા દરેક શ્રધાળુને પ્રભુની આરાધના તરફ દોરી જાય છે. આ આરાધના વડે લોકો પાપનો પસ્તાવો કરે છે. ઘણાં લોકો પ્રભુની આરાધનામાં એટલા તલ્લીન થઇ જાય છે કે તેઓ પોતાની જગ્યાએ ઢળી પડે છે. શ્રદ્ધાથી ભક્તિ કરનાર ભગવાનની શક્તિનો અનુભવ કરે છે. પ્રભુની આરાધનામાં બીક અને શંકા કુશંકાનો ભોગ બનેલા લોકો રડી પડે છે અને પ્રભુની આગળ માફી માંગી ફરીથી તેના પ્રેમ હેઠળ જીવન જીવવાનું ચાલુ કરે છે, તે અનુભૂતિ આરાધનાથી થયેલી જોવા મળે છે.
કેન્સર જેવા જીવલેણ રોગોમાંથી, શરીરના અન્ય રોગોમાંથી લોકો મુક્તિ મેળવતા પણ ત્યાં જોવા મળે છે. ફા. પરેશ પ્રાથના અને ભજન વડે સર્વને જે પ્રભુની આગળ પસ્તાવો કરીને પ્રભુપ્રેમનો પવિત્ર અનુભવ કરાવે છે તે બાપ્તિસના સંત યોહનના શબ્દો "પસ્તાવો કરો અને હૃદય પલટો કરો, ઈશ્વરનું રાજ્ય નજીક છે" તે હાજર સર્વેને યાદ દેવડાવે છે.
અંતે આરાધના માં ભાગ લઇને જે આત્મા અનુભવે તે સર્વસ્વ શબ્દમાં લખવું અઘરું તો ખરુજ અને તેમ લખવા છતાં પૂરેપૂરું ચિત્ર તો હુભું કરી ના જ શકાય જ્યાં શુધી વ્યક્તિ પૂરી શ્રદ્ધાથી ત્યાં હાજરી આપીને જુએ અને અનુભવે.
-Vijay Macwan
"hey read ur blog...excellent work...:)"
ReplyDelete-Mac